Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 53

background image
આત્મધર્મઃ૩૨:
મંગલ જન્મોત્સવ અંક
અક્ષય ત્રીજનો ઈતિહાસ
વૈશાખ સુદ ત્રીજનો દિવસ છે... વૈશાખ સુદ બીજની રાતે શ્રેયાંસકુમારને સ્વપ્ન આવ્યું છે કે
અહા! મારા આંગણે કલ્પવૃક્ષ આવ્યું છે! દેવો મારા આંગણે વાજાં વગાડે છે, પુષ્પવૃષ્ટિ થાય છે........
ઈત્યાદિ મહા મંગલ સ્વપ્નથી શ્રેયાંસકુમાર બહુ પ્રસન્ન થાય છે...
વૈશાખ માસ એટલે શેરડીની મોસમ! ... શેરડીના નિર્દોષ રસના ઘડા ભરી ભરીને પ્રજાજનો
શ્રેયાંસકુમારને ત્યાં મુકી જાય છે...
ભોજન સમયે એક અબધૂત યોગી ચૈતન્યના પ્રતપનમાં મસ્ત ચાલ્યા આવે છે... એ છે
ભગવાન આદિનાથ મુનિરાજ! તેમને જોતાં જ શ્રેયાંસકુમારને તેમની સાથેના ભવોભવના સંસ્કાર
તાજા થાય છે, તેમની સાથે મુનિવરોને દીધેલા આહારદાનનું સ્મરણ થાય છે... ને પરમ ભક્તિપૂર્વક
વર્ષ ઉપરાંતના ઉપવાસી યોગીરાજને પોતાના આંગણે વિધિપૂર્વક પડગાહન કરીને, નવધા ભક્તિથી
શેરડીના રસનું આહારદાન કરે છે... ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં મુનિરાજને આહારદાન દેવાનો એ
પ્રસંગ અસંખ્ય વર્ષોના અંતરે આ પહેલવહેલો બન્યો. ભરતચક્રવર્તી જેવોએ ભક્તિથી તેની અનુમોદના
કરી... ને પછી શ્રેયાંસકુમાર દીક્ષિત થઈને ભગવાન આદિનાથના ગણધર બન્યા... ને છેવટે અક્ષયપદ
પામ્યા.
––આ છે અક્ષય ત્રીજનો ટ્ંકો ઈતિહાસ.
––– ૦ –––
એક વખત એક ભાઈ અને બહેન તે નગરીમાં જઈ પહોંચ્યા. ભાઈએ નગરીના પહેલા ત્રણ
અક્ષર લઈને બેનને આપ્યા... તેથી બહેન ખુશ થઈ. અને બહેને બાકીના બે અક્ષર બનાવીને ભાઈના
મોઢામાં મૂકયા એટલે ભાઈ પણ ખુશ થયો.
પછી ભાઈ–બહેને જ્યારે જાણ્યું કે આ નગરીમાં તો એક ભગવાન જન્મ્યા છે, ત્યારે તેઓ ખુબ
ખુશી થઈને તે ભગવાનની ભક્તિ કરવા લાગ્યા... તો એ નગરી કઈ હશે? (ન મળે તો, મહાવીર
ભગવાનકી... જે બોલશો એટલે એ નગરી તમને ઝટ મળી જશે.)
ધારો કે જીવ ને અજીવ વચ્ચે ઝગડો થયો; જીવ કહે છે કે ‘અસ્તિત્વગુણ મારો છે’ ને અજીવ
કહે છે કે ‘મારો છે.’ હવે તમને ન્યાયાધીશ નીમવામાં આવ્યા છે, તો તમે શું ચુકાદો આપશો?