આસો: ૨૪૮૯ : ૧૩ :
મોક્ષાર્થી શ્રાવકોનું
પ્રથમ કર્તવ્ય
નિષ્કંય સમ્યક્ત્વનું ગ્રહણ અને તેનું ધ્યાન
આચાર્યદેવ કહે છે કે તે શ્રાવક પણ ધન્ય છે કે જેને નિર્મળ
સમ્યક્ત્વની આરાધના પ્રગટ કરી છે
દુઃખના ક્ષયને અર્થે શ્રાવકોએ શું કરવું તે કહે છે:–
हिगऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरिव णिक्कं पं।
तं झाणे झाइज्जइ सावय! दुक्खक्खयठ्ठाए।।८६।।
શ્રાવકોએ પ્રથમ તો સુનિર્મલ સમ્યક્ત્વ પ્રગટ કરવું, અત્યંત નિર્મળ અને મેરુસમાન નિષ્કંપ
એવું સમ્યગ્દર્શન પ્રગટ કરીને તેનું ધ્યાન કરવું. ચલ–મલિન અને અગાઢ દોષોરહિત એવું અચલ–
નિર્મળ–દ્રઢ સમ્યગ્દર્શન પ્રગટ કરીને દુઃખના ક્ષય માટે તેને જ ધ્યાનમાં ધ્યાવવું. જેમ મહા સંવર્તક
વાયરાથી પણ મેરુપર્વત ડગતો નથી તેમ જગતની ગમે તેવી પ્રતિકૂળતાથી પણ સમ્યગ્દ્રષ્ટિનું શ્રદ્ધાન
ડગે નહિ, દેવ પરીક્ષા કરવા આવે તોપણ સમ્યક્ત્વથી ડગે નહિ–આવું દ્રઢ સમ્યક્ત્વ શ્રાવકે ગ્રહણ કરવું.
નિર્વિકઈપ આનંદના વેદનસહિતનું આવું દ્રઢ સમ્યક્ત્વ ગૃહસ્થપણામાં પણ હોય છે, અને શ્રાવકોએ
સૌથી પહેલાં આવું સમ્યક્ત્વ પ્રગટ કરવું–એવો ઉપદેશ છે. દુઃખનો ક્ષય આવા સમ્યગ્દર્શનથી જ થાય
છે, માટે દુઃખનો ક્ષય કરવા આવા નિર્મલ સમ્યક્ત્વને અચલપણે–દ્રઢપણે નિરંતર ધ્યાવો. સમ્યક્ત્વનું
ધ્યાન કરવાનું કહ્યું તેમાં અભેદપણે સમ્યક્ત્વના વિષયભૂત શુદ્ધ આત્મા ધ્યેયપણે આવી જાય છે.
ગૃહવાસસંબંધી જે ક્ષોભ–કલેશ–દુઃખ હોય તે સમ્યક્ત્વની ભાવનાથી મટી જાય છે. સમ્યગ્દર્શનમાં જેવું
વસ્તુસ્વરૂપ પ્રતીતમાં આવ્યું છે તેનું ચિતંન કરાવાથી સર્વ દુઃખનો ક્ષય થઈ જાય છે. જુઓ, આ
દુઃખના નાશનો ઉપાય! અને શ્રાવક–ગૃહસ્થોનું પહેલું કર્તવ્ય! આવા સમ્યક્ત્વ વગર ધર્મ થાય નહિ ને
દુઃખ મટે નહિ. જેને સમ્યક્ત્વ થયું હોય એવા ધર્માત્મા શ્રાવક વારંવાર શુદધાત્માની ભાવનારૂપે
સમ્યક્ત્વનું ધ્યાન કરે છે, તેથી તેમને નિર્મળતા વધતી જાય છે; ગમે તેવા પ્રસંગ કે ઉપદ્રવ આવી પડ્યા
હોય પણ સમ્યક્ત્વની ભાવનાથી શુદ્ધાત્મા ઉપર જ્યાં નજર કરે ત્યાં ધર્માત્મા આખા સંસારને ભૂલી
જાય છે. અને જેને સમ્યક્ત્વ હજી ન પ્રગટ્યું હોય એવા શ્રાવકોએ–ગૃહસ્થાએ પણ સમ્યક્ત્વનું
વાસ્તવિક સ્વરૂપ સમજીને તેનું વારંવાર ચિંતન અને ભાવના કરવાથી સમ્યક્ત્વ થાય છે.
સમ્યદ્રષ્ટિએ સર્વજ્ઞઅનુસાર યથાર્થ વસ્તુસ્વરૂપ જાણ્યું છે તેની તે નિરંતર ભાવના કરે છે.
બહારનું કાર્ય સુધરે કે બગડે પણ તેઓ પોતાના સમ્યક્ત્વથી ડગતા નથી; સમ્યક્ત્વની નિષ્કંપતા વડે,
નિઃશંકપણે યથાર્થ વસ્તુસ્વરૂપ ચિંતવે છે કે સર્વજ્ઞદેવે વસ્તુનું સ્વરૂપ જે રીતે જાણ્યું છે તે જ રીતે તેનું
પરિણમન થાય છે, કોઈ તેને ફેરવવા