Atmadharma magazine - Ank 240
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page  


PDF/HTML Page 25 of 25

background image
આત્મધર્મ: રજીસ્ટર નં. જી. ૮૨
વૈરાગ્ય
સમાચાર
જામનગરમાં ભાઈશ્રી નવલચંદ છગનલાલના ધર્મપત્ની શ્રી
મંછાબેન આસો સુદ પાંચમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવાર
નવાર સોનગઢ આવીને લાભ લેતા, અને તેમને ધાર્મિક પ્રેમ સારો હતો.
થોડા વખત પહેલાં જ તેઓ સોનગઢ આવીનેએકાદ માસ રહેલા;
ત્યારબાદ છેલ્લા એકાદ બે માસથી તેઓ બિમાર હતા; છતાં વારંવાર
સોનગઢને યાદ કરીને, જ્ઞાન–વૈરાગ્યનું શ્રવણ–મનન કરતા; એ પ્રમાણે
છેલ્લી ઘડી સુધી ધાર્મિક ભાવનાપૂર્વક તેમણે દેહ છોડયો. ધર્મના
સંસ્કારવડે પરભવમાં તેઓ શીઘ્ર આત્મહિત પામે એ જ ભાવના.
વાંકાનેરના ભાઈશ્રી પોપટલાલ દેવચંદ શેઠ બેંગલોર મુકામે તા.
૩૧–૮–૬૩ ના રોજ હાર્ઠફેઈલથી સ્વર્ગવાસ પામ્યા છે. દેવ–ગુરુ ધર્મની
ભક્તિમાં આગળ વધીને તેઓ આત્મશાંતિ પામે એ જ ભાવના.
રાજકોટમાં ભાઈશ્રી અમૃતલાલ માણેકચંદ મહેતાઆસો સુદ
સાતમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમની તબિયત બરાબર રહેતી ન
હોવા છતાં અવારનવાર સોનગઢ આવીને તેઓ લાભ લેતાહતા. બે
મહિના પહેલાં તેઓ સોનગઢ રહી ગયા હતા. તત્ત્વના અભ્યાસનો
તેમનેસારો પ્રેમ હતો. તત્ત્વ પ્રેમમાં આગળ વધીને તેઓઆત્મહિત સાધે
એ જ ભાવના.
ગ્રાહકોને સૂચના
“આત્મધર્મ”નું નવા વર્ષનું લવાજમ રૂા. ૪/– (ચાર) )
વેલાસર મોકલી દેવા વિનંતી છે. વી. પી. કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે
છે માટે આપનું લવાજમ વેલાસર મોકલવાનો પ્રબંધ કરીને ‘આત્મધર્મ’
–કાર્યાલયની વ્યવસ્થામાં સહકાર આપશો– એવી વિનંતી છે. આ અંક
જરા વિલંબથી પ્રસિદ્ધ થાય છે તે બદલ ક્ષમા પ્રાર્થીએ છીએ.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ.
સોનગઢ (સૌરાષ્ટ્ર)
____________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટિીંગ પ્રેસ –ભાવનગર