: ૧૮: આત્મધર્મ: ૨૩૬
પ્રભો! તારા પંથે આવું છું
(વીંછીયાના પ્રવચનમાંથી: ચૈત્ર વદ ૧૧ સં. ૨૦૦૯)
જેને ધર્મ કરવો છે, જેને શુદ્ધાત્માનો અનુભવ કરવાની ધમશ જાગી છે, એવા શિષ્યને
આચાર્યદેવ તેની રીત બતાવે છે. ભાઈ, જે આ બંધન અને અશુદ્ધતાના ભાવો છે તે ક્ષણિક અને ઉપર–
ઉપરના અવસ્થા પૂરતા છે, તે કાંઈ તારા મૂળ ચિદાનંદસ્વભાવ સાથે એકમેક નથી; તેથી શુદ્ધનયવડે
અંદર ભૂતાર્થ સ્વભાવની સમીપ જતાં તે અશુદ્ધતા રહિત આત્માનો અનુભવ થાય છે. શુદ્ધનયના
અનુભવમાં તે અશુદ્ધભાવો, ભેદો કે સંયોગો ભેગા આવતા નથી. શુદ્ધાત્માની અનુભૂતિનો માર્ગ જુદો
છે ને બંધનનો માર્ગ જુદો છે. નવે તત્ત્વના માર્ગ એટલે નવે તત્ત્વના લક્ષણ ભિન્નભિન્ન કહેવામાં આવ્યા
છે.
ભગવાન! તારો સ્વભાવ એકાંત બોધબીજરૂપ છે; એવા સ્વભાવની પાસે જા... તો તને
શુદ્ધાત્માની અનુભૂતિ થશે. ભાઈ, બીજું તો તેં અનંતવાર કર્યું પણ આવા આત્માની અનુભૂતિ પૂર્વે કદી
ડરી નથી. તારે જન્મ–મરણના ફેરા મટાડવા હોય તો આવા આત્માનું અવલોકન કર. અંતરમાં જો...
તો ત્યાં અંધારા નથી, અંદર તો ચૈતન્ય પ્રકાશનો પૂંજ છે–જે સ્વયં બધાને જાણે છે. ‘અધારું છે’ –એમ
જાણનાર પોતે અંધારારૂપ છે કે ચૈતન્ય પ્રકાશરૂપ છે? ચૈતન્ય પ્રકાશ વગર અંધારાને જાણ્યું કોણે?
અહીં તો આચાર્યદેવ કહે છે કે ભાઈ, એકવાર શુદ્ધનયવડે વિભાવથી જુદો પડીને સ્વભાવમાં એકાકાર
યા તો તારો આત્મા તને શુદ્ધપણે અનુભવમાં આવશે.
આવો મનુષ્ય અવતાર પામીને સત્સમાગમે આત્માની ઓળખાણ કરવા જેવી છે. આત્માનું
ભાન સૂક્ષ્મ અને અપૂર્વ છે, પરંતુ પાત્ર થઈને અંતરની રુચિવડે સત્સમાગમે જે કરવા માટે તેને
આત્માનું ભાન થઈ શકે છે. જુઓ ભાઈ, સ્ત્રીપર્યાયમાં આઠ વર્ષની બાળાને પણ આવું આત્મજ્ઞાન
થઈ શકે છે. આત્મા ક્્યાં સ્ત્રી કે પુરુષ છે? અત્યારે પણ અમુક આત્મા છે કે સ્ત્રી પર્યાયમાં હોવા છતાં
આત્માનું અલૌકિક ભાન અને પૂર્વ ભવનું જ્ઞાન વર્તે છે... ‘અમે સ્ત્રી છીએ, અમારાથી ન થઈ શકે’
એમ ન માનવું જોઈએ. આત્મામાં અનંતી તાકાત છે. ઘણીવાર કહેવાય છે કે:–
જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ, કેવળી બોલે એમ;
પ્રગટ અનુભવ આત્મા... નિર્મળ કરો... સપ્રેમ રે...
ચૈતન્યપ્રભુ! પ્રભુતા તારી રે તારા ધામમાં...
અંતરના ચૈતન્યધામમાં અનંતગુણની પ્રભુતા ભરેલી છે... સર્વજ્ઞતા ને પૂર્ણ આનંદ પ્રગટે
છે તે ક્્યાંથી આવે છે? અંદરના સ્વભાવમાં તાકાત ભરી છે તેમાંથી જ તે પ્રગટે છે. જ્યાં ભર્યું
હોય ત્યાંથી પ્રગટે. માટે હે જીવ! તું એમ શ્રદ્ધા કર કે આવા પોતાના સ્વભાવમાં દ્રષ્ટિ દેવા જેવી
છે. પહેલાં આ વાત લક્ષમાં લે... વિચારમાં લે... ને અંદર અનુભવમાં લે... તો તને અપૂર્વ શાંતિ
ને આનંદ થાય.
તારા જ્ઞાનનો અનુભવ તારા જ્ઞાનવડે જ થાય છે, બીજા વડે થતો નથી. જેમ શરીરના ટાઢા–
ઉના ર્સ્પશનો