Atmadharma magazine - Ank 240
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
સ્વાધ્યાય ભવનનો ઉદ્ઘાટન સમારોહ
સોનગઢમાં ગોગીદેવી–બ્રહ્મચર્યાશ્રમમાં બહેનોના સ્વાધ્યાય–વાંચન માટે શ્રી વછરાજજી શેઠે એક
નવું સ્વાધ્યાયભવન બંધાવ્યું છે. આ શ્રી મનફૂલા–સ્વાધ્યાયભવનનું ઉદ્ઘાટન ભાદરવા વદ પાંચમના
રોજ થયું. આ પ્રસંગે પૂ. ગુરુદેવનું પ્રવચન સ્વાધ્યાયભવનમાં થયું હતું... એ વખતે અમીધારાથી પાણી
અને વાણી બંને એક સાથે વરસતા હતા... પણ અંતે, એ ઉપશાંતરસભરી ચૈતન્ય વાણી પાસે પાણીએ
પોતાની તૂચ્છતા સમજીને, વરસવાનું બંધ કર્યું. સવારમાં વરસતા વરસાદ વચ્ચે પ્રવચનની તૈયારી થઈ,
ને ગુરુદેવ સ્વાધ્યાયભવનમાં પધાર્યા. બહેનોએ સ્વાગતગીત ગાયા બાદ પ્રવચનસાર ગા. ૧૯૯ તથા
૨૦૦ ઉપર ગુરુદેવનું સુંદર પ્રવચન થયું તેનો સાર આ અંકમાં આપવામાં આવ્યો છે. પ્રવચન બાદ પૂ.
બેનશ્રીબેને એક મંગલગીત ગવડાવ્યું હતું જે સામે આપ્યું છે. આજે પૂ. ગુરુદેવના આહારદાનનો પ્રસંગ
પણ આશ્રમમાં જ થયો હતો. વળી આ મંગલપ્રસંગે કૃપાનિધાન શ્રી સીમંધર ભગવાનની પણ
ગંધકૂટિસહિત પધરામણી કરવામાં આવી હતી. સ્વાધ્યાયભવનમાં ભગવાન પધારતાં સૌને ઘણો
આનંદ થયો હતો ને આખોય દિવસ ખૂબજ આનંદપૂર્વક પૂજન–ભક્તિ થયા હતા. આમ ઉલ્લાસપૂર્વક
સ્વાધ્યાયભવનનો ઉદઘાટન પ્રસંગ ઊજવાયો હતો.