વિ... વિ... ધ... વ... ર્ત... મા... ન
પૂ. ગુરુદેવના મંગલ વિહારના વિવિધ સમાચાર વીંછીયા સુધીના ગતાંકમાં
આપ્યા છે; ત્યાર પછી વીંછીયા, લાઠી, સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ, લીંબડી,
દેહગામ, અમદાવાદ, દાહોદ, ભોપાલ, ભેલસા, ઈન્દોર, ઉજ્જૈન, સનાવદ, ખંડવા,
પાવાગીર બડવાની, વગેરેના સમાચાર અહીં આપવામાં આવ્યા છે. ઝડપી પ્રવાસને
કારણ સમાચારો ટૂંકમાં જ આપી શકાયા છે. – બ્ર. હરિલાલ જૈન.
વીંછીયા:– પૂ. ગુરુદેવ ચૈત્ર વદ આઠમે વીંછીયા નગરમાં પધાર્યા... સ્વાગત બાદ માંગળિકમાં
કહ્યું કે જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે તેની ભાવના કરવી તે મંગળ છે. “આતમભાવના ભાવતાં જીવ લહે
કેવળજ્ઞાન...” એટલે કે પરભાવોથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ હું છું–એમ આત્માને જાણીને તેની ભાવના
કરતાં સમ્યગ્દર્શન થાય છે, ને અતીન્દ્રિય આનંદ અનુભવાય છે–તે અપૂર્વ મંગળ છે; તેની ભાવનાથી જ
સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર થાય છે, તથા તેની ભાવનાથી જ કેવળજ્ઞાન થાય છે, તે ઉત્કૃષ્ટ મંગળ છે,
આવી આત્મભાવના કરવા જેવી છે. ચૈત્ર વદ દસમે ગુરુદેવ વીંછીયાના તે વડ વૃક્ષ નીચે પધાર્યા હતા કે
જ્યાં તેઓશ્રી અગાઉ સ્વાધ્યાય–મનન કરવા જતા, રાત્રે લવ–કુશ વૈરાગ્યનો સંવાદ થયો હતો. બીજે
દિવસે ભગવાન જિનદેવની રથયાત્રા નીકળી હતી. સોનગઢમાં (સં. ૧૯૯૭માં) દિ. જિનમંદિર થયું
ત્યારબાદ સૌથી પહેલું જિનમંદિર વીંછીયામાં (સં. ૨૦૦પમાં) થયું. વીંછીયાનું જિનમંદિર સોનગઢના
જુના જિનમંદિરની જ લગભગ પ્રતિકૃતિ છે. વીંછીયા જિનમંદિરમાં મૂળનાયક ચંદ્રપ્રભુ ભગવાન છે.
વીંછીયાના પ્રવચનનો નમુનો આ અંકમાં આપવામાં આવ્યો છે, વીંંછીયામાં ગુરુદેવ પધાર્યા તે પ્રસંગે
જસદણમાં જિનમંદિર કરવાનું નક્કી થતાં ત્યાંના મુમુક્ષુઓને ઘણો હર્ષ થયો હતો.
લાઠી શહેરમાં જિનમંદિરના શિખરની પ્રતિષ્ઠા
અને ગુરુદેવનો મંગલ જન્મોત્સવ
ચૈત્ર વદ ૧૩ના રોજ પૂ. ગુરુદેવ લાઠી શહેર પધારતાં ભવ્ય સ્વાગત થયું. ૭૪ મંગલ કળશ
સહિતનું સ્વાગત સરઘસ શોભતું હતું. સ્વાગત બાદ નૂતન સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન શેઠ શ્રી
નવનીતલાલભાઈ સી. ઝવેરી (J. P.) ના સુહસ્તે થયું હતું. ઉદ્ઘાટન બાદ સ્વાધ્યાય મંદિરમાં
માંગલિક સંભળાવતાં ગુરુદેવે કહ્યુ: આ આત્મતત્ત્વનું ભાન થતાં મિથ્યાત્વ ટળે ને અપૂર્વ શાંતિ પ્રગટે
તે મંગળ છે. આત્માનું ભાન થાય–એવી અધ્યાત્મની કથા સાંભળવી તે પણ મંગળ છે. તે કથા કેવી છે?
અનંતકાળમાં એકક્ષણ પણ પ્રાપ્ત ન કરેલી એવી અપૂર્વ શાંતિ દેનારી છે. ધીરજથી ને પ્રેમથી અંતરના
ચૈતન્યસ્વભાવ તરફ વલણ થાય એવી ચૈતન્ય કથાનું શ્રવણ પણ અપૂર્વ મંગળ છે. જુઓ, આજે આ
(અનુસંધાન પૃષ્ઠ ૨૦ પર)