Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 61

background image
આત્મધર્મ: ૨૩૯ : ૬:
સ્વાનુભૂત અમરતત્ત્વની વાત એવી અદ્ભુત છે કે શ્રોતાઓને એ સોંસરી ઊતરી જાય છે,
શુદ્ધિના પુરુષાર્થમાં એ પડે છે, અને શુદ્ધિના પુરુષાર્થની અંદર પડતાં શુભ ભાવો પ્રગટ થાય છે.
આ રીતે પ્રગટ થયેલો શુભભાવ એ આ બહેનોએ અંગીકાર કરેલું બ્રહ્મચર્ય છે. એ રીતે, શુદ્ધિના
પુરુષાર્થના પ્રયત્નની ગડમથલ કરતાં, એની પાછળ પ્રયત્ન કરતાં કરતાં આ બહેનોને આ
શુભભાવ આવેલો છે.
કોઈ ક્ષણિક વૈરાગ્યની અંદર, કોઈના ઉપદેશની તાત્કાલિક અસરની અંદર, અથવા
સ્વતંત્ર રહેવાની ધૂનની અંદર લેવાયેલું બ્રહ્મચર્ય એ જુદી વાત છે, અને વર્ષોના સત્સંગ, વર્ષોના
અભ્યાસ પછી, એક આત્મહિતના નિમિત્તે, પૂજ્ય ગુરુદેવની સુધાસ્યંદિની વાણીના નિરંતર
સેવનના અર્થે, એ સુધાપાન પાસે બીજા સાંસારિક, કથનમાત્ર, કલ્પિત સુખો તો અત્યંત ગૌણ
થઈ જવાથી, અને પરમપૂજ્ય બેનશ્રીબેન (ચંપાબેન–શાન્તાબેન) ની શીતળ છાયામાં રહીને
કલ્યાણ કરવાની ભાવનાથી લેવાયેલું આ બ્રહ્મચર્ય–એ તદ્ન જુદી વાત છે. સામાન્ય રીતે પહેલા
પ્રકારનું બ્રહ્મચર્ય પણ જગતમાં અત્યંત અલ્પ–નહિવત જેવું–હોય છે, તો આ પ્રકારનું બ્રહ્મચર્ય
તો ખૂબ પ્રશંસનીયપણાને પામે છે.
ધન્ય છે તે કાળ કે જ્યારે તીર્થંકર ભગવંતો વિચરતા હતા અને સહજ મુનિદશાનું નિરુપણ
કરતા હતા, એ સાંભળીને–
त्यजाम्येतत् सर्वें ननु नवकषायात्मकमहं, मुदा संसारस्त्रीजनितसुख दुःखावलिकरं।
महामोहान्धानां सतत सुलभं दुर्लभतरं समाधौनिष्ठानां अनवरतमानन्दमनसाम्।।

–એમ કરીને રાજપુત્રો ચાલી નીકળતા ને ભાવમુનિપણે વિચારતા. ‘મહા મોહના અંધા
પ્રાણીઓને અબ્રહ્મચર્ય સુલભ છે, અમને અબ્રહ્મચર્ય દુર્લભ છે; અબ્રહ્મચર્ય એ અમને મેરુ તોળવા જેવું
લાગે છે, અબ્રહ્મચર્ય એ અમને અગ્નિની શિખા ગળવા જેવું લાગે છે, અબ્રહ્મચર્ય એ અસિધારા પર
ચાલવા જેવુ દુર્ઘટ લાગે છે’ અને બ્રહ્મચર્યમાં રહેવું એ સહજ લાગે છે, એ અમૃતના પાન જેવું લાગે છે,
અમૃતસરોવરની અંદર સ્નાન જેવું લાગે છે, એ અમારું પોતાનું લાગે છે, બીજું બધું પારકું લાગે છે. –
એવા ભાવથી રાજપાટ છોડી રાજાઓ જ્યારે ચાલ્યા જતા, અને નિરંતર બ્રહ્મનિષ્ઠ રહીને હંમેશા
સુધાપાન કરતા, એ કાળ તો ધન્ય હશે. ધન્ય છે એ કાળ કે જ્યારે આવી મુનિદશાનાં દર્શન થતાં હશે.
આ કાળે તો એવી મુનિદશાનું નિરૂપણ કરનાર પણ બહુ અલ્પ છે. મુનિદશા પણ જાણે કષ્ટસાધ્ય હોય–
એવું નિરૂપણ જૈનદર્શનમાં પણ વ્યાપક થઈ ગયું છે, જૈનદર્શન જાણે એક થોથાં જેવી ક્રિયામાં સમાતું
હોય, ક્રિયાઓથી જ મોક્ષપ્રાપ્તિ થતી હોય, –એવું જૈનદર્શનનું વિકૃત સ્વરૂપ અપાઈ ગયું છે. –એવાઆ
કાળમાં પૂ. ગુરુદેવે સ્વાનુભવ કરીને, “આત્મા એ જ્ઞાનાનંદમૂર્તિ પદાર્થ છે અને એનો પ્રયત્ન એ
જ્ઞાનાનંદમૂર્તિના દર્શન થતાં સહજભાવે પ્રગટે છે, જ્યાં અબ્રહ્મચર્ય અત્યંત કષ્ટપ્રદ લાગે છે અને
બ્રહ્મચર્ય સુખદ લાગે છે, કષ્ટસાધ્ય મોક્ષમાર્ગ નથી પણ સહજાનંદમય છે” –એવું નિરૂપણ કર્યું, –અને
એને લઈને