આત્મધર્મઃ૪૦:
મંગલ જન્મોત્સવ અંક
નિજ સ્વરૂપનું ધ્યાન ધરીને સાધ્યું કેવળજ્ઞાન.
જગતથી અત્યંત વિરક્ત ને ચિદાનંદસ્વરૂપમાં અતિશય અનુરક્ત એવા આ ભગવાન
બાહુબલીની અચિંત્ય પ્રભાવશાળી પ્રશાંતમુદ્રા જગતને આત્મસાધનાની મહાન પ્રેરણા આપી રહી છે.
ચક્રવર્તી સામે વિજેતા થવા છતાં એ વૈભવને ત્યાગીને ચૈતન્યપદથી અડોલ સાધના વડે જગતને
બતાવ્યું કે ચૈતન્યના વૈભાવ પાસે ચક્રવર્તીના વૈભવની કિંચિત્માત્ર મહત્તા નથી નિજાનંદમાં લીન
એમની મુદ્રા ચૈતન્યસાધનાનો માર્ગ પ્રકાશી રહી છે.