કર્મની સત્તાને નથી અનુસરતી, પરંતુ ચૈતન્યસત્તાને જ અનુસરે છે. ચૈતન્યનું અવલંબન
છોડીને જે કર્મન અનુસરે છે તેને જ બંધન થાય છે. ચૈતન્યને અનુસરનારો ભાવ તો
સર્વ રાગદ્વેષમોહથી રહિત છે, તેથી તે બંધનું કારણ થતો નથી. શુદ્ધચૈતન્યસત્તા તરફ
ઝુકેલો ભાવ નવા કર્મબંધનું કારણ જરાપણ થતો જ નથી.
અચિંત્યસામર્થ્યવાળું નિજપદ છે તેનું અવલોકન જીવે એકક્ષણ પણ પૂર્વે કર્યું નથી. અહો,
આ ચૈતન્યમય જિનપદ છે, તેમાં કર્મનો પ્રવેશ જ ક્્યાં છે? આચાર્ય ભગવાને વનમાં
બેઠાબેઠા નિર્વિકલ્પ અનુભવની ગૂફામાંથી બહાર આવીને સિંહનાદ કર્યો છે કે અરે
જીવો! જ્ઞાનસ્વભાવ તરફ ઝુકેલી પરિણતિમાં આઠેય કર્મોનો અભાવ છે... તે
સ્વભાવસન્મુખ થાઓ. જેમ સિંહ પાસે હરણીયાં ઊભા ન રહે તેમ અંતર્મુખપરિણતિથી
જ્યાં ચૈતન્યસિંહ જાગ્યો ત્યાં આઠેકર્મો દૂર ભાગ્યા.
વગરનું ચૈતન્યવેદન થયું છે. જ્યાં ચૈતન્યશાંતિના ફૂવારા છૂટયા ત્યાં રાગદ્વેષમોહ કેવા?
જરાક અંશમાત્ર પણ રાગની રુચિ રહે અને સમ્યગ્દર્શન થાય–એમ બને નહિ.
સમ્યગ્દર્શનને અને રાગદ્વેષમોહને ભિન્નપણું છે. સમ્યક્ત્વનો ભાવ છે તે અબંધક છે, ને
તેમાં રાગાદિનો અભાવ છે. બંધનના કારણો તો રાગાદિ જ છે, તે રાગાદિના અભાવમાં
ધર્માત્માને જુનું કર્મ નવા કર્મના બંધનનું કારણ થતું નથી; માટે ધર્મી જીવ અબંધ જ
છે–એમ જાણવું.