Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 61

background image
: ૪ : આત્મધર્મ: ૨૩૯
બ્રહ્મચર્યઅંક (૧) અને (૨) માંથી કેટલાક અવતરણો
* અરે જીવ! બાહ્યવિષયો તો મૃગજળ જેવા છે, તેમાં ક્યાંય તારી શાંતિનું ઝરણું નથી... એમ
સમજીને હવે તો તેનાથી પાછો વળ... ને ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખ થા. ચૈતન્યસન્મુખ થતાં શાંતિના
ઝરણામાં તારો આત્મા તૃપ્ત–તૃપ્ત થઈ જશે.
* હે પરમકૃપાળુ ગુરુદેવ! અધ્યાત્મરસની ખુમારીથી ને બ્રહ્મચર્યના રંગથી આપનું જીવન
રંગાયેલું છે... તેથી, આપની મહા પ્રતાપી છાયામાં નિરંતર વસતા... ને આપશ્રીના પાવન
ઉપદેશનું પાન કરતા આપના નાના નાના બાળક–બાળિકાઓ પણ બ્રહ્મજીવન પ્રાપ્ત કરે તેમાં શું
આશ્ચર્ય છે!
* પૂ. ગુરુદેવે વૈરાગ્યપૂર્વક કહ્યું: આ શરીર તો ધૂળનું ઢીંગલું છે, તેમાં ક્યાંય આત્માનું સુખ
નથી; તેના ઉપરથી દ્રષ્ટિ હઠાવીને, ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં અંદરથી શાંતિનું એક ઝરણું આવે છે.
જીવ જે શાંતિ લેવા માગે છે તે કોઈ સંયોગમાંથી નથી આવતી, પણ પોતાના સ્વભાવમાંથી જ આવે
છે.
* ગુરુદેવે કહ્યું: આ પ્રસંગતો ખરેખર આ બે બેનોને આભારી છે... આ બેનોનાં આત્મા
અલૌકિક છે... આ કાળે આ બેનો પાક્યા તે મંડળની બેનુંના મહાભાગ્ય છે... જેનાં ભાગ્ય હશે તે
તેમનો લાભ લેશે.
* “निसंदेह आज यह भौतिकताके उपर आध्यात्मिकताकी विजय है (પં. નાથુલાલજી,
ઈન્દોર)
* આ સમ્યગ્દર્શનની વાત અપૂર્વ મંગલકારી છે. બરાબર લક્ષ રાખીને સમજવા જેવી છે...
જો આત્માનું લક્ષ રાખીને અંતરમાં આ વાત સમજે તો અનંતકાળે નહિ મળેલો એવો અપૂર્વ
સમ્યગ્દર્શનનો લાભ થાય. આ વાત સંભાળવા મળવી પણ મોંઘી છે, ને સમજવામાં સ્વભાવનો
અપૂર્વ પુરુષાર્થ છે.
* હે જીવ! તું પહેલાં આ વાતનો નિર્ણય કર કે આત્માના સ્વભાવ સિવાય બહારના કોઈ
વિષયોમાં સુખ નથી, આત્મસ્વરૂપમાં અંતર્મુખ થયે જ સુખ છે. આમ નક્કી કરીને બાહ્ય વિષયોમાંથી
સુખબુદ્ધિ છોડ ને અંત અંતમુર્ખ ચૈતન્યના આનંદને અનુભવવાનો ઉદ્યમ કર... આનંદનું પૂર તારા
આત્મામાં વહે છે.
* સાચું બ્રહ્મજીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે કે, અતીન્દ્રિય આનંદથી
ભરપૂર અને સર્વે પરવિષયોથી ખાલી એવા પોતાના આત્મસ્વભાવની રુચિ કરવી... તેનું લક્ષ કરવું...
તેનો અનુભવ કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો.
પૂ. ગુરુદેવના બપોરના પ્રવચનમાં હાલમાં સ્વયંભૂ–સ્તોત્ર વંચાય છે. સમન્તભદ્રસ્વામી
જેવા ધૂરંધર આચાર્યદ્વારા રચાયેલી ૨૪ તીર્થંકર ભગવંતોની સ્તુતિ ઉપરના આધ્યાત્મસઝરતાં
ભક્તિભર્યા પ્રવચનો શ્રોતાજનોને આનંદિત કરે છે. બીજા એક હર્ષદાયક સમાચાર એ છે કે
મુંબઈની માફક રાજકોટ શહેરમાં પણ સુંદર સમવસરણ (તેમજ માનસ્તંભ) બનાવવાનો વિચાર
ત્યાંના શ્રી સંઘે કર્યો છે.