વધાઈ લઈને સૌ ભાઈબહેનો ગુરુદેવના દર્શન કરવા ટાઉનહોલમાં આવ્યા. ભક્તિ અને
જયકારથી ટાઉનહોલ ગાજી ઊઠ્યો. ત્યારબાદ જિનમંદિરમાં સમૂહપૂજન થયું. વાંકાનેરમાં
જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠાનો વાર્ષિકદિવસ પણ આજે જ હતો. ગુરુદેવના સુહસ્તે સ્વસ્તિક
કરાવીને જિનમંદિર ઉપર ધ્વજારોહણ માનનીય પ્રમુખશ્રી નવનીતભાઈ ઝવેરીના હસ્તે થયું.
તેમજ, આજના શુભદિને પૂ. બેનશ્રી ચંપાબેન તરફથી વાંકાનેર–જિનમંદિરને ભેટ મળેલું ચાંદીના
પૂંઠાવાળું સમયસારશાસ્ત્ર પણ ગુરુદેવે સુહસ્તે સ્વસ્તિક કરીને જિનમંદિરમાં સ્થાપિત કર્યું.
ત્યારબાદ જિનમંદિરની બાજુના પ્લોટમાં શ્રી જૈન સ્વાધ્યાયમંદિરનું શિલારોપણ ભાઈશ્રી
ખીમચંદ જેઠાલાલ શેઠ અને તેમના ભાઈઓના હસ્તે થયું. આજના પવિત્ર દિવસે ગુરુદેવની
મંગલછાયામાં સ્વાધ્યાયમંદિરનું શિલાન્યાસ થતાં ભાઈશ્રી છગનલાલભાઈ, વૃજલાલભાઈ,
ગાંધી ભાઈઓ તેમજ વાંકાનેરના બધા ભાઈ–બહેનોને ઘણો આનંદોલ્લાસ હતો. પૂ. બેનશ્રીબેને
તેમજ શ્રી નવનીતભાઈ ઝવેરી, ભગવાનદાસજી શેઠ (સાગરવાળા) વગેરેએ પણ શિલાન્યાસ
વિધિમાં ભાગ લીધો હતો. શિલાન્યાસની ખુશાલીમાં શેઠશ્રી ખીમચંદભાઈ અને તેમના કુટુંબ
તરફથી કુલ રૂા. ૮૪૦૪) જેટલી રકમ આપવામાં આવી હતી. આ ઉપરાંત નવનીતભાઈ
ઝવેરીએ કુલ રૂા. ૩૦૦૦) જાહેર કર્યા હતા. વિકશી જેચંદ સંઘવી તરફથી તેમના મકાનના વાસ્તુ
પ્રસંગે કુલ રૂા. ૨૦૦૦) તથા ભાઈશ્રી છગનલાલ ભાઈચંદ, હેમકુંવરબેન છગનલાલ, દૂધીબેન
અમૃતલાલ, અને વૃજલાલભાઈ જેઠાલાલ શાહ એ દરેક તરથી રૂા. ૧૦૦૧) જાહેર થયા હતા.
બીજી અનેક રકમો મળીને કુલ આવક લગભગ ૩૩૦૦૦ થઈ હતી. શિલાન્યાસ બાદ
જિનેન્દ્રભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. બપોરે પ્રવચન પછી વીરપ્રભુની ભાવભીની
ભક્તિ થઈ હતી. આમ ચૈત્ર સુદ તેરસનો દિવસ વાંકાનેરમાં આનંદોલ્લાસપૂર્વક ઊજવાયો હતો.
તેમાં ચેલાના ભાઈઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્યાંથી પૂ. ગુરુદેવ