Atmadharma magazine - Ank 236
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 33

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૩૬
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.
આત્માના પરમાત્મસ્વભાવની ભાવના
કરતા કરતા ભગવાન રાગ દશાને ઉલ્લંઘી ગયા.
શુભરાગના કણિયાને છોડીને ભગવાન અપ્રમત્ત
આત્મધ્યાનમાં લીન થઈને ચૈતન્યના અતીન્દ્રિય
આનંદમાં મશગુલ થયા. ત્યારે એક સાથે સાતમું
ગુણસ્થાન તેમજ ચોથું જ્ઞાન તેમને પ્રગટ્યું.
૨૩. અકષાયી ચિદાનંદ સ્વરૂપને સાધતા
સાધતા ભગવાન એવી ભાવનારૂપે પરિણમી થયા
છે કે–
ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા,
માન પ્રત્યે તો દીનપણાનું માન જો.
માયા પ્રત્યે માયા સાક્ષીભાવની,
લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.
ક્રોધ–માન–માયા–લોભથી પાર ચિદાનંદ
તત્ત્વના શાંતરસનાં વેદનમાં ભગવાન મશગુલ
થયા. –એનું નામ મુનિદશા.
૨૪. મુનિદશામાં ઝુલતા ભગવાન
જગતથી ઉદાસીન થયા છે, ક્રોધાદિ તે અમારા
સ્વભાવમાં નથી; અમે તો ક્ષમાના ને શાંતરસના
ભંડાર છીએ. ઉપસર્ગં અને પરિષહોને સાક્ષીભાવે
સહન કરવા અમે તૈયાર છીએ, –આવી દશા
ભગવાનને વર્તતી હતી.
૨પ. અરે, કેવળજ્ઞાન પાસે અમારી
પામરતા છે. પણ અમે દીન નથી, અમે તો
ચૈતન્યના સાધક સંત છીએ–મુનિ છીએ. જગતની
અનુકૂળતા કે પ્રતિકૂળતા ઉપર રાગ–દ્વેષ કરવાનું
અમારામાં નથી. અમારો કારણ પરમાત્મા જ
અમારું અવલંબન છે, તેના અવલંબને અમારી
પરમાત્મદશા પ્રગટશે.
૨૬. વળી ભગવાનની મુનિદશા કેવી
હતી? તેની ભાવના ભાવતાં દીક્ષાવનમાં ગુરુદેવ
ઘણા વૈરાગ્યરસથી કહે છે કે–
બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો,
દેહ જાય પણ માયા થાય ન રોમમાં;
લોભ નહિ છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.
અહો, આવી મુનિદશાની ભાવના ભાવવા જેવી
છે.
૨૭. વળી, એ ધન્યદશાની ભાવનાને
ઉત્કૃષ્ટપણે મલાવતાં ગુરુદેવ કહે છે કે–
એકાકિ વિચરતો વળી સ્માશાનમાં,
વળી પર્વતમાં સિંહ વાઘ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.
૨૮. અરે, આવા આત્મધ્યાનમાં ક્્યારે મગ્ન થશું?
ચૈતન્યના આનંદના અમૃતકુંડમાં ક્્યારે લીન થશું?
શાંતિનાથ વગેરે તીર્થંકરો ચક્રવર્તીના વૈભવ વચ્ચે
રહેલા ત્યારે પણ આવી ભાવના ભાવતા હતા.
૨૯. પછી ભગવાનને વૈરાગ્ય થતાં જ્યારે
દેક્ષા લ્યે છે ને પાછળ સ્ત્રીઓ વિલાપ કરે છે ત્યારે
ભગવાન કહે છે કે: અરે, રાણીઓ હું મારા રાગને
કારે રોકાયો હતો; મારો એ રાગ હવે મરી ગયો
છે. હવે અમે કોઈના બંધનમાં અટકવાના નથી.
અરે, રાણીઓ! તમારા રાગના વિલાપ અમને
ઓગાળી શકશે નહિ કે અમને રોકી શકશે નહિ.
૩૦. ચૈતન્યના આનંદમાં લીન થતો આત્મા
જ્યાં વૈરાગ્યથી ઊછળ્‌યો ત્યાં જગતના પરિષહોની
પ્રતિકૂળતા તેને બાળી શકશે નહિ, કે જગતની
અનુકૂળતાના ગંજ તેને ગાળી શકશે નહિ.
૩૧. મહાવીર ભગવાન તો બાલબ્રહ્મચારી
હતા. દીક્ષા વખતે માતાને આઘાત લાગે છે ત્યારે કહે
છે કે હે માતા! તમે રજા આપો! તમે પુત્રમોહને
છોડો. આ સંસારમાં કોણ પુત્ર ને કોણ માતા! અમે
તો અમારી શુદ્ધપરિણતિરૂપી માતા પાસે જશું ને
કેવળજ્ઞાનરૂપ પુત્ર થશું. પછી માતા પણ રજા આપે
છે કે પુત્ર! ધન્યતારો અવતાર! ને ધન્ય તારી
ભાવના!! તીર્થંકર થઈને જગતનો ઉદ્ધાર કરવા
તારો અવતાર છે.
૩૨. ભગવાન મહાવીરે આજે અસ્થિરતાનો રાગ
તોડીને ચિદાનંદસ્વરૂપમાં લીનતારૂપ મુનિદશા
પ્રગટ કરી.