Atmadharma magazine - Ank 240
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 25

background image
આસો: ૨૪૮૯ : ૩ :
તીર્થંકરોએ સેવેલો
એક જ માર્ગ
“શુદ્ધાત્મપ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગ
ભાદરવા વદ પાંચમના રોજ સોનગઢમાં ગોગીદેવી આશ્રમમાં નવા
બંધાયેલા “મનકૂલા સ્વાધ્યાય ભવન” ના ઉદ્ઘાટન પ્રસંગે તે સ્વાધ્યાય
ભવનમાં પધારીને પ્રવચનસાર ગા. ૧૯૯ તથા ૨૦૦ ઉપર પ્રવચન કરતાં પૂ.
ગુરુદેવે પ્રમોદથી કહ્યું કે અહો, મોક્ષમાર્ગની ઉત્તમ ગાથા આવી છે. આચાર્યદેવ
માર્ગના પ્રમોદથી નિઃશંકપણે કહે છે કે તીર્થંકરોએ સેવેલો માર્ગ અમે
અવધારિત કર્યો છે ને કૃત્ય કરાય છે. ક્ષણે ક્ષણે અમે મોક્ષને સાધી રહ્યા છીએ.
વાહ! આચાર્યભગવાન અને સન્તો કહે છે કે અમે અંતરમાં આવા શુદ્ધાત્માનો
અનુભવ કરીને મોક્ષમાર્ગ નિર્ધારિત કર્યો છે ને તેમાં અમે પ્રવૃત્તિ કરી જ રહ્યા
છીએ. –અમારો આત્મા ઉલ્લસિત થઈને શુદ્ધાત્મપરિણતિમાં પરિણમી રહ્યો છે,
ને મોક્ષને સાધી રહ્યો છે. અમારો કેવળજ્ઞાનનો ધ્વજ ફરકી રહ્યો છે.
કેવળજ્ઞાનનો ઝંડો ફરકાવતા અલ્પકાળે અમે મોક્ષમાં જશું.

મોક્ષમાર્ગ કેવો છે? ને મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને તીર્થંકરો સિદ્ધપદ કઈ રીતે પામ્યા? તે વાત
આચાર્યદેવ આ ગાથામાં કહે છે–
શ્રમણો જિનો તિર્થંકરો આ રીત સેવી માર્ગને
સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે ભાગ ને. (૧૯૯)
તીર્થંકરભગવંતો, કેવળીભગવંતો કે બીજા અચરમ શરીરી એકાવતારી સન્તો, તે બધાયે કેવો
મોક્ષમાર્ગ પ્રાપ્ત કર્યો? કે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગ એક જ છે, તે એક જ વિધિથી
મોક્ષમાર્ગને સાધીને બધા જીવો સિદ્ધપદને પામ્યા ને પામશે. વિદેહક્ષેત્રમાં અત્યારે સીમંધરભગવાન
વગેરે ૨૦ તીર્થંકરો બિરાજે છે, બીજા લાખો કેવળીભગવંતો બિરાજે છે, તે બધાય ચરમશરીરી
ભગવંતો અને કુંદકુંદાચાર્યદેવ વગેરે સન્તો જેઓ એક ભવે મોક્ષ પામશે– એવા અચરમશરીરી
ભગવંતો, તે બધાયે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવત્તિરૂપ એક જ વિધિથી મોક્ષના માર્ગને સાધ્યો. શુદ્ધાત્માની
સન્મુખ થતાં નિર્વિકલ્પ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય, અશુદ્ધતાનો વ્યય થાય ને શુદ્ધાત્માની ધ્રુવતા
રહે–આવા ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મક મોક્ષમાર્ગ છે. અત્યારસુધીમાં અનંતા સિદ્ધ થયા, –કેટલા? કે છ
મહિના ને આઠ સમયમાં કૂલ છસો ને આઠ જીવો અઢી દ્વીપમાંથી મોક્ષે જાય