: ૧૬ : આત્મધર્મ: ૨૪૦A
પ્ર વ ચ નો માં થી
મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધ્યાયમાં અનેક પડમાંથી સ્પષ્ટીકરણ કરીને
તત્ત્વનિર્ણયમાં રહી જતી ભૂલનું સ્વરૂપ સમજાવ્યું છે, અને યથાર્થ તત્ત્વનિર્ણય કરાવ્યો છે, તેના
ઉપરના પ્રવચનોનો સાર અહીં આપવામાં આવ્યો છે. (બીજા લેખો માટે જુઓ અંક ૨૩૭–
૨૩૮)
આ ભવતરુનું મૂળ શું છે?
મિથ્યાત્વભાવ તે જ આ ભવતરુનું મૂળ છે. તે ભવતરુના મૂળને છેદવા માટે શું કરવું જોઈએ?
તે ભવતરુના મૂળને છેદવા માટે મોક્ષનો ઉપાય કરવો જોઈએ. પ્રથમ યથાર્થ તત્ત્વશ્રદ્ધા વડે
સમ્યગ્દર્શન પ્રગટ કરતાં ભવતરુનું મૂળ છેદાઈ જાય છે.
સમ્યગ્દર્શન કેવું છે?
સમ્યગ્દર્શન તે ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે; અથવા મોક્ષનું મૂળ સમ્યગ્દર્શન છે.
જે જીવે ગૃહીતમિથ્યાત્વ છોડયું છે પણ હજી અગૃહીતમિથ્યાત્વ છોડયું નથી તે જીવો કેવા છે?
તે જીવોને અહીં ‘જૈનમત અનુયાયી મિથ્યાદ્રષ્ટિ’ કહ્યા છે; વ્યવહારમાં તેઓ જૈનમતને જ માને
છે, જૈનમતના યથાર્થ વીતરાગી દેવ–ગુરુ શાસ્ત્ર સિવાય બીજા કોઈ કુદેવાદિને માનતો નથી, પરંતુ
પોતાના અંતરમાં નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વક યથાર્થ તત્ત્વ નિર્ણય અને અનુભવ કરતા નથી, તો
તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. એવા જીવોને કેવા કેવા પ્રકારે તત્ત્વનિર્ણયમાં સૂક્ષ્મ ભૂલ રહી જાય છે
તે અહીં મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધ્યાયમાં સમજાવ્યું છે.
મિથ્યાત્વ કેમ રહ્યું?
તે વ્યવહારુ જિન આજ્ઞાને માને છે ને કુદેવાદિને નથી માનતો, પરંતુ અંતરસ્વભાવના સમ્યક્
નિર્ણયરૂપ જે પરમાર્થ જિનાજ્ઞા છે તે હજી તેણે જાણી નથી તેથી તેને પણ મિથ્યાત્વ રહે છે.
મિથ્યાત્વ કેવું છે?
મિથ્યાત્વભાવ જીવનું અત્યંત બૂરું કરનાર મહાશત્રુ છે; તે મિથ્યાત્વ શત્રુનો અંશ પણ બૂરો છે,
ને અત્યંત ઉદ્યમવડે તે ત્યાગવા યોગ્ય છે.
જિનાગમનું વર્ણન કેવું છે?
જિનાગમનું વર્ણન નિશ્ચય–વ્યવહારરૂપ છે. ક્્યાંક નિશ્ચયની મુખ્યતાથી કથન છે અને ક્્યાંક
વ્યવહારની મુખ્યતાથી કથન છે.
એ નિશ્ચય–વ્યવહારનાં લક્ષણ શું છે?
જે યથાર્થ છે તે નિશ્ચય છે, અને જે ઉપચાર છે તે વ્યવહાર છે. તેમાં નિશ્ચયવડે જે નિરૂપણ કર્યું
હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધન કરવું, અને વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને
અસત્યાર્થ માની તેનું શ્રદ્ધન છોડવું.
વ્યવહારનું શ્રદ્ધન શા માટે છોડવું?
કેમ કે વ્યવહારનય સ્વદ્રવ્ય–પરદ્રવ્યને, તથા તેના ભાવોને, તેમજ કારણ–કાર્ય વગેરેને કોઈના કોઈમાં