Atmadharma magazine - Ank 237
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
ભો પા લ નું આ ધ્યા ત્મિ ક સ મ્મે લ ન........




તા. ૨પ–પ–૬૩ના રોજ ભોપાલશહેરમાં આધ્યાત્મિક સમ્મેલનનો પ્રારંભ થયો તેનું દ્રશ્ય;
સમ્મેલનમાં લગભગ દશ હજાર શ્રોતાજનોની સભાને ગુરુદેવ આધ્યાત્મ–સન્દેશ સંભળાવી રહ્યા છે–જે
સામે પાને આપવામાં આવ્યો છે. ગુરુદેવના જમણા હાથ તરફ (છેડે) સંમેલનના અધ્યક્ષ અને
મધ્યભારતના નાણાપ્રધાન શ્રી મિશ્રિલાલજી ગંગવાલ બેઠેલા છે; તથા ગુરુદેવની બીજી તરફ મધ્ય
પ્રદેશના ગવર્નર–રાજ્યપાલ શ્રી એચ. વી. પાટસ્કર બેઠેલા છે. પાછળના ભાગમાં બીજા પ્રધાનો વગેરે
બેઠેલા છે.
વૈરાગ્ય સમાચાર
જામનગરવાળા શેઠશ્રી ચુનીલાલ હઠીસંગ સોનગઢમાં જેઠ વદ ૧૩ની સવારમાં ૭૩ વર્ષની વયે
એકાએક સ્વર્ગવાસ પામી ગયા. સં. ૧૯૯૧થી તેઓ ગુરુદેવના પરિચયમાં આવેલા; મુંબઈમાં સોનગઢ
સાહિત્યના વાંચનની શરૂઆત તેમણે કરેલી, તથા જામનગર મુમુક્ષુ મંડળના તેઓ પ્રમુખ હતા.
જામનગરને તેઓ છોટી કાશી કહેતા અને ત્યાં ભવ્ય જિનમંદિર બંધાય તે માટે તેમને ઘણો ઉત્સાહ ને
ભાવના હતી. શરીરમાં હાલવા ચાલવા વગેરેની અનેક તકલીફો હોવા છતાં સોનગઢ રહીને ઉલ્લાસ
પૂર્વક તેઓ સત્સમાગમનો લાભ લેતા હતા. ગુરુદેવના ઘણા પ્રવચનની નોંધ તેમણે કરેલી છે. તેમને
વાંચન–શ્રવણ ને ચર્ચાનો ઉત્સાહ હતો. સ્વર્ગવાસના ૩૬ કલાક પહેલાં (છેલ્લીવાર જેઠ વદ ૧૧ની
બપોરે) તેઓ ગુરુદેવના પ્રવચનમાં આવેલા ને તે પ્રવચનમાંથી કેટલાક સાર પણ તેમણે લખ્યો છે.
આગલી રાત્રે (એટલે સ્વર્ગવાસ અગાઉ ૮ કલાક પહેલાં) તો તેમણે એક કલાક સુધી આધ્યાત્મિક
ચર્ચા ઉત્સાહથી સાંભળી હતી. ને સવારમાં પાંચ વાગે એકાએક હૃદયરોગના હુમલાથી તેમનો
સ્વર્ગવાસ થઈ ગયો. તેઓ ભદ્ર હતા, ને ધર્માત્મા પ્રત્યે તેમની ભક્તિ તથા સાધર્મીઓ પ્રત્યે વાત્સલ્ય
પ્રશંસનીય હતા, આ લેખક પ્રત્યે પિતા જેવું વાત્સલ્ય રાખીને ધર્મ સાધનમાં ઉત્સાહિત કરતા.
સત્સમાગમનો વિશેષ લાભ લેવા તેમણે સ્વાધ્યાયમંદિરની બાજુમાં જ નવું મકાન બંધાવેલ, છેલ્લા
અઠવાડિયામાં તો તેમને તત્ત્વ સમજવા માટે વિશેષ જિજ્ઞાસા જાગી હતી. સત્ની જિજ્ઞાસાના સંસ્કાર
ચાલુ રાખીને અને તેમાં આગળ વધીને તેઓ શીઘ્ર આત્મકલ્યાણ સાધે એ જ ભાવના.