જેઠ: ૨૪૮૯ : ૧૭:
૯પ. ભાઈ, ભેદજ્ઞાન વગર બીજા બધા સાધન (શુભરાગના) તેં અનંતવાર કર્યા પણ તેનાથી
તારું કલ્યાણ કિંચિત્ ન થયું. તો હવે સંત પાસે જઈને કલ્યાણનો સાચો માર્ગ અંતરમાં શોધ.
૯૬. નિજસ્વરૂપને ભૂલીને અજ્ઞાની અનંતકાળથી ચારગતિમાં હેરાન થઈ રહ્યો છે, તેને સંત–
મહંત સમજાવે છે કે હે જીવ! તારા નિજઘરમાં તો આનંદ ભર્યો છે, વિકાર તારા નિજઘરમાં ભર્યો નથી
માટે અંતરમાં ઉપયોગ મૂક તો તને તારા આનંદનું સંવેદન થાય.
૯૭. આ ચૈતન્યભગવાન આત્મા વિકારથી પોતાની ભિન્નતાનું જ્ઞાન કરીને જ્યાં જાગ્યો ત્યાં તે
જ્ઞાતા જ રહે છે–જ્ઞાનભાવમાં જ તન્મયપણે પરિણમે છે, વિકારમાં જરાય તન્મય તે થતો નથી.
૯૮. સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં જ્ઞાનસૂર્ય ઝળક્્યો, તેના ચૈતન્યપ્રકાશમાં વિકારરૂપી અંધકાર હોય
નહિ. જેમ સૂર્યમાં અંધકારનું કર્તૃત્વ નથી, તેમ જ્ઞાનપ્રકાશી ચૈતન્યસૂર્યમાં વિકારનું કર્તૃત્વ નથી.
૯૯. જ્યાં આવું ભેદજ્ઞાન કરતો ભગવાન આત્મા જાગ્યો ત્યાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ
આવ્યો ને કર્મો સાથેનો સંબંધ તૂટી ગયો. આત્મા નિજપરિણતિમાં રમવા લાગ્યો.
૧૦૦. અહા, ભેદજ્ઞાન થયું... ને... આત્મામાં શાંતિનો સાગર ઉછળ્યો... શમરસનો સ્વાદ
અનુભવમાં આવ્યો... આત્મા જાણે સિદ્ધભગવાનની પંક્તિમાં બેઠો. અહા, આવી જ્ઞાનકળા જેના ઘટમાં
જાગી તે ધર્માત્મા જગતમાં સહજ વૈરાગી છે, એનો આત્મા વૈરાગ્યરસમાં પરિણમી ગયો છે, હવે
જગતના વિષયોમાં તેની રુચિ લાગે નહિ. –આવા સાક્ષાત્ ધર્માત્માની ઓળખાણ પણ ઘણી પાત્રતાથી
કોઈ ભાગ્યવાન જીવોને થાય છે.
૧૦૧. ધર્માત્માને નિજગુણનો રંગ લાગ્યો તેમાં હવે કદી ભંગ પડવાનો નથી. રાગ સાથેની
એકતાને તોડતો ચૈતન્ય ભગવાન જાગ્યો તે નિજગુણરૂપી રત્નોને સાધતો પૂર્ણ અતીન્દ્રિય આનંદ પ્રગટ
જોરાવરનગરમાં પંચકલ્યાણક પ્રસંગે અધ્યાત્મ–
રત્નોની જોસદાર વૃષ્ટિ કરીને ચૈતન્ય રત્નની
પ્રાપ્તિના કિમિચ્છક દાન દેનાર ભારતના
અજોડ રત્ન કહાનગુરુને નમસ્કાર હો.
સૂ... ક્ષ્મ... બુ... દ્ધિ
સૂક્ષ્મબુદ્ધિ તેને કહેવાય કે જે બુદ્ધિ અંતમુર્ખ થઈને
અતીન્દ્રિયસ્વભાવ તરફ ઝૂકે. સ્થૂળ પરભાવોમાં વર્તે તે બુદ્ધિ
સૂક્ષ્મ નથી. ઘણી જ ધીરજથી, ઘણી જ નિરાકુળતાથી જ્ઞાનને
અંતરમાં વાળીને ચૈતન્યનો બોધ કરે તે જ સૂક્ષ્મબુદ્ધિ છે.
સૂક્ષ્મબુદ્ધિ કહો કે સમ્યક્બુદ્ધિ કહો. અમાપ જ્ઞાનનું માપ એવી
સૂક્ષ્મબુદ્ધિથી જ આવી શકે છે.
(પ્રવચનમાંથી)