Atmadharma magazine - Ank 240
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
આસો: ૨૪૮૯ : ૭ :
ખર વર્ણાદિમય નથી પણ જ્ઞાનમય છે. આરીતે વ્યવહારનયે જીવને શરીરવાળો ને રાગવાળો કહ્યો તેમાં
શરીર અને રાગનું પૃથક્કરણ કરીને, તેમનાથી જુદા જ્ઞાનમય જીવને ઓળખવો તે પરમાર્થ છે. આવા
પરમાર્થસ્વરૂપ જીવની ઓળખાણ વગર સમ્યગ્દર્શન થાય નહિ ને સમ્યગ્દર્શન વગર જન્મ–મરણનો
અંત આવે નહિ.
અરે, અનાદિથી પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વગર દેહાદિમાં જ પોતાનું અસ્તિત્વ
માનીને જીવ એક પછી એક દેહ બદલાવતો બદલાવતો ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અહો,
ચૈતન્યમય મહા સત્, એવા સ્વતત્ત્વ તરફ જીવે દ્રષ્ટિ પણ કદી કરી નથી, ને પરદ્રવ્યમાં ‘આ મારાં, આ
મારા’ એવી દ્રષ્ટિ કરીને ત્યાં જ ઉપયોગને ચોંટાડયો છે. અહીં તો્ર કહે છે કે, દેહાદિતો પુદ્ગલની રચના
છે જ, અને જે રાગાદિ પરભાવો છે તે પણ ખરેખર શુદ્ધ ચૈતન્યની ઉપજ નથી પણ મોહકર્મના જોડાણ
તરફની ઉપજ છે તેથી તેને પણ પુદ્ગલમય કહીને, શુદ્ધ જીવસ્વભાવની દ્રષ્ટિ કરાવી છે.
દેહ તો જડ છે, તેના શ્વાસ વગેરેની ક્રિયા ચૈતન્યના હાથમાં નથી; રાગાદિ ભાવો જો કે જીવની
જ અવસ્થામાં થાય છે પરંતુ તે જીવનો મૂળ સ્વભાવભાવ નથી, જીવના સ્વભાવની સન્મુખતાથી તે
રાગની ઉત્પત્તિ થતી નથી, ને તે રાગ સાથે જીવના સ્વભાવની તન્મયતા નથી, માટે ખરેખર તે રાગ
પણ અચેતન છે; રાગી જીવ–એમ કહેતાં ખરેખર જીવ રાગમય નથી, જીવ તો જ્ઞાનમય છે–એમ
ઓળખાણ કરે, તો તેણે જીવતાં જ દેહને જુદો જાણી લીધો છે તેથી મરણ સમયે તેને સમાધિમરણ થાય
છે.
જુઓ, આ સમાધિમરણ કરીને ભવનો અંત કરવાની રીત! જેણે દેહથી ભિન્ન, અને
અસમાધિના ભાવોથી પણ ભિન્ન એવા જીવને જાણ્યો હોય તેને જ જીવસ્વભાવના આશ્રયે સમાધિ
થાય. ભેદજ્ઞાન વગર કદી સમાધિ થાય નહિ. જ્ઞાની–ધર્માત્માને દેહથી ભિન્ન ચૈતન્યના વેદનમાં સદાય
સમાધિમાવ જ વર્તે છે.
ત્રિકાળી ટકતા ચૈતન્યતત્ત્વ ઉપર જેની દ્રષ્ટિ ગઈ તેને દેહાદિના ક્ષણિક સંયોગની દ્રષ્ટિ ન રહી,
એટલે દેહ છૂટતાં મારો નાશ થશે. એવી અસમાધિ તેને થતી નથી. અજ્ઞાની ભલે “શુદ્ધોહં–
નિર્વિકલ્પોહં” એમ ગોખતાં ગોખતાં દેહ છોડે પણ તેની દ્રષ્ટિમાં તો દેહની ને રાગની જ પક્કડ વર્તે છે,
–નિર્વિકલ્પતા છે જ નહિ; વિકલ્પથી જુદું જીવતત્ત્વ જેણે જાણ્યું જ નથી તેને નિર્વિકલ્પતા કેવી? જ્ઞાની
તો અંતમુર્ખ થઈને શુદ્ધ જ્ઞાનમયતત્ત્વને વેદે છે, તે વેદનમાં વિકલ્પનોય અભાવ છે તેથી તેને
‘નિર્વિકલ્પોહ’ એવું સાક્ષાત્ પરિણમન થયા કરે છે.
આત્મા ચૈતન્યમય છે, ચૈતન્યમાંથી ચૈતન્યભાવની જ ઉત્પત્તિ થાય, ચૈતન્યભાવની જ ઉત્પત્તિ
થાય, –ચૈતન્યમાંથી રાગની ઉત્પત્તિ ન થાય; માટે ચૈતન્યભાવથી ભિન્ન જે કોઈ ભાવો હોય તે ખરેખર
ચેતનના નથી, અને ચેતનના નથી માટે તેને જડના જ કહયા. જુઓ, આવા ચૈતન્યસ્વભાવની શ્રદ્ધ–
જ્ઞાન–અનુભૂતિ કરવી તે મોક્ષાર્થીએ નિયમથી કર્તવ્ય છે. શુદ્ધ ચૈતન્યમય ભાવોને જ જીવ કહ્યો, અને
રાગાદિને જીવ ન કહ્યો, એટલે ખરેખર પરમાર્થ જીવને જ જીવ કહ્યો, ને વ્યવહાર જીવને જીવ ન કહ્યો.
જ્ઞાનીઓ સ્વસંવેદનથી જીવને ચૈતન્યસ્વભાવપણે જ અનુભવે છે, રાગપણે–કે ભેદપણે અનુભવતા
નથી. મોહ અને જોગથી ઉત્પન્ન થયેલા જે ગુણસ્થાનભેદો તે એકરૂપ જીવસ્વભાવમાં નથી, જીવસ્વભાવ
તો ચૈતન્યસ્વભાવથી જ સદાય વ્યાપ્ત છે, –એમ આગમથી પણ પ્રસિદ્ધ છે; જ્ઞાનીઓ એકરૂપ
ચૈતન્યસ્વભાવને ભેદથી ભિન્નપણે સદાય અનુભવે છે. પર્યાયમાં જે ભેદ–વિકાર છે તે ચૈતન્યસ્વભાવમાં
વ્યાપ્ત નથી. આવા ચૈતન્યસ્વભાવને ભેદજ્ઞાનીઓ સ્વયં અનુભવે છે. અને આવા આત્માના
અનુભવથી જ અપૂર્વ ભેદજ્ઞાન થાય છે.