Atmadharma magazine - Ank 237
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 25

background image
શાંતિનાથ ભગવાન
શ્રુતપંચમીના રોજ ગુરુદેવની ઉપસ્થિતિમાં જેમની વેદી પ્રતિષ્ઠા થઈ
વિ વિ ધ સ મા ચા ર
પૂ. ગુરુદેવ જેઠ વદ ચોથના રોજ સોનગઢ પધારતાં ભક્તજનોએ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું,
ત્યાર પહેલાં પાવાગીર–ઉન સિદ્ધક્ષેત્રની યાત્રા (જેઠ સુદ) ૧પ ના રોજ કરી હતી; પાવાગીરમાં
સુવર્ણભદ્રાદિ ચાર મુનિવરો સિદ્ધિ પામ્યા છે, તથા મંદિરના ભોંયરામાં ત્રણ વિશાળ જિનબિંબો છે.
યાત્રા દરમિયાન ગુરુદેવે ભાવભીની મુનિભક્તિ કરાવી હતી. આ સિદ્ધિક્ષેત્રમાં આખો દિવસ રહ્યા હતા.
બીજે દિવસે બડવાની સિદ્ધિધામની યાત્રા કરી હતી. ત્યાં ઈદ્રજીત, કુંભકર્ણ વગેરે કરોડો મૂનિઓનું
સિદ્ધિધામ તથા કુંદકુંદાચાર્યદેવની હાથ જોડેલી ખડગાસન પ્રતિમા છે, તેમજ બાવનગથા–૮૪ ફૂટ ઊંચા
આદિનાથ પ્રભુના પ્રતિમા પર્વતમાં કોતરેલા છે. અહીં પણ ઉત્સાહથી પૂજન ભક્તિ થયા હતા, ને
આખો દિવસ રહ્યા હતા. બીજે દિવસે નૌકાથી નર્મદા નદી ઓળંગીને સૌરાષ્ટ્ર તરફ પ્રસ્થાન કર્યું હતું...
ને જેઠ વદ ચોથે સોનગઢ પધાર્યા હતા.
સવારના પ્ર્રવચનમાં પ્રવચનસાર વંચાય છે, તેમાં જ્ઞાનસ્વભાવનો અચિંત્ય મહિમા સાંભળતા
જિજ્ઞાસુઓને ઉલ્લાસ આવે છે. બપોરે સમયસરના ૧૪મી વખતના પ્રવચનોમાં અધ્યાત્મરસ ઘોલન
ચાલી રહ્યું છે. રાત્રિ ચર્ચાના સમયે શ્રી ષડખંડાગમમાંથી ગુરુદેવે નિશાની કરેલા મહત્વના ભાગોનું
વાંચન અથવા તો સમયસાર કલશ ટીકાના નવીન હિંદી ભાષાંતરનું વાંચન ચાલે છે.