: ૨૨ : આત્મધર્મ: ૨૪૦
લગભગ ૧૦૦ ભાઈ–બહેનો એકઠા થાય છે ને ભવિષ્યમાં તેની પ્રગતિ થશે. વિદિશા:– પ્રવચન, ચર્ચા
વગેરે ભરચક કાર્યક્રમોને લીધે આ વખતે ઘણી વિશેષતાથી પર્યુષણ ઊજવાયા.
ઘાટકોપર:– અહીંનું મુમુક્ષુ મંડળ પણ ઉત્સાહી છે. દસલક્ષણીપર્વ આનંદથી ઊજવાયા હતા.
નેમનાથ ભગવાનની રથયાત્રા નીકળી હતી. જેમાં હજાર ઉપરાંત માણસોએ ભાગ લીધો હતો.
‘અકલંક–નિકલંક’ નાટક પણ ભજવાયું હતું. ભાદરવા વદ એકમે ક્ષમાવરણીપર્વ તથા જિનેન્દ્રદેવનો
મહા અભિષેક થયો હતો. અને અહીંની સંસ્થા મુંબઈના મુમુક્ષુમંડળની સંસ્થા સાથે જોડાણ કરવા માગે
છે તે સંબંધી ઠરાવ કર્યો હતો. પર્વ દરમિયાન લગભગ રૂા. ૬પ૦૦–ની આવક થઈ હતી.
નાઈરોબી:– (આફ્રિકા) અહીં દૂર દેશમાં ભારતથી જિનેન્દ્રભગવાન પધાર્યા હોવાથી, મુમુક્ષુ
સમાજને ઘણો હર્ષ થયો છે ને દર્શન–પૂજન–અભિષેક–ભક્તિ વગેરે સહિત આનંદ પૂર્વક દસલક્ષણી
પર્યુષણ ઊજવાયા હતા.
ખૈરાગઢ:– (રાજસ્થાનમાં) ભાઈશ્રી દૂલીચંદજીના ધર્મપત્ની સૌ. શ્રી કંચનબેને આઠ ઉપવાસ
કરેલા; દસલક્ષણીપર્વ દરમિયાન ટેપરેકોર્ડિંગદ્વારા પ્રવચનો ચાલેલ, તેમજ પૂજન–ભક્તિ અને
ભગવાનની રથયાત્રા વગેરે કાર્યક્રમો ઊત્સાહથી ઉજવાયા હતા.
મદ્રાસમાં:– શ્રી ભાઈલાલભાઈના ધર્મપત્નીએ ૧૧ ઉપવાસ કરેલા, અને તેના ઉપલક્ષમાં રૂા.
૧૧૧૧) સોનગઢની જુદી જુદી સંસ્થાઓમાં ભાઈલાલભાઈ તરફથી મોકલવામાં આવ્યાહતા.
ઘણે સ્થળે ટેપરોકર્ડીંગદ્વારા પૂ. ગુરુદેવના પ્રવચનો સંભળાવવામાં આવતા હતા. આમ ઠેર ઠેર
આનંદોલ્લાસપૂર્વક પર્યુષણપર્વ ઉજવાયા હતા. ગુરુદેવના પ્રભાવથી ઠેરઠેર તત્ત્વજિજ્ઞાસુ જીવો વધતા
જાય છે.
મં... ગ... ળ ગી... ત
આજે સોનેરી મહામંગળ દિન ઊગ્યો રે... આવો રે સૌ ભક્તજનો મંગળ ગીત ગાઈએરે...
ગુરુરાજ મુખેથી અમૃતઆજે વરસ્યા રે... આવો સૌ ભક્તજનો ગુરુવાણી સૂણીએ રે...
મધૂરા સૂર ગુરુ–વાણીમાં ગાજે... જ્ઞાન ગંગાના પાને પાવન થઈએ રે... આજે૦
ગુરુરાજવાણીમાં ચૈતન્ય ઝળકતો... અંતરથી સૂણતાં ભવની ભાવઠ ભાંગે રે... આજે૦
આવો પધારો ગુરુ અમ આંગણિયે... અંતર આનંદના ફૂલડે વધાવું રે... આજે૦
રત્નચિંતામણિ ગુરુદેવ પધાર્યા... આનંદ મંગળની મીઠી છાયા છવાણી રે... આજે૦
ભારતખંડમાં ગુરુ અજોડ સંત પાક્યા... વાણી કેરી બંસરીથી હિંદ આખું ડોલ્યું રે... આજે૦
શ્રુતસમુદ્ર આજે ગુરુદેવે ખોલ્યાં... સ્વતંત્ર સ્વરૂપના સૂક્ષ્મ ન્યાયો સમજાવ્યા રે... આજે૦
જ્ઞાયકદેવના મીઠાં મંત્રો સૂણાવી... મુક્તિકેરા અણમૂલા માર્ગ બતાવ્યા રે... આજે૦
ગુરુરાજ દેવા તારી સુર કરે સેવા... શી શી કરું તારા ગુણોની મહિમારે... આજે૦
... શી શી કરું તારા ચરણોની સેવા રે... આજે૦
આજે મારે આંગણિયે ગુરુદેવ પધાર્યા... આજ સોનેરી મહા મંગળ દિન ઊગ્યો રે.. આજે૦