Atmadharma magazine - Ank 237
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page  


PDF/HTML Page 25 of 25

background image
ATMADHARM Reg. No. G. 82
____________________________________________________________________________
સુધારો: આત્મધર્મ અંક ૨૩૬ પૃષ્ઠ ૨૨ ના પહેલા કોલમમાં “માતા ૧૪ મંગલ સ્વપ્નો દેખે
છે”–એમ પ્રેસની ભૂલથી છપાઈ ગયું છે, તેને બદલે “માતા ૧૬ મંગલ સ્વપ્નો દેખે છે” એમ સુધારીને
વાંચવું.
સિદ્ધચક્ર વિધાન: સોનગઢમાં અષ્ટાહ્નિકા દરમિયાન શ્રી સિદ્ધચક્રમંડલવિધાન કલકત્તાના
શેઠશ્રી વછરાજજી ગંગવાલના ધર્મપત્ની સૌ. મનફુલાબેન તરફથી ચાલી રહ્યું છે.
દર વર્ષની જેમ આ શિક્ષણ વર્ગ શ્રાવણ સુદ પાંચમ ને ગુરુવાર તા. ૨પ–૭–૬૩થી શરૂ થશે ને
શ્રાવણ વદ નોમ મંગળવાર તા. ૧૩–૮–૬૩ સુધી ચાલશે. રહેવા જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી
થશે. જેમને શિક્ષણ વર્ગમાં દાખલ થવા ઈચ્છા હોય તેઓએ નીચેના સરનામે જણાવવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
દસ લક્ષણીય પર્યુષણ પર્વ અને ધાર્મિક દિવસો
દસ લક્ષણીય પર્યુષણ પર્વ તા. ૨૪–૮–૬૩ શનિવાર ભાદરવા સુદ પાંચમથી શરૂ થઈને તા.
૧૬–૮–૬૩ને સોમવાર ભાદરવા સુદ ૧૪ સુધી ઊજવાશે, ત્યાર પહેલાં રાબેતા મુજબ શ્રાવણ વદ ૧૩ને
શુક્રવાર તા. ૧૬–૮–પ૩થી ભાદરવા સુદ ૪ને શુક્રવાર તા. ૨૩–૮–૬૩ સુધી ધાર્મિક દિવસો ઊજવાશે.
વૈરાગ્ય સમાચાર
કલોલના ભાઈશ્રી વાડીલાલ જગજીવનદાસ જેઓ કેટલાક વખતથી બિમાર હતા તેઓ જેઠ વદ
એકમના રોજ કલોલમાં સ્વર્ગવાસ પામ્યા છે; ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિ ભાવ હતો, અને
સત્સમાગમનો લાભ લેવા માટે તેઓ અવારનવાર સોનગઢ આવીને રહેતા. ગુરુદેવના દર્શનની તેમની
ભાવના હતી, સત્ની જિજ્ઞાસામાં આગળ વધીને તેઓ આત્મહિત સાધે એજ ભાવના.
જામનગરના ભાઈશ્રી અમૃતલાલ દેવકરણ વોરા વૈશાખ સુદ ૧૧ ના રોજ જામનગર મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. જોકે તેમની તબિયત છેલ્લા કેટલાંક વખતથી બિમાર હતી, છતાં ચૈત્ર માસમાં
ગુરુદેવ જામનગર પધાર્યા ત્યારે પણ તેમણે પ્રવચન વગેરેનો લાભ લીધો હતો. અનેક વર્ષોથી તેઓ
સોનગઢ રહેતા ને સમયસાર વગેરે અનેક મહાન ગ્રંથોનું છાપકામ તેમના છાપખાનામાં થયેલું છે.
સંસ્થાના સાહિત્યના છાપકામમાં તેમનો ગ્રંથોનું છાપકામ તેમના છાપખાનામાં થયેલું છે. સંસ્થાના
સાહિત્યના છાપકામમાં તેમનો મહત્વનો ફાળો છે. દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિમાં આગળ વધીને તેઓ
આત્માનું હિત સાધે એજ ભાવના.
અમદાવાદના શેઠશ્રી પ્રેમચંદ મહાસુખરામ તા. ૭–૪–૬૩ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ
પૂજ્ય ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ ધરાવતા હતા ને અવાર નવાર સોનગઢ આવીને લાભ લેતા હતા. સત્
દેવ–ગુરુ–ધર્મની આરાધના કરીને તેઓ આત્મહિત સાધે એજ ભાવના.
____________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર.