Atmadharma magazine - Ank 240
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
આસો: ૨૪૮૯ : ર૧ :
ગ્વાલિઅર–લશકર, જબલપુર, દાહોદ, ખંડવા, સાગર, ઘાટકોપર, ઈન્દોર વગેરે સ્થળે સોનગઢ તરફથી
વાંચનકાર ભાઈઓ ગયેલા; તે દરેક ઠેકાણે વાંચન વગેરેના ભરચક કાર્યક્રમો રહ્યા હતા, અને વાંચનમાં
મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જનતાએ લાભ લીધો હતો. તથા દરેક સ્થળેથી પ્રસન્નતા વ્યક્ત કરતા પત્રો
આવ્યા હતા. કલકત્તા, જામનગર, વીંછીયા, તથા વઢવાણ વગેરથી પણ પર્વ આનંદપૂર્વક ઉજવાયાના
સમાચારો આવ્યા હતા.
કેટલાક વિશેષ સમાચારો નીચે મુજબ છે–
મુંબઈ–અહીં ભાઈશ્રી ચંદુલાલ જીવરાજના ધર્મપત્ની ચંપાબેન દસલક્ષણપર્વ દરમિયાન દસ
ઊપવાસ કર્યા હતા; તથા તેમના તરફથી છેલ્લે દિવસે દસલક્ષણમંડલવિધાન થયું હતું. સુગંધદસમીદિને
સમૂહરૂપે વાજતે ગાજતે બધા મંદિરોના દર્શને ગયા હતા. મંદિરને રોશની વગેરેથી શણગારવામાં આવ્યું
હતું. ભાદરવા વદ એકમે ૧૦૮ કળશોથી જિનેન્દ્ર ભગવાનનો અભિષેક થયો હતો; તથા ભવ્યરથયાત્રા
નીકળી હતી. સ્વામીવાત્સલ્યના જમણમાં ૩૨૦૦ ની સંખ્યા હતી. દસલક્ષણ દરમિયાન મુંબઈ મુમુક્ષુ
મંડળે એક ચાંદીનો સુંદર રથ બનાવવાની ભાવનાથી ફંડ શરૂ કરેલ; જુદા જુાદા ફંડમાં કુલ ૬૬, ૦૦૦
જેટલી રકમો નોંધાણી હતી. તે ઉપરાંત દાદરના જિનમંદિર અને સમવસરણ મંદિર સંબંધી લોનમાં
બીજા રૂા. ૧, ૩પ૦૦૦ નોંધાતાં તે લોનમાં કૂલ ખર્ચ (જમીન સાથે) પાંચલાખ રૂા. અંદાજવામાં આવ્યું
છે. મુંબઈ મુમુક્ષુમંડળના પ્રમુખ શ્રી મણિલાલભાઈ શેઠ છે. અને મંડળના બધા કાર્યકર્તાઓ તથા ભાઈ–
બહેનો ખૂબ ઉત્સાહી છે. મુંબઈનું મુમુક્ષુ મંડળ દિવસે દિવસે ખૂબજ વિકસી રહ્યું છે ને ભારત વ્યાપી
પ્રભાવનામાં મહત્વનો ફાળો આપી રહ્યું છે. આ મંડળ હજી પણ વધુ ને વધુ વિકસે એમ ઈચ્છીએ
છીએ.
ઈન્દોર:– દસલક્ષણ દરમિયાન અહીં સીમંધરાદિ વીસ વિદ્યમાન તીર્થંકરોનું મંડલવિધાન કરવામાં
આવ્યું હતું, –જે અહીં પહેલી જ વાર થતું હોવાથી નવીન હતું, પૂજનપ્રવચનના ભરચક કાર્યક્રમ રહેતા
હતા. પૂજનવિધાનમાં દોઢ બે હજાર માણસો ભાગ લેતા હતા. ભક્તિનાકાર્યક્રમોમાં પણ મંદિર બેસુમાર
ભીડથી ભરચક રહેતું. પ્રવચનમાં પણ ઘણી ભીડ રહેતી. લોકો કહેતા કે પર્યુષણપર્વમાં આવો ઉત્સાહ,
આવી ભીડ અને આવું મહાન જૂલૂસ અમે કદી જોયું નથી. રામાશાહ મંદિરેથી ભગવાનની રથયાત્રાનું
જુલૂસ નીકળેલ તેમાં આઠ–દસ હજાર માણસોએ અતિશય ભક્તિ ને ઉત્સાહથી ભાગ લીધોહતો.
ઈન્દોરશહેરમાં આવું ભવ્ય જુલૂસ ઘણા વર્ષોમાં નીકળ્‌યું નથી–એમ ત્યાંના સમાચાર જણાવે છે. જાણે
પંચકલ્યાણકનો મેળો હોય–એવો આનંદ ઈન્દોરની જનતાને આવ્યો હતો.
વીંછીયા:– દસલક્ષણમંડલવિધાન થયું હતું તથા “રાજીમતી”નો સંવાદ થયોહતો.
જામનગર:– અહીં પણ દસલક્ષણમંડલવિધાન, રથયાત્રા, અભિષેક વગેરે થયા હતા.
સાગર:– (મધ્ય ભારત) :– અહીં પ્રવચનમાં તત્ત્વાર્થસૂત્ર વગેરે વંચાતા હતા, જેમાં હજાર
જેટલા શ્રોતાજનો આવતાહતા. સિદ્ધચક્ર મંડલવિધાન થયું હતું.
જબલપુર:– અહીં પર્યુષણ પર્વ ભરચક કાર્યક્રમોથી ઉત્સાહપૂર્વક ઉજવાયા હતા. જબલપુરનો
વિશાળ જૈનસમાજ દર્શન–પૂજનમાં ઉત્સાહથી ભાગ લે છે, નેશાસ્ત્રસભામાં હજારો માણસો એકત્રિત
થતા હતા. સોનગઢનું તત્ત્વજ્ઞાન સાંભળીને તથા ભક્તિના કાર્યક્રમો દેખીને ઘણા લોકો પ્રભાવિત થયા
હતા; ને જબલપુરમાં એક નવીન સ્વાધ્યાય ભવન બનાવવાનો નિર્ણય કર્યો હતો, –જેને માટે ત્યાંના બે
મંદિરોના ટ્રસ્ટમાંથી પ૦ હજાર ૧ા. તથા બીજા રૂા. ૨૦ હજારનો ફાળો થયો છે. અહીં મુમુક્ષુ મંડળની
પણ સ્થાપના થઈ છે, તેમાં