: ૧૦: આત્મધર્મ: ૨૩૬
જોરાવરનગરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ પ્રસંગે સાત દિવસ સુધી પ્રવચનમાં
ગુરુદેવના શ્રીમુખેથી જે અમૃતમય રત્નધારા
વરસી તે રત્નવૃષ્ટિમાંથી વીણેલા ૧૦૧ રત્નો
અહીં આપવામાં આવ્યા છે.
૧. આત્મા ચૈતન્ય–આનંદનું પૂર છે, તેની સમીપતામાં જ્ઞાન–આનંદનાં વહેણ વહે છે. રાગનાં
વહેણ તો ચૈતન્યથી દૂર છે. ભાઈ, તારી શાંતિની તૃષા છીપાવે એવા ચૈતન્યવહેણ તો તારી પાસે જ છે.
રાગનાં વહેણ દૂર છે, તેનામાં તારી તૃષા છીપાવવાની તાકાત નથી.
૨. ભાઈ, તારું સ્વચ્છ ચૈતન્યઝરણું–જેમાંથી આનંદનાં વહેણ વહે છે, તેમાં રાગના રંગ નથી.
ચૈતન્યની નિર્મળતામાં રાગના રંગ નથી.
૩. ચૈતન્યસ્વરૂપ આત્મા શું ને રાગ શું તેની ભિન્નતાનો નિર્ણય તે નિર્વાણનો માર્ગ છે.
૪. જેણે અંર્તવેદનથી રાગ અને ચૈતન્યના સ્વાદનો ભેદ પાડયો તેણે રાગના કર્તૃત્વરૂપ
અજ્ઞાનભૂમિકા છોડીને ચૈતન્યના આનંદમય જ્ઞાનભૂમિકામાં પ્રવેશ કર્યો.
પ. ચિદાનંદ તત્ત્વનું ભાન થતાં ધર્માત્માને રાગ તરફનો પક્ષઘાત થયો છે (–તેનો પક્ષ હણાઈ
ગયો છે) ને ચૈતન્યસ્વભાવ તરફનો પક્ષપાત થયો છે, –તે તરફ પરિણતિ વળી છે.
૬. અરે ચૈતન્ય! તને તારા અંતરના આનંદનો સ્વાદ ન આવે ને એકલા વિકારના ઝેરનો સ્વાદ
તું લે, તો આવો મનુષ્ય અવતાર પામીને તેં શું કર્યું?
૭. જ્યાં રાગથી ભિન્ન ચૈતન્યનો સ્વાદ અંતરમાં આવ્યો ત્યાં જ્ઞાનના વહેણ જ્ઞાન તરફ વળ્યા
ને વિભાવથી