જેઠ: ૨૪૮૯ : ૧૧:
પાછા ફર્યાં. એક ક્ષણમાં એ ધર્માત્માનું લક્ષ ફર્યું, પક્ષ ફર્યો, પરિણમનની દિશા ફરી, દશા ફરી; બહિર્મુખ
દિશા છૂટી ને અંતર્મુખ દિશા થઈ; સ્વભાવનું લક્ષ થયું ને વિકારનો પક્ષ છૂટયો.
૮. આવું સમ્યક્ આત્મભાન સ્વર્ગના દેવો કરી શકે, નરકના નારકી પણ કરી શકે, અરે,
તિર્યંચ–ઢોર પણ કરી શકે, તો મનુષ્યો કરી શકે એમાં શું આશ્ચર્ય!
૯. અનાદિથી અજ્ઞાનદશામાં વિકાર સાથે મેળ હતો, તેની પ્રીતિ હતી, પણ સમ્યગ્જ્ઞાન થતાં વિકાર
સાથેનો મેળ તૂટી ગયો ને સ્વભાવ સાથે સગાઈ થઈ; સ્વભાવની પ્રીતિ થઈ ને વિકારની પ્રીતિ તૂટી.
૧૦. સમ્યગ્જ્ઞાનને અને વિકારને મેળ નથી એટલે કે કર્તાકર્મરૂપ એકતાનો સંબંધ તેમને નથી.
સમ્યગ્જ્ઞાનને તો ચૈતન્યના આનંદ વગેરે અનંતગુણો સાથે મળે છે.
૧૧. અરે આત્મા! તારા ચૈતન્યધામમાં અનંતગુણ સહિત તારી પ્રભુતા ભરી છે, નિર્મળજ્ઞાનવડે
તેનો પ્રેમ કર... નિર્મળ જ્ઞાનવડે તેનો સ્વાનુભવ કર. આવો સ્વાનુભવ થતાં્ર આત્મામાં ધર્મનો અવતાર
થાય છે, અપૂર્વ તીર્થની શરૂઆત થાય છે.
૧૨. પહાડ જેવડી ચૈતન્યપ્રભુતા અંતરમાં પડી છે પણ તરણાં જેવા તુચ્છ વિકારની રુચિ આડે
એ પ્રભુતાનો પહાડ અજ્ઞાનીને દેખાતો નથી. જ્ઞાનદ્રષ્ટિથી અંતરમાં નજર કરે તો પ્રભુ પોતાનાથી
વેગળા નથી, પોતામાં જ પોતાની પ્રભુતા ભરી છે.
૧૩. અનાદિથી આત્મસ્વભાવને ભૂલીને રાગથી ચૈતન્યનિધાનને મિથ્યાત્વનાં તાળાં માર્યાં હતા,
તે તાળાં ભેદજ્ઞાનના ઉપદેશવડે શ્રીગુરુએ ખોલ્યા, ત્યાં ચિદાનંદની ત્રિવેણી (–શ્રદ્ધા–જ્ઞાન–આનંદની
ત્રિવેણી) હાથ આવી... હવે આત્મા મોક્ષના પંથે ચડયો... તેને હવે બંધન થતું નથી... તે બંધભાવથી
જુદો ને જુદો જ રહે છે.
૧૪. જે અનંત તીર્થંકરો થયા, થાય છે ને થશે તેઓ દીક્ષા પહેલાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને
રાગથી ભિન્ન જાણીને તેની ભાવના ભાવતા હતા.
૧પ. સમ્યગ્દર્શનપૂર્વક ચૈતન્યમાં લઈન થઈને પૂર્ણ પરમાત્મદશાની એવી ભાવના ભાવતા હતા કે–
અપૂર્વ અવસર એવો ક્્યારે આવશે?
ક્્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો;
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો.
૧૬. અહો, મહત્ પુરુષો એવા સિદ્ધ ભગવંતો અને તીર્થંકરો જે ચૈતન્યપંથે વિચર્યા તે પંથે અમે
વિચરીએ એવો ધન્ય અવસર ક્્યારે આવે! એવી ભાવના ગૃહસ્થપણામાં તીર્થંકર ભાવતા હતા.
૧૭. જન્મ–મરણના દુઃખોથી ભયભીત થઈને ચૈતન્યના અમૃતની ભાવના ભાવતા ભાવતા
તીર્થંકરો પણ સંસાર છોડીને ચૈતન્યને સાધવા વનમાં ચાલી નીકળ્યા.
૧૮. અમૃતના અનુભવરૂપ દીક્ષા ભગવાન મહાવીરે આજે અંગીકાર કરીને સંસારના રાગના
બંધનને તોડી નાંખ્યા.
૧૯. અરે, આ રાગાદિ ભાવો તે અમે નહિ, અમે તો શુદ્ધ ચૈતન્યસિંધુ છીએ, –તેમાં લીન થઈને
અતીન્દ્રિય આનંદની છોળો ઊછળે. એવી ધન્યદશાની ભગવાન ભાવતા હતા; ને આજે ભગવાને એવી
દશા પ્રગટ કરી.
૨૦. ભગવાને મુનિ થઈને શું કર્યું? ભગવાન કારણ પરમાત્માનું ધ્યાન કરતા હતા. પરમાત્મદશારૂપ
જે મોક્ષમાકાર્ય, તેના કારણરૂપ એવો જે ચિદાનંદ સ્વભાવ તેનું ધ્યાન ભગવાન કરતા હતા.
૨૧. ભગવાન મહાવીર પહેલેથી બાલબ્રહ્મચારી હતા, સ્ત્રીના રાગનું બંધન તેમને હતું જ નહિ;
માતા–પિતાને રાગને પણ તોડીને ભગવાન આજે મુનિ થયા ને મુનિદશામાં ત્રીસ વર્ષ સુધી ભગવાને
આત્મધ્યાન કર્યું. આત્મ લગનીમાં આહારાદિની વૃત્તિ છૂટી થઈ તેનું નામ તપ.
૨૨. કેવી હતી મુનિપણામાં ભગવાનની પરિણતિ? તો કહે છે કે–