: ૧૪ : આત્મધર્મ: ૨૪૦A
સમર્થ નથી, માટે તે પરિણમનમાં ઈષ્ટ–અનીષ્ટપણું માનીને સુખી–દુઃખી થવું તે નિરર્થક છે; પરનું
પરિણમન પરને આધીન છે, તેમાં મને કંઈ ઈષ્ટ કે અનીષ્ટ નથી; હું તો જ્ઞાનસ્વભાવી છું. આવી
વસ્તુસ્વરૂપની ભાવનાથી દુઃખ મટે છે, તે પ્રત્યક્ષ અનુભવગોચર છે. માટે શ્રાવકે દુઃખક્ષયને અર્થે
સમ્યક્ત્વનું ગ્રહણ કરીને મેરુ જેવી દ્રઢતાથી તેને નિરંતર ધ્યાનમાં ધ્યાવવું.
ગૃહસ્થપણામાં રહેલા શ્રાવકને પણ ચૈતન્યનું નિર્વિકલ્પધ્યાન હોય છે. અને ચૈતન્યના ધ્યાનથી
પ્રગટેલું નિર્મળ સમ્યક્ત્વ મેરુસમાન અકંપ હોય છે. ગમે તેવી પ્રતિક્રૂળતામાં પણ તેની શ્રદ્ધા ડગતી નથી; માટે
આચાર્યદેવે કહ્યું કે હે શ્રાવક! નિર્મળ સમ્યગ્દર્શનને મેરુસમાન દ્રઢપણે ધારણ કરો ને તેને નિરંતર ધ્યાવો.
(ગાથા ૮૭)
સમ્યક્ત્વરૂપે પરિણમતો થકો જે જીવ તેનું ધ્યાન કરે છે તે સમ્યગ્દ્રષ્ટિજીવ સમ્યક્ત્વરૂપ
પરિણમન વડે દુષ્ટ અષ્ટ કર્મોનો ક્ષય કરે છે. જુઓ, આ સમ્યક્ત્વનું સામર્થ્ય! સમ્યગ્દર્શન વડે જે શુદ્ધ
આત્મા પ્રતીતમાં–અનુભવમાં આવ્યો તેના અચિંત્ય મહિમાનું નિરંતર ધ્યાન કરવું અને જેણે
સમ્યગ્દર્શન પ્રગટ કરવાનું હોય તેને પણ આ ઉપાયથી જ સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનનું સ્વરૂપ શું,
તેની પ્રતીતમાં આવેલો શુદ્ધ આત્મા કેવો–તેને ઓળખીને તેનું ધ્યાન કરવાથી સર્વ કર્મનો ક્ષય થઈ જાય
છે. સમ્યગ્દર્શન થયું ત્યારથી અનંતા કર્મો ખરવા માંડયા ને ગુણશ્રેણી નિર્જરા શરૂ થઈ ગઈ. સંસારનું
મૂળ મિથ્યાત્વ અને મોક્ષનું મૂળ સમ્યક્ત્વ. જ્યાં સમ્યક્ત્વનું પરિણમન થયું ત્યાં આત્માનું જ અવલંબન
રહ્યું, ત્યાં કર્મ તરફનું વલણ ન રહ્યું એટલે તે નિર્જરતું જ જષય છે, આત્મા જ્યાં સમ્યક્ત્વરૂપ
પરિણમ્યો ત્યાં કર્મ તરફનું પરિણમન ન રહ્યું, એટલે કર્મને કોઈ આધારન રહ્યો. આ રીતે
સમ્યક્ત્વપરિણમનથી સર્વ કર્મ નાશ થઈ જાય છે. આઠ કર્મનું બીજ જે મિથ્યાત્વ, તેનો તો સમ્યક્ત્વ
થતાં જ નાશ થઈ ગયો છે. જ્યાં બીજનો નાશ થયો ત્યાં કર્મનું વિષવૃક્ષ અલ્પકાળમાં સુકાઈ જશે. જ્યાં
મિથ્યાત્વ નષ્ટ થયું, અનંતાનુબંધી કષાયો નષ્ટ થયા ત્યાં ક્રમે ક્રમે શુદ્ધતા વધતી જાય છે, ને અનુક્રમે
ચારિત્ર તથા શુક્લધ્યાનનો સહકાર મળતાં સર્વે કર્મો નષ્ટ થઈ જાય છે. આવો સમ્યગ્દર્શનનો સહકાર
મળતાં સર્વે કર્મો નષ્ટ થઈ જાય છે. આવો સમ્યગ્દર્શનનો મહિમા છે.
પહેલાં સમ્યગ્દર્શનનું વાસ્તવિક સ્વરૂપ લક્ષમાં લઈને, વારંવાર ચિંતન કરીને અંતર્મુખ પ્રવાહમાં
ઊતરતાં સમ્યગ્દર્શન થાય છે, પછી તેના ઉગ્ર પરિણમનવડે ચારિત્ર અને શુક્લધ્યાન પ્રગટ થાય છે.
માટે સમ્યગ્દર્શન તે સૌથી મુખ્ય પ્રથમ કર્તવ્ય છે. પહેલાં સંસારથી વૈરાગ્ય લાવી ચૈતન્યસ્વભાવની
વિચાર ધારા ઊપડે ને સ્વભાવની સાવધાની કરીને અંતર્મુખ થતાં નિર્વિકલ્પ આનંદના અનુભવસહિત
સમ્યગ્દર્શન થાય છે; સમ્યગ્દર્શન થયું ત્યાં મોક્ષનો દરવાજો ખુલ્યો.
અહો, અધિક શું કહીએ? જે જે ઉત્તમ પુરુષો પૂર્વે સિદ્ધિ પામ્યા છે, અત્યારે પામે છે અને
ભવિષ્યમાં પામશે તે બધું આ સમ્યક્ત્વનું જ માહાત્મ્ય જાણો. સમ્યક્ત્વ જ સિદ્ધિનું મૂળ કારણ છે. એમ
જાણીને મોક્ષાર્થી જીવોએ તે જ પહેલું કર્તવ્ય છે. સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન કે ચારિત્ર તે બધું પોલપોલ
છે, તેમાં કાંઈ જ સાર નથી. ભગવંતો અને સંતો કહે છે કે મોક્ષનું પ્રધાન કારણ સમ્યગ્દર્શન છે. અને તે
સમ્યગ્દર્શનની આરાધના ગૃહસ્થાશ્રમમાં પણ હોય છે. એમ ન માનવું કે ગૃહસ્થાશ્રમમાં તો શું ધર્મ
હોય? ભાઈ, જ્ઞાન–ચારિત્ર વગેરે બધા ધર્મોને સફળ કરનારું સમ્યગ્દર્શન ગૃહસ્થાશ્રમમાં પણ હોય છે.
એ સમ્યગ્દર્શન તો ધર્મનું કલ્પવૃક્ષ છે, ચિંતામણિ છે, કામધેનુ છે. છ ખંડ અને ૯૬ હજાર રાણીઓના
વૈભવ વચ્ચે રહેલા ચક્રવર્તી પણ સમ્યગ્દર્શનની આરાધના કરે છે. સમકિતી જાણે છે કે અહો, મારી
ઋદ્ધિ મારા ચૈતન્યમાં છે, જગતની ઋદ્ધિમાં મારી ઋદ્ધિ નથી; ને મારી ઋદ્ધિમાં જગતની ઋદ્ધિ નથી.
જગતથી નિરપેક્ષપણે મારામાં જ મારી સર્વ રિદ્ધિ ભરેલી છે.
રિદ્ધિ–સિદ્ધિ–વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા,
અંતરકી લક્ષ્મીસોં અજાચી લક્ષપતી હૈ;
દાસ ભગવંતકો ઉદાસ રહે જગત સો,
સુખીયા સદૈવ એસે જીવ સમકિતિ હૈ.