Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 53

background image
આત્મધર્મઃ૩૬:
મંગલ જન્મોત્સવ અંક
જામનગર પધાર્યા હતા. જામનગરનું ભવ્ય જિનમંદિર દર્શનીય છે. ચૈત્ર વદ ત્રીજે ગુરુદેવે ગોંડલ તરફ
પ્રસ્થાન કર્યું હતું. ગોંડલથી પૂ. ગુરુદેવ જેતપુર પધાર્યા ત્યારે ચાંદીમાં કોતરાયેલા પંચાસ્તિકાયની
પ્રતિષ્ઠા તેઓશ્રીના સુહસ્તે જિનમંદિરમાં થઈ હતી. અને ચૈત્ર વદ પાંચમની સાંજે પૂ. ગુરુદેવ સિદ્ધિધામ
ગીરનારતીર્થના દર્શને પધાર્યા હતા. ગીરનારની તળેટીમાં જઈ, થોડાક પગથિયાં ચડી ભક્તિપૂર્વક
દર્શન–વંદન કર્યા હતા. અહીં નેમનાથપ્રભુનું વૈરાગ્યઝરતું જીવન નજરે તરવરતું હતું. ગુરુદેવ કહે:
અહા! આ પર્વત ઉપર ચડયા ત્યારે તો નેમકુમારનો દેહ અનેક પ્રકારના અલંકારોથી શરગારેલો હશે...
ને નીચે ઊતર્યા ત્યારે પરમ દિગંબર! એની પાસે ઈન્દ્રો અને બળદેવ વાસુદેવ અહીં સમવસરણમાં
આવતા. –આમ ભાવપૂર્વક ગુરુદેવે નેમનાથપ્રભુનું સ્મરણ કર્યું હતું તથા ત્યાં ભક્તિ કરી હતી. ત્યાં
લગભગ અડધી કલાક રોકાઈને પાછા જેતપુર પધાર્યા હતા. જેતપુર પછી પૂ. ગુરુદેવ વડીઆ પધાર્યા
હતા. ત્યાં ચૈત્ર વદ સાતમે જિનમંદિરના નવા શિખર તથા કળશ–ધ્વજની પ્રતિષ્ઠા થઈ હતી. ગોડંલ,
જેતપુર, જૂનાગઢ, વડીઆ અને વીંછીયા થઈને પૂ. ગુરુદેવ લાઠીશહેર પધાર્યા છે ને આપ આ સમાચાર
વાંચી રહ્યા હશો ત્યારે લાઠીશહેરમાં ગુરુદેવનો મંગલજન્મોત્સવ આનંદોલ્લાસપૂર્વક ઊજવાતો હશે.
એના સમાચાર આપ હવે પછીના ‘આત્મધર્મ’ માં વાંચશો.
આપે વૈશાખ
માસનો અંક
મેળવ્યો?
આપને તે અંક જરૂર ગમશે. હજી પણ
માત્ર એક રૂપીઓ ભરીને આપ વૈશાખ સહિત
છ માસના અંકો મેળવી શકો છો. (વૈશાખના
અંકો સિલિકમાં હશે ત્યાંસુધી મળશે.) લખો–
“આત્મધર્મ”. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)