ATMADHARMA Reg. NO G. 82
સં... પે... ત... રૂં
શ્રાવણ માસ આવ્યો.... ને અમદાવાદથી છોટુભાઈ સોનગઢ જવા નીકળ્યા.... ગાડી ઉપડવાને
થોડીવાર હતી ત્યાં અચાનક બાલુભાઈ ઝડપથી સ્ટેશન પર આવી પહોંચ્યા.... તેમને જોતાં જ
છોટુભાઈએ પૂછયું: કેમ બાલુભઈ! આમ એકાએક સ્ટેશન આવવું પડ્યું?
બાલુભાઈ કહે: ભઈ, મને હમણાં ખબર પડી કે તમે સોનગઢ જાવ છો, એટલે એક અગત્યનું
સંપેતરૂં દેવા આવ્યો છું.
છોટુભાઈ કહે: પણ તમારા હાથમાં તો કાંઈ પોટલું બોટલું દેખાતું નથી....
બાલુભાઈએ ખીસામાંથી ચાર રૂપિયા કાઢીને આપતાં કહ્યું કે લ્યો, આ સંપેતરૂં મહત્ત્વનું હોવા
છતાં તમને ભાર થાય તેવું નથી હોં.
તો એનું શું કરવાનું છે?
ત્યાં જઈને આત્મધર્મના લવાજમમાં ભરી દેવાના છે.
પણ આમાં એટલું બધું અગત્યનું સંપેતરૂં શું છે કે તમે તે માટે ઠેઠ સ્ટેશને ધક્કો ખાધો?
‘આત્મધર્મ’ ના વાંચનનો મને એવો રસ છે કે તે જરાપણ મોડું મળે તો મને ગમે નહિ એટલે
તરત હું તેનું લવાજમ વેલાસર મોકલી દઉં છું, ને તેને હું એક મહત્ત્વનું કાર્ય ગણું છું.
પણ લવાજમ ન મોકલો તોય વી. પી. તો આવી જ જાત! –તે છોડાવી લેવું’ તું!
અરે ભઈ, આત્મધર્મ વી. પી. થી આપણે ઘેર આવે તેના કરતાં આપણે સામેથી બહુમાનપૂર્વક
તે મંગાવીએ–તેને હું વધુ ઉચિત સમજું છું, વળી દીપાવલી જેવા પ્રસંગના અંકો દીપાવલીના પ્રસંગે જ
મળે ને એ રીતે દીપાવલી તથા નૂતનવર્ષની શરૂઆત ગુરુદેવના મંગલ સન્દેશ તથા મંગલ
આશીર્વાદપૂર્વક થાય–એના જેવું ઉત્તમ શું? ને વી. પી. દ્વારા એ વસ્તુ બની શક્તી નથી–માટે આપણે
પહેલેથી જ યાદ કરીને આપણા કોઈપણ સાધર્મી સોનગઢ જતા હોય તેમની સાથે બહુમાનપૂર્વક
આત્મધર્મના લવાજમનું સંપેતરૂં મોકલી આપવું જોઈએ. વળી ‘આત્મધર્મ’ આપણું પોતાનું જ છે એમ
સમજીને તેની વ્યવસ્થામાં જેટલો સહકાર આપી શકાય તેટલો આપવો જોઈએ. આ કારણે હું આપને
આ મહત્ત્વનું સંપેતરૂં આપવા આવ્યો છું.
છોટુભાઈએ હોંશથી તે સંપેતરૂં લઈ લીધું ને સોનગઢ જતાવેંત તે લવાજમ ભરી દીધું એટલું જ
નહિ પણ પોતાના ગામના બીજા સંબંધીઓનું લવાજમ પણ તેમણે ભરી દીધું, ઘણા નવા નામો પણ
લખાવ્યા.
સારો સથવારો મળે તો આપ પણ સંપેતરૂં મોકલવાનું ભૂલશો નહિ.