સિંહની નાની વાર્તા કહું:
સિંહને જોયો, અને જાણ્યું કે આ સિંહનો જીવ દશમા ભવે તીર્થંકર થવાનો છે. એથી મુનિઓ તે સિંહને
પ્રતિબોધવા માટે નીચે ઊતર્યા અને સિંહ સામે એક શિલા ઉપર ઊભા.
કહ્યું; અરે જીવ! આ શું? દશમા ભવે તો તું ભરતક્ષેત્રનો ચોવીસમો તીર્થંકર થવાનો છે–એમ
અમે ભગવાન પાસેથી સાંભળ્યું છે. –અને તારામાં આ ક્રૂરતા!! આ તને ન શોભે. આ ઘોર
પાપને હવે તું છોડ, છોડ! ને આત્માની સામું જો! જ્ઞાનમૂર્તિ આત્માને આવા હિંસકભાવથી
શાંતિ ન હોય. તું તારા જ્ઞાનભાવને સમજ રે સમજ! એ પ્રમાણે મુનિઓએ ધોધમાર ઉપદેશની
અમૃતધારા વરસાવી.
ત્યાં ને ત્યાં તે સિંહનો જીવ સમ્યગ્દર્શન પામ્યો. વાહ... ધન્ય એના પુરુષાર્થને! પછી તો તે સિંહે ઘણા
ઘણા ઉપકાર ભાવથી મુનિઓને વંદન કર્યું... ને ખોરાકનો ત્યાગ કરીને સમાધિ કરી. ત્યાંથી અનુક્રમે
ઊંચા ઊંચા ભવો ધારણ કરીને દસમા ભવે તે જીવ સમ્યક્રત્વના પ્રભાવથી તીર્થંકર મહાવીર થયા.
અનેક જીવોની હિંસા કરનારો સિંહ, આત્મજ્ઞાનના પ્રતાપે અનેક જીવોનો તારણહાર તીર્થંકર થયો.
અચિંત્ય શક્તિવાળો આત્મા જાગે તો શું ન કરી શકે?