આસો: ૨૪૮૯ : ૧પ :
સમકિતી ધર્માત્મા ગૃહસ્થપણામાં રહ્યા છતાં પોતાના આત્માને આવો અનુભવે છે મારી ચૈતન્ય
રિદ્ધિ–સિદ્ધિ સદાય મારા અંતરમાં વૃદ્ધિગત છે, મારા અંતરની ચૈતન્ય લક્ષ્મીનો હું સ્વામી છું, જગત
પાસેથી કાંઈ લેવું નથી. એ ભગવાનનો દાસ છે ને જગતથી ઉદાસ છે. જગતથી ઉદાસ થઈને
ભગવાનના માર્ગને તે આરાધે છે. આવા સમકિતી જીવ સદાય સુખીયા છે.
સમ્યગ્દર્શન જ ધર્મના સર્વે અંગોને સફળ કરે છે. ક્ષમા વગેરે ધર્મ કે જ્ઞાન–વૈરાગ્ય વગેરેની
સફળતા સમ્યગ્દર્શનથી જ છે. સમ્યગ્દર્શન વગર તે ક્ષમા વગેરે કે ક્ષાન વગેરે ‘ધર્મ’ નામ પામતા નથી.
સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન તે અજ્ઞાન છે, ચારિત્ર તે મિથ્યાચારિત્ર છે, સમ્યગ્દર્શન સહિત જ જ્ઞાન
વગેરેની સફળતા છે.
ધર્માત્માને સ્વપ્નમાં પણ ચૈતન્યનો અને આનંદનો મહિમા ભાસે. સમ્યક્ત્વમાં કોઈ દોષ
સ્વપ્ને પણ આવવા ન દ્યે. આવા સમકિતી ધર્માત્મા જગતમાં ધન્ય છે; તે જ સુકૃતાર્થ છે, તે જ
શુરવીર છે, તે જ પંડિત અને મનુષ્ય છે. ભલે શાસ્ત્રો ન ભણ્યો હોય, વાંચતા કે બોલતાંય ન
આવડતું હોય છતાં તે મોટો પંડિત છે, બારઅંગનો સાર તેણે જાણી લીધો છે. કરવાયોગ્ય ઉત્તમ
કાર્ય તેણે કર્યું છે તેથી તે કૃતાર્થ છે. યુદ્ધમાં હજારો યોદ્ધાને જીતવા છતાં અંતરમાં મિથ્યાત્વને જે
જીતી શક્્યો નથી તે ખરેખર શુરવીર નથી, જેણે મિથ્યાત્વને જીતી લીધું તે સમકિતી જ ખરા
શુરવીર છે. સમ્યગ્દર્શન વગરના મનુષ્યને પશુસમાન કહ્યો છે અને સમ્યગ્દર્શન વગરના મનુષ્યને
પશુસમાન કહ્યો છે અને સમ્યગ્દર્શન સહિતના તિર્યંચને દેવસમાન કહ્યો છે. લાખો–કરોડો રૂપિયા
ખર્ચીને મહોત્સવ કરે ને તેમાં કૃતાર્થતા માને. પણ તેમાં ખરેખર કૃતાર્થતા નથી, જેણે સમ્યગ્દર્શન
કર્યું તે જ કૃતાર્થ છે. આચાર્યદેવ કહે છે કે અહો, તે શ્રાવક પણ ધન્ય છે કે જેણે આવા નિર્મળ
સમ્યક્ત્વની આરાધના પ્રગટ કરી છે.
જ્ઞાનીનો માર્ગ નિરાશ થવાનો
નથી શૂરવીર થવાનો છે
કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ
પણ શિથિલ થઈ જાય છે. (૭૭૮)
ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં
મોક્ષપાટણ સુલભ જ છે. (૮૧૯) (શ્રીમદ્ રાજચંદ્ર)
આત્મધર્મનું આપનું લવાજમ આ અંકે સમાપ્ત થાય છે. નવા
વર્ષનું લવાજમ (રૂા. ચાર) આપે ન મોકલ્યા હોય તો પંદર દિવસમાં
મોકલી દેવા વિનંતી છે. પંદર દિવસ બાદ આપના તરથી કોઈ સૂચના
નહિ હોય તો “આત્મધર્મ” આપને V. P. થી મોકલીશું–જે છોડાવી લેવા
વિંનતી છે. –આ પ્રમાણે વ્યવસ્થાવિભાગ તરફથી સૂચના છે.
લવાજમ મોકલવાનું સરનામું–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)