ભાદરવો: ૨૪૮૯ : ૩ :
બહેનોની પવિત્રતા, અનુભવ, સંસ્કાર, વૈરાગ્ય, તેમજ દેવગુરુધર્મ પ્રત્યેની અપાર ભક્તિ અને
અર્પણતા, વિનય અને વાત્સલ્ય વગેરેનું વિગતવાર વર્ણન અહીં થઈ શકે તેમ નથી. તેઓ શ્રીની
છત્રછાયાને લીધે જ નાની વયના બહેનો માતાપિતાને છોડીને આવી હિંમત કરી શક્્યા છે. આ
બહેનોના જીવનમાં પૂ. બેનશ્રીબેન અપાર વાત્સલ્યપૂર્વક નિરંતર જ્ઞાનવૈરાગ્યનું સીંચન કરે છે. આ રીતે
જીવનમાં પૂ. બેનશ્રી–બેનનો પણ મહાન ઉપકાર છે. તેઓશ્રીનું આદર્શજીવન સહેજે સહેજે
જ્ઞાનવૈરાગ્યની પ્રેરણા આપે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેનારા આ બહેનોએ અનેક વર્ષો સુધી પરમપૂજ્ય ગુરુદેવના ઉપદેશના શ્રવણ
ઉપરાંત અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. દર્શન –પૂજનાદિ કાર્યક્રમો તો તેમને માટે સહજ છે.
રાત્રિભોજન ત્યાગ વગેરે યોગ્ય આચારોનું પણ તેઓ પાલન કરે છે. બ્રહ્મચર્યજીવન ગાળવાનો નિર્ણય
સૌએ પોતાના દ્રઢ વિચારબળથી કર્યો છે. આ બધા સાધર્મી બહેનો પ્રત્યે હાર્દિક અભિનંદનપૂર્વક,
સંતોની છાયામાં આત્મપ્રયત્નપૂર્વક સૌ પોતાના ધ્યેયને શીઘ્ર પ્રાપ્ત કરીએ... એવી ભાવના ભાવીએ
છીએ.
× × × ×
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞાની વિધિ બાદ વિદ્વાન વડીલ બંધુશ્રી હિંમતલાલભાઈએ સંઘ તરફથી બહેનોને
અભિનંદન આપતું ભાવભીનું ભાષણ કર્યું હતું–જે આ અંકમાં અક્ષરશ: આપવામાં આવ્યું છે. ભાષણ
બાદ બ્રહ્મચારી બહેનોના વડીલો તરફથી તેમજ બીજા અનેક મુમુક્ષુઓ તરફથી આ પ્રસંગ નિમિત્તે
અનેક રકમો જાહેર કરવામાં આવી હતી... આ ઉપરાંત બીજી વિવિધ વસ્તુઓની પણ જાહેરાત કરવામાં
આવી હતી. શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તફરથી દરેક બ્ર. બહેનોને અભિનંદનપૂર્વક એકેક સાડલો
તથા ચાંદીનો ગ્લાસ ભેટ આપવામાં આવ્યો હતો. અંતમાં ૮ બ્રહ્મચારી બહેનો તરફથી શ્રીફળની
લાણીપૂર્વક આ પ્રસંગ પૂર્ણ થયો હતો.
આજે પૂ. ગુરુદેવનું આહારદાન બ્ર. બહેનો તરફથી ગોગીદેવી આશ્રમના સ્વધ્યાયભવનમાં થયું
હતું. આ ઉપરાંત જુદાજુદા બ્રહ્મચારી બહેનોના વડીલો તરફથી ચાર દિવસ સુધી સંઘ જમણ થયું હતું.
બહારગામથી શુભેચ્છાના અનેક સંદેશાઓ પણ આવ્યા હતા. ‘આત્મધર્મ’ પણ તેમાં સૂર પૂરાવીને
બ્રહ્મચારી બહેનોના જીવનધ્યેયની સફળતા ઈચ્છે છે.
બ્ર. હરિલાલ જૈન
સુ... ન્દ... ર... વ... સ્તુ
પરમ સુખદાયી સિદ્ધપદકે લાભ કે લિયે ભવ્ય જીવકા પરમ
કર્તવ્ય હૈ કિ વહ સમ્યગ્દર્શનકો પ્રાપ્ત કરકે આત્માકા અનુભવ કરતા
ચલા જાવે. જિતના જિતના આત્માનન્દકા સાધન હૈ વહ વિકારોંકો
હટાનેવાલા હૈ, કષાયોંકો મિટાનેવાલા હૈ, વહી કર્મોકી નિર્જરા કરનેવાલા
હૈ વ વહી મોક્ષનગરમેં પહૂંચાનેવાલા હૈ. આત્માનુભવ હી યથાર્થ
મોક્ષમાર્ગ હૈ વ જિનધર્મ હૈ, આત્માકો છોડકર ઔર કોઈ સુન્દર વસ્તુ
નહીં હૈ. (‘અષ્ટપ્રવચન’ માંથી)