અષાડ: ર૪૮૯ : ૩:
____________________________________________________________________________
મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનોમાંથી
મોક્ષમાર્ગ પ્રકાશકમાં પં. શ્રી ટોડરમલ્લજીએ અનેક પ્રકારે
તત્ત્વોની છણાવટ કરી છે; પૂ. ગુરુદેવને આ ગ્રંથ ઘણો પ્રિય છે; સમ્યક્ત્વ
સંબંધી પ્રવૃત્તિમાં જીવ કેવી ભૂલ કરે છે– એ વગેરે સંબંધી સ્પષ્ટીકરણ
અહીં આપ્યું છે.
(લે: બ્ર. હરિલાલ જૈન)
અજ્ઞાની પોતાને શુદ્ધસિદ્ધસમાન ચિંતવવા ઈચ્છે છે તેમાં તેની શું ભૂલ છે?
પર્યાયને દ્રવ્ય સાથે ભેળવીને શુદ્ધતા પ્રગટ કર્યા વગર, એકલા દ્રવ્યની શુદ્ધતાનું ચિંતન તે તો
વિકલ્પ માત્ર જ છે, ‘હું શુદ્ધ છું’ – એવો વિકલ્પ કર્યા કરે તેથી કાંઈ શુદ્ધતાનો અનુભવ થાય નહિ;
અજ્ઞાની તે વિકલ્પને જ શુદ્ધતાનો અનુભવ માની લ્યે છે, તે તેનીય ભૂલ છે. વળી પર્યાયમાં શુદ્ધતા કે
અશુદ્ધતા કઈ રીતે છે તેને જાણ્યા વગર આત્માનું સાચું સ્વરૂપ ચિંતનમાં આવે જ નહિ. દ્રવ્યસન્મુખ થતાં
પર્યાયમાં શુદ્ધતા પ્રગટે તેનું નામ શુદ્ધતા છે. પર્યાયમાં મિથ્યાત્વ હોય અને કહે કે ‘હું શુદ્ધસિદ્ધસમાન
આત્માને ચિંતવું છું’ – તો તેની એ વાત કલ્પનામાત્ર જ છે. શુદ્ધઆત્માનું ચિંતન કરે અને પર્યાયમાં શુદ્ધતા
ન હોવા છતાં શુદ્ધતા માની લેવી– તે તો મિથ્યાત્વ જ છે. પર્યાયમાં શુદ્ધતા થયા વગર જ દ્રવ્યની શુદ્ધતાનો
સ્વીકાર કે અનુભવ કરી રીતે કર્યો? માટે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ્યા વગર શુદ્ધઆત્માનું ચિંતન યથાર્થ હોતું
નથી. એકલી શક્તિ કાંઈ વેદનરૂપ નથી, વેદનરૂપ તો વર્તમાન પર્યાય છે.
શાસ્ત્રમાં તો શુદ્ધઆત્માના ચિંતનનો ઉપદેશ આપ્યો છે?
સ્વભાવ સન્મુખ થતાં પર્યાય પણ નિર્મળ થઈને તેમાં ભળી ગઈ, એ રીતે શુદ્ધપર્યાય સહિતના
દ્રવ્યને શુદ્ધઆત્મા કહ્યો છે. નિર્મળ અનુભૂતિ પ્રગટી ત્યારે શુદ્ધઆત્માનો અનુભવ કહ્યો. પર્યાયમાં
એકલી અશુદ્ધતા હોય અને કહે કે અમે શુદ્ધઆત્માનું ચિંતવન કરીએ છીએ, – તો તે ભ્રમ છે; પર્યાયમાં
શુદ્ધતા પ્રગટ્યા વગર શુદ્ધાત્માનું ચિંતન હોઈ શકે નહિ. પૂર્ણશક્તિથી ભરેલો જે શુદ્ધ કારણપરમાત્મા,
તેનું ધ્યાન કરતાં પર્યાયમાં શુદ્ધકાર્ય (સમ્યગ્દર્શનાદિ) ન પ્રગટે એમ બને નહિ. પર્યાયમાં શુદ્ધતા પ્રગટી
ન હોય ને માની લ્યે કે શુદ્ધતા થઈ ગઈ, અશુદ્ધતા છે જ નહિ, – તો તે જીવ ભ્રમણામાં છે, તેનું
શુદ્ધાત્માનું ચિંતન તે