Atmadharma magazine - Ank 236
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 33

background image
જેઠ: ૨૪૮૯: : ૩ :
____________________________________________________________________________
વર્ષ ૨૦ : અંક ૮ મો) તંત્રી : જગજીવન બાવચંદ દોશી (જેઠ : ૨૪૮૯
____________________________________________________________________________
મોક્ષના મંડપમાં અપૂર્વ માંગલિક
પધારો સિદ્ધભગવંતો! મારા ચૈતન્ય આંગણે...
વૈશાખ સુદ સાતમના રોજ પૂ. ગુરુદેવ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ
પ્રસંગે જોરાવરનગર પધાર્યા, ભવ્ય સ્વાગત બાદ મહોત્સવના મંડપમાં માંગલિક
તરીકે સિદ્ધ ભગવંતોનું સ્મરણ કરતાં ગુરુદેવે કહ્યું:
કુંદકુંદાચાર્યદેવ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિના સારરૂપ સમયસારમાં
માંગળક કરતાં કહે છે કે અનંતા સિદ્ધભગવંતોને નમસ્કાર. “वंदित्तु सव्व
सिध्धे...” એટલે હું મારા અને શ્રોતાના જ્ઞાનમાં સિદ્ધભગવંતોનો આદર–સત્કાર
કરીને તેમની પધરામણી કરું છું; એટલે કે હું મારા જ્ઞાનને શુદ્ધઆત્મા તરફ
વાળીને પરભાવનો આદર છોડું છું. અશરીરી ચૈતન્યપરમાત્મા એવા
સિદ્ધભગવંતો જે જન્મ–મરણરહિત અમૃતપદને પામ્યા તેમને હું મારા નિર્મળ
જ્ઞાન આંગણામાં પધરાવું છું, ને હે શ્રોતાજનો તમે પણ તમારા જ્ઞાનમાં અમૃતથી
ભરેલા અશરીરી સિદ્ધપદને સ્થાપો, એટલે કે તેનો જ્ઞાનમાં આદર કરો ને એ
સિવાય બીજા ભાવોનો આદર જ્ઞાનમાંથી કાઢી નાખો. સિદ્ધપદને સાધવાના
મંગલમંડપમાં સિદ્ધોનું સ્મરણ કરીને મારા ને તમારા જ્ઞાનમાં હું સિદ્ધભગવંતોને
સ્થાપું છું. આ રીતે સિદ્ધભગવંતોને સ્થાપીને મોક્ષમંડપપમાં પહેલવહેલું
ઉત્કૃષ્ટમંગળના માણેકસ્થંભનું રોપણ કર્યું.
મંગળ એટલે જેનાથી સુખ મળે ને દુઃખ ટળે; જે પવિત્ર ભાવથી અંતરમાં
આત્માના