આસો: ૨૪૮૯ : પ :
માર્ગ છે.
જુઓ, હવે ટીકા કેટલી સરસ છે!
હું આ મોક્ષાધિકારી, જ્ઞાયકસ્વભાવી આત્મતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક, મમત્વના ત્યાગરૂપ અને
નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિ વડે સર્વ આરંભથી (ઉદ્યમથી) શુદ્ધાત્મામાં પ્રવર્તું છું, કારણ કે અન્ય
કૃત્યનો અભાવ છે. શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ સિવાય બીજા કાર્યનો મારામાં અભાવ છે.
આચાર્યદેવ કહે છે કે હું મોક્ષનો અધિકારી છું, સંસારની ચારે ગતિના હવે નદાવા કર્યા છે.
વડોદરાના સયાજીરાવ ગાયકવાડ પહેલાં ઘેટાબકરા ચરાવતા હતા તેને બોલાવીને રાણીએ પૂછયું કે કેમ
આવ્યા છો? તો તેણે કહ્યું કે રાજ્ય ચલાવવા આવ્યો છું; હું રાજ્યનો અધિકારી છું. તેણે પુણ્યના જોરે તેમ
કહ્યું તેમ અહીં પવિત્રતાના જોરે સાધકસન્તો કહે છે કે હું મોક્ષનો અધિકારી છું, કેવળજ્ઞાનનું સામ્રાજ્ય
લેવા આવ્યો છું. તેને પોતાની પવિત્રતાનો વિશ્વાસ છે. અંદરથી પવિત્રતા પ્રગટી ત્યાં ભાન થયું કે અહે
અમે હવે સંસારમાં ડુબવાના નથી, અમે તો અલ્પકાળમાં મોક્ષ પામવાના જ અધિકારી છીએ. સો માંથી
૯૮ વહાણ ડુબે ને બે તરે ત્યાં પુણ્યવંતને વિશ્વાસ છે કે મારા વહાણ ન ડુબે... તેમ સાધક ધર્માત્માને
પોતાની પવિત્ર પરિણતિના જોરે વિશ્વાસ છે કે મારો આત્મા મોક્ષનો અધિકારી છે, ભવનો ભાવ મારા
જ્ઞાયકસ્વભાવમાં નથી. હું તો જ્ઞાયક ભાવ જ છું–એમ મે જાણ્યું છે ને હવે સર્વ ઉદ્યમથી તેમાં જ હું પ્રવર્તું
છું. હવે અમારા વહાણ સંસારમાં ડુબે નહિ, અમે મોક્ષને સાધી રહયા છીએ. અમારા જ્ઞાયકસ્વભાવી
આત્મા સિવાય અન્ય પદાર્થોમાં સર્વત્ર અમને નિર્મમત્વ જ છે. શુદ્ધાત્માના જ્ઞાનપૂર્વક મમત્વનો ત્યાગ
થાય છે, આવા માર્ગવડે મોહને ઉખેડીને શુદ્ધાત્માને અત્યંત નિષ્કંપપણે પ્રાપ્ત કરું છું. અમારો કેવળજ્ઞાનનો
ધ્વજ ફરકી રહ્યો છે. કેવળજ્ઞાનનો ઝંડો ફરકાવતા અલ્પકાળે અમે મોક્ષમાં જશુ.
મુમુક્ષુને આત્મશુદ્ધિ ધ્યાન વડે થાય છે ને તે ધ્યાન તેને મતિશ્રુતજ્ઞાન દ્વારા થાય છે.
મતિશ્રુતજ્ઞાન પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે?
બાહ્યપદાર્થોને જાણવામાં મતિ–શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અને અંર્તમુખ સ્વસંવેદનમાં તે
મતિશ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે, તેમાં ઈંદ્રિયનું અવલંબનન છૂટી ગયું છે.
જ્ઞાનપર્યાય અંદરમાં વળીને એકાગ્ર થઈ ત્યાં ઉપયોગની સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ થઈ, ને
પરદ્રવ્યપ્રવૃત્તિરૂપ મોહ છૂટયો. આવો સ્વદ્રવ્યમાં એકાગ્ર ઉપયોગ તે ધ્યાન છે. આવું ધ્યાન શુદ્ધ છે,
અનાકુળ છે, તેમાં અન્ય દ્રવ્ય સાથે સંપર્કનો અભાવ હોવાથી અશુદ્ધતાનો અભાવ છે. આવી જે
ધ્યાનપરિણતિ છે તે આત્માથી અનન્ય (એકમેક અભેદ) હોવાથી આત્માથી જુદી નથી, તેમાં એકલા
સ્વદ્રવ્યનું જ સંચેતન હોવાથી શુદ્ધતા છે. આવું ધ્યાન ચોથા ગુણસ્થાને પણ હોય છે. અંતરના મનન–
વિચાર વગર આ વાતનો પત્તો ખાતો નથી. અરે જીવો! એકલા આત્માને દેખો.. એનું અવલોકન
કરો... અંતરમાં ઉપયોગને વાળીને સ્વદ્રવ્યને લક્ષમાં લ્યો... ઉપયોગવડે આત્માનું અવલોકન થતાં
જ્ઞાતા–જ્ઞાન–જ્ઞેય એ ત્રણેનું એકાકારપણું થયું તે જ ધ્યાન છે. તે ધ્યાન વખતે પર્યાય છે તો ખરી, પણ
તે આત્મા સાથે એકાકાર અભેદ પરિણમેલી છે. અંતરની સમજણમાં આ વાત લઈને તેનો્ર પ્રયોગ કરે
તો ધ્યાન થાય. કેવળજ્ઞાન આવા ધ્યાનથી પ્રગટે છે, મુનિદશા પણ આવા ધ્યાનથી પ્રગટે છે ને
સમ્યગ્દર્શનપણુ આવા ધ્યાનથી જ પ્રગટે છે. આવું ધ્યાન તે જ અમારી સાચી સંપત્તિ છે.
–પ્રવચનસાર પ્રવચનમાંથી.