છે, ઓછા નહિ ને વધારે પણ નથી; એવા અનંતા છ મહિના વીતી ગયા તેમાં અનંતા છ મહિના વીતી
ગયા તેમાં અનંતા ૬૦૮ જીવો મોક્ષ પામ્યા. જગતમાં સમ્યગ્દ્રષ્ટિ અસંખ્યાતા છે, મનુષ્યમાં તો સંખ્યાતા
જ સમ્યગ્દ્રષ્ટિ છે, પણ બીજી ત્રણે ગતિમાં અસંખ્યાતા સમ્યગ્દ્રષ્ટિ છે. જગતના જે કોઈ જીવોએ
સિદ્ધપદને સાધ્યું કે હવે સાધી રહ્યા છે ને ભવિષ્યમાં સાધશે તે બધાય મુમુક્ષુ જીવો શુદ્ધાત્મામાં
પ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગને પામીને જ મોક્ષ પામ્યા છે–પામે છે–પામશે. આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે અહો,
આવા શુદ્ધ મોક્ષમાર્ગને નમસ્કાર હો... તે માર્ગને સાધનારા ભગવંતોને નમસ્કાર હો.
પરાલંબી પર્યાય મોક્ષમાર્ગ નથી. શુદ્ધઆત્મામાં પ્રવૃત્તિ તે જ મોક્ષમાર્ગ છે, ને પરદ્રવ્યમાં પ્રવૃત્તિ તે
મોક્ષમાર્ગ નથી. અહો, આવો એક જ મોક્ષમાર્ગ છે. આવો માર્ગ તીર્થંકરોએ પોતે સાધ્યો, તેઓ
સમવસરણમાં આ જ માર્ગ કહી રહ્યા છે, ગણધરો તે ઝીલી રહ્યા છે, સન્તો તે સેવી રહ્યા છે ને ઈંદ્રો તે
આદરી રહ્યા છે. મોક્ષને માટે મુમુક્ષુને આ એક જ માર્ગ છે.
ભાવનમસ્કાર કરે છે. કેવો છે આ ભાવ નમસ્કાર? જેમાં ભાવ્ય ને ભાવકનો ભેદ નથી,
પરસન્મુખતા નથી, વિકલ્પ નથી, અંતરમાં પોતે જ સ્વયં શુદ્ધાત્મામાં પ્રવર્તે છે, એ જ
શુદ્ધાત્મપ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગને અભેદ નમસ્કાર છે. અહો, આચાર્યદેવ માર્ગના પ્રમોદથી નિઃશંકપણે
કહે છે કે તીર્થંકરોએ સેવેલો માર્ગ અમે અવધારિત કર્યો છે... કૃત્ય કરાય છે... અર્થાત્ અમે ક્ષણે
ક્ષણે મોક્ષને સાધી રહ્યા છીએ. અહો, મોક્ષમાર્ગની ઉત્તમ ગાથા આવી છે. આચાર્યભગવાન અને
સન્તો કહે છે કે અમે અંતરમાં આવા શુદ્ધાત્માનો અનુભવ કરીને મોક્ષમાર્ગ નિર્ધારિત કર્યો છે ને
તેમાં અમે પ્રવૃત્તિ કરી જ રહ્યા છીએ. અમારો આત્મા ઉલ્લસિત થઈને શુદ્ધાત્મપરિણતિમાં
પરિણમી રહ્યો છે, ને મોક્ષને સાધી રહ્યો છે. આવા મોક્ષમાર્ગમાં અમે નિશ્ચિંત છીએ, નિઃશંક
છીએ. કોઈ બીજાને પૂછવા જવું પડે એવી શંકા નથી. વિકલ્પ વચ્ચે જરાક આવે પણ પણ તે
અમારા અનુભવનો વિષય નથી, તેમાં અમારી પ્રવૃત્તિ નથી, અમે તો શુદ્ધાત્મ પ્રવૃત્તિરૂપ માર્ગને જ
એકને જ અવધારિત કર્યો છે, અને ભગવંતોએ પણ આ જ માર્ગ સાધ્યો હતો એમ અમારા
સ્વાનુભવની નિઃશંકતાથી અમે જાણીએ છીએ. આવા માર્ગને સાધીને અમે પણ મોક્ષમાં ચાલ્યા જશું.
નિર્વિકલ્પ ઉપયોગને, –શુદ્ધોપયોગને, હું અંગીકાર કરું છું; તે પ્રતિજ્ઞા, અહીં મોક્ષમાર્ગભૂત
શુદ્ધાત્મપ્રવૃત્તિરૂપ પોતે પરિણમીને આચાર્યદેવ પૂરી કરે છે–
નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્જું છુંહું મમત્વને (૨૦૦)
સ્વભાવથી આત્મા જ્ઞાયક જ છે–એમ જાણીને, અનુભવીને નિર્મમત્વમાં સ્થિત રહીને એટલે કે
શુદ્ધાત્મામાં સ્થિત રહીને, મમત્વને છોડે છે, –આ સાક્ષાત્ મોક્ષ–