Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : પ :
બ્રહ્મચર્યજીવનની
ભૂમિકા
કેવી હોય?
સોનગઢમાં ભાદરવા સુદ એકમના રોજ આઠ
કુમારિકા બહેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી તે પ્રસંગે તેમને
અભિનંદનરૂપે વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે જે
ભાવભીનું વૈરાગ્યપ્રેરક ભાષણ કરેલ તે અહીં અક્ષરશ:
આપવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મચર્યજીવનની યથાર્થ
ભૂમિકા કેવી હોય–તેનું તેમણે સુંદર વર્ણન કર્યું છે;
આત્મતત્ત્વને પામવાની ગડમથલ કરતાં, એની ઝંખના
કરતાં, એનું મંથન કરતાં આવા બ્રહ્મચર્યાદિના
જાતજાતના શુભ ભાવો જીવને સહેજે આવી જાય છે. –
એટલે મુખ્યતા છે આત્મતત્ત્વને પામવાની પ્રયત્નની.
વિશેષ તો તેઓશ્રીનું ભાષણ જ બોલશે..
આજનો પ્રસંગ મહા શુભ પ્રસંગ છે. આ કળિકાળની અંદર જૈન તેમજ જૈનોતરોમાં આવા
અસ્તિધારાવ્રત લેવાના પ્રસંગો ઘણા લાંબા કાળથી ભાગ્યે જ બન્યા હશે. આજે આઠ કુમારિકા
બહેનો કે જેઓ ઉચ્ચ કેવળણી પામેલ ને સાધનસંપન્ન છે તેઓ આજીવન બ્રહ્મચર્ય જેવું મહાન
મેરુસમ–મેરુ તોળવા જેવું દુર્ઘટ–વ્રત અંગીકાર કરે છે, અને કુલ તો ૩૭–૩૭ કુમારિકા બહેનોએ
ગુરુદેવ પાસે બ્રહ્મચર્ય ગ્રહણ કરી સત્સંગને અર્થે પોતાનું જીવન ન્યોચ્છાવર કર્યું છે. આવા પ્રસંગો
પરમપૂજ્ય ગુરુદેવની સ્વાનુભવઝરતી વાણીના પ્રતાપથી બન્યા કરે છે. ‘આત્મા એક અમર તત્ત્વ
છે અને દેહ ક્ષણિક છે; અમરતત્ત્વની ઓળખાણ એ જ આ મનુષ્યભવમાં કર્તવ્ય છે, નહિ તો આ
જીવનની એક ફૂટી બદામની પણ કિંમત નથી’ – એવા સ્વાનુભવઝરતા ઉપદેશના પ્રતાપે આવી
આજીવન– બ્રહ્મચર્ય જેવી અશક્્ય–અસંભવિત જેવી વાતોને નાની નાની બાળાઓ પણ શક્્ય કરી
બતાવે છે. આ દુર્લભ મનુષ્યભવ વિષયોની અંદર રમવામાં જ ગાળવામાં આવે તો એ રાખને
માટે રતનને બાળવા જેવું છે એમ શ્રી કાર્તિકેયસ્વામીએ કહ્યું છે, અને પૂજ્ય ગુરુદેવ આપણને
અનેકવાર કહે છે. અનાજની અંદર રાખ નાખવા માટે રાખ જોઈતી હોય ને તેને માટે રતનનો ઢગ
કોઈ બાળે, –એના કરતાં અનંતગુણો મૂર્ખ એ મનુષ્ય છે કે વિષયોમાં રમવા માટે આ મનુષ્યભવ–
સત્સંગને અધિષ્ઠિત એવો આ