Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 48 of 53

background image
આત્મધર્મઃ૩૯:
મંગલ જન્મોત્સવ અંક

જેમણે જ્ઞાનાનંદસ્વરૂપ એકત્વ–વિભક્ત ભગવાન આત્માની અનુભૂતિમૂલક ભેદજ્ઞાનના અમોઘ
મંત્ર વડે અનેક મુમુક્ષુ જીવોનો ઉદ્ધાર કર્યો છે તે પરમ કુપાળુ પરમ પૂજ્ય ગુરુદેવનો જન્મોત્સવ સમસ્ત
ભક્તજનોને ખરેખર અતિ આનંદોલ્લાસનો પ્રસંગ છે. વિ. સં. ૧૯૪૬, વૈશાખ સુદ બિજ, રવિવારના
મંગલ પ્રભાતે ઉદીયમાન અધ્યાત્મરવિ કહાનકુંવરને જન્મ આપી શ્રી ઉજમબા માતા, પિતાશ્રી
મોતીચંદભાઈ અને ઉમરાળાભૂમિ ધન્ય બન્યાં; અને તેમની યશોગાથા જૈન–ઈતિહાસના સુવર્ણપૃષ્ઠમાં
રત્નાક્ષરે આલેખાઈ ગઈ.
અહો! ગુરુદેવનો આપણા ઉપર મહાન ઉપકાર છે, તે ઉપકારો તથા ગુરુદેવની મહાનતાનું
વર્ણન અકથ્ય છે. મિથ્યાત્વમૂલક ઘોર અજ્ઞાનના ભયંકર ખાડામાં અનાદિથી સબડતા હજારો જીવોને,
સમ્યગ્દર્શનજનિત અનુભવજ્ઞાનના બળ વડે સ્વ–પરનું તેમ જ વિશ્વ–તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજાવી,
શાશ્વત પરમાનંદનના પંથે દોર્યા, મુક્તિપુરીના પંથનું મૂળ જે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન, તેના કારણભૂત
મૂળ તત્ત્વો–સતદેવ–ગુરુ–ધર્મ, દ્રવ્ય–ગુણ–પર્યાય, નવ તત્ત્વ, નિશ્ચય–વ્યવહાર, ઉપાદાન–નિમિત્ત,
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ હેય–જ્ઞેય–ઉપાદેયનો સમ્યક્ વિવેક, સર્વજ્ઞસ્વભાવ અને તદનુરૂપ સ્વતઃસિદ્ધ
વસ્તુવ્યવસ્થા, વસ્તુસ્વાતંત્ર્ય, તથા તે બધામાં સારભૂત પોતાનો જ્ઞાયકભાવ અર્થાત્ પરમ
પારિણામિકભાવરૂપ ભૂતાર્થ સ્વભાવ અને તેનો પરમ કલ્યાણકારી આશ્રય, વગેરે–સુપાત્ર જીવોને
હૃદય–સોંસરા ઊતરી જાય એવી રીતે આગમ, યુક્તિ અને સ્વાનુભવપૂર્વક અત્યંત સરળ તેમજ સુબોધ
શૈલીથી ગુરુદેવે સમજાવ્યાં છે. કૃપાળુ ગુરુદેવની વાણી તત્ત્વગંભીર હોવા છતાં એટલી તો સ્પષ્ટ, મધુર
અને સુગ્રાહ્ય છે કે જેથી તત્ત્વોના હાર્દનું ભાવભાસન આસાનીથી થઈ જાય છે, અને ખપી શ્રોતાને,
જાણી કે અનુભૂતિના દ્વાર સુધી દોરી જતી હોય તેવો આનંદ આવે છે. ગુરુદેવની વાણીમાં ભગવાન
આત્મા અને તેની સાધનાનું મૂળ સમ્યગ્દર્શન હસ્તામલકવત્ સ્પષ્ટ ભાસે છે. આશ્રય કરવા યોગ્ય
ભૂતાર્થ જ્ઞાયક સ્વભાવ, અને તેના આધેયભૂત–પરમ હિતકારી સમ્યગ્દર્શન તે તેમની વાણી–વીણાનો
મુખ્ય સૂર છે.
એ રીતે અનાદિ ભવહેતુક અવિદ્યાનો ક્ષણમાત્રમાં અંત આણનાર પરમ કલ્યાણકારી
સમ્યગ્દર્શનનો મહિમા તથા માર્ગ બતાવનાર પરમ તારણહાર કહાનગુરુદેવનો મંગલ જન્મોત્સવ કઈ
વિધ ઊજવીએ!! !
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપીયો, વરતું ચરણાધીન.
હે ગુરુદેવ! આપના અગાધ મહિમાનું હૃદયથી બહુમાન કરી, આજના મંગળ દિને શ્રદ્ધા–
સુમનોથી આપને વધાવીએ છીએ, અને અમને આપનાં ચરણોમાં રાખી મુક્તિપુરીમાં સાથે લઈ જાવ
એવી અંતરથી પ્રાર્થના કરીએ છીએ...