: ૨૦ : આત્મધર્મ: ૨૪૦
જાણો છો.....?
* ભગવાન ઋષભદેવના મુખ્ય ગણધર
કોણ?
* ભગવાન ઋષભદેવના સમવસરણમાં
મુખ્ય આર્જિકા કોણ?
* ભગવાન ઋષભદેવના સમવસરણમાં
મુખ્ય શ્રાવકા કોણ?
* ભગવાન ઋષભદેવના સમવસરણમાં
મુખ્ય શ્રાવિકા કોણ?
(જવાબો આ અંકમાં અન્યત્ર આપેલ
છે.)
* ભગવાન મહાવીરના મુખ્ય ગણધર
કોણ?
* ભગવાન મહાવીરના સમવસરણમાં
મુખ્ય આર્જિકા કોણ?
* ભગવાન મહાવીરના સમવસરણમાં
મુખ્ય શ્રાવક કોણ?
* ભગવાન મહાવીરના સમવસરણમાં
મુખ્ય શ્રાવિકા કોણ? (જવાબો આ
અંકમાં અન્યત્ર આપ્યા છે.)
* અપરાજિત–વિમાનમાં બે મહાન જીવો
સાથે હતા, ત્યાંથી નીકળીને બંને જીવો
તીર્થંકર થયા, એક વિદેહમાં ને બીજા
ભરતમાં; એક જીવ કેવળજ્ઞાન પ્રગટાવીને
તીર્થંકર થઈ ગયા, ને બીજા
હજી ગૃહસ્થદશામાં હતા. વિદેહક્ષેત્રના તે તીર્થંકરના
સમવસરણમાં દિવ્યધ્વનિદ્વારા ભરતક્ષેત્રના તીર્થંકરની વાત
આવી હતી. –તો એ બંને મહાન જીવો કોણ? તે શોધી
કાઢો.
(ન જડે તો સોનગઢના જિનમંદિરમાં જડશે.
અથવા તો આત્મધર્મના આવતા અંકમાંથી શોધી લેજો.)
* ભારતના સૌથી મહાન શાશ્વત તીર્થરાજ શ્રી
સમ્મેદશિખરજી પર્વત ઉપર પચ્ચીસીટૂંકો છે; તે પચ્ચીસ
ટૂંકોના નામ–
(૧)જ્ઞાનધર ટૂંક (૧૦) લલિત (૧૯)
(૨) ગણધર (૧૧)
ઋષભદેવ (૨૦) મહાવીર
(૩) મિત્રધર (૧૨) વિદ્યુતવર (૨૧) પ્રભાસટૂંક
(૪) નાટક (૧૩) સ્વયંભૂ (૨૨) સુવીરટૂંક
(પ) સંબલ (૧૪) (૨૩) સિદ્ધવરકૂટ
(૬) સંકૂલ (૧પ) (૨૪) નેમિનાથ
(૭) સુપ્રભ (૧૬) આનંદ (૨પ) સુવર્ણભદ્ર
(૮) મોહન (૧૭)
(૯) નિર્જર (૧૮)
(આ પચ્ચીસ ટૂંકમાંથી કઈ ટૂંકેથી કોણમોક્ષ
પામ્યું? તે સંબંધી વિગત આવતા અંકમાં.)
વિ... વિ... ધ... સ... મા... ચા... ર...
સોનગઢમાં દસલક્ષણીયપર્યુષણપર્વ આનંદથી ઉજવાયા હતા. ભાદરવા સુદ પાંચમે ભગવાનની
રથયાત્રા નીકળી હતી. ભાદરવા સુદ દસમે સુગંધદસમીપર્વ ઊજવાયું હતું. વદ એકમે દસલક્ષણીયપર્વ
ની પૂર્ણતાનિમિત્તે ક્ષમાવણીપૂજન તથા જિનેન્દ્રદેવનો અભિષેક થયો હતો. પર્વદરમિયાન
પદ્મનંદીપચ્ચીસીમાંથી ઉત્તમક્ષમાદિ ધર્મોપર ટુંકું વિવેચર ગુરુદેવે પ્રવચનમાં કર્યું હતું. એ સિવાય
સમયસાર કર્તાકર્મ અધિકાર તથા પ્રવચનસારમાં ૧૯૨ થી ૨૦૦ સુધીની ગાથાઓ વંચાણી હતી. બીજા
પણ દરેક સ્થળે આનંદપૂર્વક દસલક્ષણીપર્વ ઊજવાયા હતા. ઘણા સ્થળેથી તે સંબંધી વિગતવાર
સમાચારો આવ્યા છે, તે બધાનો સાર અહીં આપવામાં આવ્યો છે. આ વખતે ઘણા ઠેકાણેથી
સોનગઢથી વાંચનકાર ભાઈને મોકલવાની માગણી આવી હતી, તેમાંથી મુંબઈ, અમદાવાદ, રાજકોટ,
ઉજ્જૈન, વિદિશા, આફ્રિકા, બિજોલિયાં (રાજસ્થાન),