: ૬ : આત્મધર્મ: ૨૪૦
જીવે છે તે જ્ઞાનમય છે
દેહમય કે રાગમય નથી.
(સમયસાર કળશ ૩૮–૪૦ તથા
ગાથા ૬૭–૬૮ ઉપરનાં પ્રવચનોમાંથી)
આત્મા જ્ઞાનમય છે, તેના બધા ભાવો જ્ઞાનમય જ છે; પુદ્ગલથી રચાયેલા દેહાદિ કે
રાગાદિ ભાવો તે ખરેખર આત્મા નથી; તે દેહાદિને કે રાગાદિને આત્મા કહેવો તે તો ‘ઘીનો
ઘડો’ કહેવા જેવો વ્યવહાર છે. પુદ્ગલથી બનેલા ભાવો પુદ્ગલ જ હોય, જીવ ન હોય; તેમ
જીવથી રચાયેલા ભાવો જીવ જ હોય, અજીવ ન હોય. જીવના ભાવો તો જ્ઞાનમય છે, તે જીવથી
જુદા નથી. જેમ જગતમાં સોનાનાં બનેલા મ્યાનને લોકો સોનાનું જ દેખે છે, કોઈ રીતે તે
સોનાના મ્યાનને તરવારરૂપે દેખતા નથી. તલવારનું મ્યાન–એમ કહેવા છતાં લોકો જાણે છે કે
તલવાર તો લોઢાની છે ને મ્યાન તો સોનાનું છે, એટલે ખરેખર મ્યાન તલવારનું નથી, મ્યાન
તો સોનાનું જ છે. તેમ વ્યવહારકથનમાં પંચેન્દ્રિયજીવ, દેવનો જીવ, રાગી જીવ, ક્રોધીજીવ–એમ
કહેવામાં આવે છે ત્યાં જ્ઞાની તો સમજે છે કે પરમાર્થે જીવ તો જ્ઞાનમય જ છે, કાંઈ ઈંદ્રિયમય કે
રાગમય નથી. ઈંદ્રિયો અને રાગાદિ ભાવો તો જ્ઞાનસ્વભાવથી જુદા છે. ઈંદ્રિયો કાંઈ જીવથી
બનેલી નથી, તે તો પુદ્ગલથી બનેલી છે, તેથી તે પુદ્ગલ જ છે, જીવ નથી. તેમ જ રાગાદિ
ભાવો પણ જીવના સ્વભાવમાંથી થયેલા નથી તેથી પરમાર્થે તે જીવ નથી; પણ પુદ્ગલના જ
આશ્રયે થયેલા છે તે પરમાર્થે પુદ્ગલના જ છે. જીવના ભાવ ખરેખર હોય તે જીવથી કદી જુદા
ન પડે. –આમ જીવ–અજીવની અત્યંત ભિન્નતા ઓળખાવીને, અને રાગથી પાર જીવનું પરમાર્થ
સ્વરૂપ જ્ઞાનમય છે–તે ઓળખાવીને આચાર્યદેવ કહે છે કે અહો, જ્ઞાનીજનો! તમે આવા
પરમાર્થસ્વરૂપ જીવને જાણો. વર્ણાદિકને અને રાગાદિકને જીવથી ભિન્ન જાણો. જીવ તો સદાય
જ્ઞાનમય છે–એમ અનુભવો. જ્ઞાનીધર્માત્મા તો આવા આત્માને અનુભવે જ છે, પણ તેમનું નામ
લઈને બીજા જીવોને પણ આચાર્યદેવે પ્રેરણા કરી છે કે જ્ઞાનીઓની જેમ તમે પણ આવા
આત્માનો અનુભવ કરો.
આત્મા દેહથી ને રાગથી ભિન્ન જ્ઞાનમય જ છે; પરંતુ જેને એવો જ્ઞાનમય આત્મા પ્રસિદ્ધ નથી,
જે જ્ઞાનમય આત્માને ઓળખતો નથી તેને સમજાવવા પંચેન્દ્રિયજીવ, રાગી જીવ એમ વ્યવહાર કરવામાં
આવે છે, પણ ખરેખર તેમાં ઈંદ્રિયો કે રાગ તે જીવ નથી, જીવ તો જ્ઞાનમય જ છે એમ ઓળખાણ કરે
તો જ જીવની ખરી ઓળખાણ થાય છે. જેમ ઘડો તો માટીનો જ છે, કાંઈ ઘીનો નથી. પણ જેને ઘીના
સંબંધ વગરનો માટીનો ઘડો પ્રસિદ્ધ નથી તેને સમજાવવા “ઘીનો ઘડો” એવો ઉપચાર કરવામાં આવે
છે, ખરેખર ઘડો ઘીનો નથી પણ માટીનો જ છે. તેમ શુદ્ધજ્ઞાનમય જીવને લોકો જાણતા નથી ને
‘અશુદ્ધજીવ’ જ તેમને પ્રસિદ્ધ છે, તેથી તેમને સમજાવવા એમ કહેવામાં આવે છે કે જે આ વર્ણાદિમાન
જીવ છે તે ખરે–