Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 61

background image
: ૬: આત્મધર્મ: ૨૩૯
વીતરાગપ્રણીત સાચો મોક્ષમાર્ગ પ્રકાશિત થયો; અને વાંચન–મનન, તત્ત્વજ્ઞાન ભક્તિ, વૈરાગ્ય,
બ્રહ્મચર્ય આદિ શુભભાવોની અંદર પણ નવું તેજ પ્રગટ્યું.
આ કુમારિકા બહેનોએ બ્રહ્મચર્ય ગ્રહણ કરી સત્સંગને અર્થે બધું ન્યોચ્છાવર કરવાના જે
શુભ ભાવ પ્રગટાવ્યા છે તે અતિ પ્રશંસનીય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે –પ્રથમ તો સર્વ
સાધનને ગૌણ જાણી, મુમુક્ષુ જીવે એક સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે. એની
ઉપાસનામાં સર્વ સાધનો આવી જાય છે. જેને એ સાક્ષીભાવ પ્રગટ થયો છે કે આ જ સત્પુરુષ છે,
અને આ જ સત્સંગ છે, –એણે તો પોતાના દોષો કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે, ક્ષણેક્ષણે જોવા, જોઈને
તે પરિક્ષીણ કરવા, અને સત્સંગને પ્રતિબંધક જે કાંઈ હોય એને દેહત્યાગના જોખમે પણ છોડવું;
દેહત્યાગનો પ્રસંગ આવે તોપણ એ સત્સંગને ગૌણ કરવા યોગ્ય નથી. આવા મળેલા સત્સંગને
આપણે સર્વે પુરુષાર્થથી આરાધીએ. આ બહેનોએ સત્સંગને અર્થે સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની જે
ભાવના પ્રગટાવી છે તે આપણને પણ પુરુષાર્થપ્રેરક હો. નાના નાના પ્રસંગોમાં પણ સત્સંગને
આપણે આવરણ ન કરીએ, અને નાના કલ્પિત સુખોની અંદર આપણે અનંતભવનું દુઃખ
ટાળવાનો જે પ્રયત્ન એને ન ભૂલીએ. આજે આ બ્રહ્મચારી બહેનોએ જે અસિધારાવ્રત લીધું છે
તેનાથી તેમણે તેમના કુળને ઉજ્વળ કર્યું છે અને સારાય મુમુક્ષુમંડળનું તેમણે ગૌરવ વધાર્યું છે.
તેમને સર્વ મુમુક્ષુમંડળ તરફથી, આપણા બધા તરફથી, હૃદયનાં, વાત્સલ્યપૂર્ણ, ભાવભીનાં
અભિનંદન છે. તેમન બ્રહ્મચર્યજીવન દરમ્યાન સત્સંગનું માહાત્મ્ય તેમના અંતરમાં કદી મંદ ન હો
અને સત્સંગસેવન દરમ્યાન ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિનું ધ્યેય તેમના હૃદયમાં હંમેશા બની રહો એમ
આપણી સૌની અંતરની શુભેચ્છાઓ છે.
એ જ એક ચૈતન્યપદ છે કે જે પદ આસ્વાદયોગ્ય છે. અને એ પદના આસ્વાદનની ધૂનની
અંદર બીજા બધાં સાંસારિક ઝેરી આસ્વાદ–અમૃત જેવા ભલે મનાતા હોય તોપણ એ બધા ઝેરી
આસ્વાદોને–છોડવાની આપણને વૃત્તિ હો... અને જ્યાંસુધી એ પરમપદનો આસ્વાદ આપણને ન
આવે ત્યાંસુધી એ આસ્વાદ લેનારા સત્પુરુષોની નિરંતર ચરણરજની આપણને આરાધના હો–કે
જે આરાધનાના ફળરૂપે આપણે એ પરમપદને પામીએ, અને અનંતઅનંત કાળના ભવસાગરના
જે મહાદુઃખ તેને તરી જઈએ...
× × × ×
જરાક આ પણ વાંચશો:–
* પૃ. ૧૩ હેડીંગમાં આરાધના ને બદલે આરાધના છપાઈ ગયું છે.
* પૃ. ૨૩ (નં. ૪૨) માં સમયસારની પહેલી ગાથા છપાયેલ છે તેમાં કેટલીક અશુદ્ધિ રહી ગઈ
છે તે સમયસાર પ્રમાણે સુધારી લેવી.