આત્મધર્મ : પ :
મંગલ જન્મોત્સવ અંક
અહો, જ્ઞાનની મહત્તા તો જુઓ! જેને ચૈતન્યનો મહિમા અંતરમાં ઘૂંટાય
છે તે ક્ષણે ક્ષણે કર્મોથી છૂટતો જ જાય છે; અને જેના અંતરમાં રાગનો મહિમા
ઘૂંટાય છે તે ભલે મોટો ત્યાગી થઈને ફરતો હોય તો પણ ક્ષણેક્ષણે તેને કર્મોનું
બંધન થયા જ કરે છે. અરે જીવ! આવી જ્ઞાનની મહત્તા સાંભળીને એકવાતું
પ્રમોદ તો કર! તારા ચૈતન્યના આનંદની વાત સાંભળીને ઉત્સાહ તો કર. રાગનો
ઉત્સાહ કરી કરીને તો અનંતકાળ રખડયો, તે રાગનો ઉત્સાહ છોડીને હવે
ચૈતન્યના આનંદનો ઉત્સાહ કર; એકવાર અંતરથી ચૈતન્યનો ઉત્સાહ કર્યો કે
ભવથી બેઠો પાર! શ્રી પદ્મનંદીસ્વામી પણ કહે છે કે:
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता ।
निश्चितं स भवेदूभव्यो भाविनिर्वाणभाजनम् ।।
અહો, આ આત્મા ચિદાનંદસ્વરૂપ છે, તેના પ્રત્યે પ્રીતિપૂર્વક–પ્રસન્ન ચિત્તથી
સ્વાનુભવી પુરુષના મુખે તેની વાર્તા પણ જે જીવે સાંભળી છે તે ભવ્ય જીવ
ભવિષ્યમાં ચોક્કસ મુક્તિનું ભોજન થાય છે.
પ્રવચનસારમાં પણ આચાર્યદેવ કહે છે કે, કેવળીભગવંતોને ઘાતીકર્મોના
ક્ષયથી આહારાદિ વગર જ ઉત્કૃષ્ટ–અતીન્દ્રિય–આત્મસુખ પ્રગટ્યું છે, તેથી નક્કી
થાય છે કે આત્મા પોતે જ સુખસ્વભાવી છે, તેને સુખ માટે બાહ્યવિષયોની
અપેક્ષા નથી; આત્માના સુખસ્વભાવની આવી વાત કાને પડતાં જ જે જીવ
પ્રમોદથી હા પાડીને શ્રદ્ધા કરે છે તે જીવ આસન્નભવ્ય છે, એટલે કે અલ્પકાળમાં
તે મુક્તિ પામશે.
આ દેહ દેવળમાં જુદો રહેલો ચૈતન્યમૂર્તિ આત્મા પોતે જ પોતાની
પરમાનદદશાનું સાધન છે ને પોતે જ સાધ્ય છે, સાધક પણ પોતે જ છે. પોતે
પોતામાં એકાગ્ર થઈને પોતાના પરમાનંદને સાધે છે, તેમાં વચ્ચે ક્્યાંય વિકાર
નથી; સાધ્યમાં કે સાધનમાં ક્્યાંય આસ્રવ નથી, માટે જે જીવ સાધક થયો છે તે
ખરેખર આસ્રવથી રહિત છે. પોતે અંતર્મુખ થઈને ધ્યાતાપણે પોતાને જ
શુદ્ધધ્યેયરૂપે ધ્યાવે છે, એવા ધ્યાનમાં આસ્રવ નથી. રાગ તે સાધન નથી;
સ્વભાવનું જે સાધન પ્રગટ્યું તેમાં રાગ નથી. જ્ઞાનીએ અંતરમાં ભેદજ્ઞાનની
છીણી વડે જ્યાં જ્ઞાન અને રાગની સંધિ વચ્ચે ધા કર્યો, તે ધા હવે કદી રૂઝાય
નહિ, જ્ઞાનપરિણતિ રાગથી જુદી પડી તે પડી, હવે ફરીને કદી રાગ સાથે એકમેક
થવાની નથી. રાગનો પ્રેમ તોડીને તેણે પરમાત્માના ઘરમાં પ્રવેશ કર્યો,
પરમાત્મપદ તરફ ઉત્કૃષ્ટ પ્રેમનો પ્રવાહ વહ્યો (‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે’)
અવિહડપ્રેમની ધારા નિજસ્વભાવ તરફ વળી એવા ધર્માત્માને હવે કર્મનો આસ્રવ
કેમ થાય? – તે કર્મનો કર્તા કેમ થાય? –જુઓ, આ મોક્ષનો રાહ! અહો,
એકવાર રાગ અને જ્ઞાન વચ્ચેનો ભેદ પાડીને જ્ઞાનસ્વભાવ તરફ જોર તો કરો!
જ્ઞાનસ્વભાવ પોતે અબંધ છે, તેના તરફના વલણથી જ અબંધપણું પ્રગટે છે. પૂર્વે
બંધાયેલાં કર્મો સત્તામાં પડ્યા હોવા છતાં જ્ઞાની તો