Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 61

background image
: ૬ : આત્મધર્મ: ૨૩૯
મનુષ્યભવ–એળે ગુમાવે છે. ગુરુદેવના આવા પુરુષાર્થપ્રેરક ઉપદેશને પામીને આ બહેનોએ મહાન
દુર્ઘટ વાતને પણ સુગમ બનાવી છે.
પૂ. ગુરુદેવના ઉપદેશના પ્રતાપે આ કાળમાં ઘણા ઘણા પ્રકારે પ્રભાવના થઈ છે;
આત્મતત્ત્વને ઓળખો, અંદર જ્ઞાનમૂર્તિ ભગવાન છે–એને ઓળખ્યા વિના બધા કાર્યો નિષ્ફળ
જાય છે,’ –
એવા ગુરુદેવના પાવન ઉપદેશને અનુસરીને, એવા આત્મતત્ત્વને પામવાની ગડમથલ
અંતરમાં કરતાં, એની ઝંખના કરતાં, એનું મંથન કરતાં જાતજાતના શુભભાવો સહજપણે,
કષ્ટદાયક જુદો પ્રયત્ન કર્યા વિના, આપોઆપ જીવને આવી જાય છે. આખા ભારતવર્ષની અંદર
અનેક અનેક જીવો અનેક ગામોની અંદર સ્વાધ્યાય, વાંચન, મનન, તત્ત્વજ્ઞાનનો વિચાર, મંથન,
આત્મસ્વરૂપ ઓળખવાની ઝંખના–એવા ઊંચા પ્રકારના શુભભાવો કરતા ગુરુદેવના પરમ પ્રતાપે
થયા છે. વળી અંદર સર્વજ્ઞસ્વભાવી તત્ત્વ પડ્યું છે–એ જ્યાંસુધી ઓળખાતું નથી ત્યાંસુધી, જેમણે
સર્વજ્ઞપદ પ્રાપ્ત કર્યું છે એવા અર્હંતો અને સિદ્ધો પ્રત્યે જીવને ભક્તિના ભાવ વહે છે; એવો
ભક્તિનો પ્રવાહ–એવા શુભભાવો પણ ગુરુદેવના અધ્યાત્મ–ઉપદેશના પ્રતાપે ધોધમાર નદીની જેમ
વહ્યા છે. લોભ પણ અનેક જીવોના મોળા પડ્યા છે; તન, ધન, યૌવન, સ્ત્રી, પુત્ર એ બધું
વિદ્યુતના જેવું ચંચળ છે એમ લાગવાથી, એક આત્મા જ અમરતત્ત્વ છે એવું ઘૂંટણ રહેવાથી, અંદર
લોભ મોળો પડે છે, માયા મોળી પડે છે, સમતાના ભાવ ખીલે છે; એ રીતે જીવોને લોભની મદતા
થતાં ઠેકઠેકાણે સર્વજ્ઞ ભગવાનના મંદિરો પણ થયા છે. આ રીતે અનેક જીવોને પોતાની
યોગ્યતાનુસાર આત્મતત્ત્વને પામવાની ધગશમાં, એમાં પડતાં–આખડતાં, –એની ગડમથલ
સેવતાંસેવતાં, પોતાની યોગ્યતાનુસાર અનેક સદ્ગુણો ઉદ્ભવ પામ્યા છે. એવા એક પ્રકારનો આ
બ્રહ્મચર્યનો સદ્ગુણ પણ જીવને ઉદ્ભવ થાય છે; તે જીવોને વૈરાગ્ય થાય છે કે ‘ધિક્કાર છે આ
આત્માને કે જે વિષયોની અંદર રમીને પ્રાપ્ત–સત્સંગનો પણ લાભ લઈ શકતો નથી. એ જો નહિ લે
તો અનંત ભવસાગરની અંદર ગળકાં ખાતાં ખાતાં મહાભાગ્યથી આ હાથમાં આવેલું નૌકાનું
લાકડું છૂટી જશે, અને જીવને પશ્ચાત્તાપનો પાર નહિ રહે, –એમ વૈરાગ્યભાવના સેવતાં જીવોને
બ્રહ્મચર્ય સહજપણે આવે છે. (સહજપણે એટલે આત્મસ્વરૂપની ઓળખાણપૂર્વક–એવા અર્થમાં
નહિ, પરંતુ કષ્ટયુક્તપણે નહિ, પરાણે નહિ, “ આ રીતે કષ્ટ સહન કર્યા વિના આપણને મોક્ષ નહિ
પ્રાપ્ત થાય માટે કષ્ટ સહન કરીએ,” એવા ભાવથી નહિ, પરંતુ આત્મસ્વરૂપની પ્રાપ્તિની ગડમથલ
કરતાં કરતાં સુગમપણે.
–આમ તો આ બહેનો જાણે છે કે આત્મઅનુભવ પહેલાંની બ્રહ્મચર્યપ્રતિજ્ઞા તે માત્ર
શુભભાવ જ છે, અને એ શુભભાવ એ મુક્તિનો પ્રયત્ન નથી, એ મુક્તિનો પુરુષાર્થ નથી.
મુક્તિનો પુરુષાર્થ તો આત્મસ્વભાવની ઓળખાણ થતાં પ્રગટ થાય છે; આત્મતત્ત્વ–ચિંતામણિની
ઓળખાણ જ્યારે થાય ત્યારે એની પહેલૂરૂપે દર્શન–જ્ઞાન–ચારિત્ર આદિ મોક્ષમાર્ગની પર્યાયો પ્રગટ
થાય છે, ત્યારપહેલાં નહી. બીજા અન્ય માર્ગ પ્રરૂપનારાજીવો તો, એમ કહે છે કે જો એકવાર
બ્રહ્મચર્ય કષ્ટે કરીને પણ સહન કરો તો મોક્ષ જરૂર મળશે. –એવું માનનારામાં પણ, એવા માર્ગમાં
પણ, એ બ્રહ્મચર્ય પાળનારા અત્યંત અલ્પ નીકળે છે; ગુરુદેવકથિત