આસો: ૨૪૮૯ : ૧૭ :
મેળવીને નિરૂપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધનથી મિથ્યાત્વ છે. જ્યાં વ્યવહારની મુખ્યતાથી કથન હોય
ત્યાં એમ સમજવું કે ‘ખરેખર એ પ્રમાણે નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યા છે.’
નિશ્ચયનયનું શ્રદ્ધન શા માટે કરવું?
કેમકે નિશ્ચયનય સ્વદ્રવ્ય–પરદ્રવ્યને, તેના ભાવોને તેમજ કારણ કાર્ય વગેરેને યથાવત્ નિરૂપણ
કરે છે, કોઈનો અંશ બીજામાં ભેળવતો નથી, તેથી એવા જ શ્રદ્ધનથી સમ્યક્ત્વ થાય છે. માટે તેનું
શ્રદ્ધન કરવું. નિશ્ચયનયની મુખ્યતાસહિત કથનને “સત્યાર્થ એમ જ છે” એમ સમજવું.
શ્રી ટોડરમલ્લજીએ નિશ્ચય–વ્યવહારનું આ મહાન લક્ષણ બાંધ્યું છે, તે બધા શાસ્ત્રોના અર્થ
ઉકેલવામાં ઘણું જ ઉપયોગી છે.
નિશ્ચયાભાસી મિથ્યાદ્રષ્ટિ જીવો શું ભૂલ કરે છે?
પોતાની પર્યાયમાં રાગદ્વેષ–અશુદ્ધનું પ્રત્યક્ષ વેદન હોવા છતાં પર્યાયમાં પોતાને સિદ્ધસમાન કલ્પે
છે; પરંતુ પર્યાય અપેક્ષાએ સંસારીજીવો કાંઈ સિદ્ધસમાન નથી. પોતામાં અશુદ્ધતા હોવા છતાં તેને જ
જાણે ને ભ્રમથી પોતાને સિદ્ધસમાન માનીને પ્રવર્તે, તો પછી દેવ–ગુરુનો વિનય કરવાનું કે મોક્ષનું
સાધન કરવાનું ક્્યાં રહ્યું? –મિથ્યાત્વ જ થયું. માટે અજ્ઞાનીજીવ પર્યાયનો વિવેક ભૂલીને, સિદ્ધસમાન
માની પ્રવર્તે છે તે નિશ્ચયાભાસી મિથ્યાદ્રષ્ટિ જીવની ભ્રમણા છે.
શાસ્ત્રોમાં પણ આત્માને સિદ્ધસમાન તો કહ્યો જ છે. “સિદ્ધસમાન સદા પદ મેરો”–એમ તો
શાસ્ત્રોમાં આત્માને સિદ્ધસમાન કહ્યો છે તે તો દ્રવ્યદ્રષ્ટિથી કહ્યાં છે, કાંઈ પર્યાય અપેક્ષાએ બધા
જીવોને સિદ્ધસમાન નથી કહ્યા. જેમ મનુષ્ય તરીને રાજા કે રંક બધા સરખા હોવા છતાં, અવસ્થામાં જે
રંક છે તે કાંઈ રાજા નથી. તેમ સિદ્ધ કે સંસારી બધા જીવો સરખા નથી, જેને પર્યાયમાં અશુદ્ધપણું છે
તેને કાંઈ સિદ્ધપણું પ્રગટ નથી. સિદ્ધપર્યાય અને સંસારપર્યાય બંને સરખી છે–એમ માનવું તે ભ્રમ છે.
બધા જીવો કઈ રીતે સિદ્ધસમાન છે? અને કઈ રીતે સમાન નથી?
જીવના દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ બધા જીવો સિદ્ધસમાન છે, પણ પર્યાય અપેક્ષાએ બધાય
જીવો સમાન નથી. પોતે સંસાર હોવા છતાં પર્યાયમાં પણ પોતાને સિદ્ધસમાન માનવો–તે ભ્રમ છે, જો
પર્યાયથી પણ પોતે સિદ્ધસમાન થઈ ગયો હોય તો પછી મોક્ષના માર્ગમાં પ્રવર્તવાનું ક્્યાં રહ્યું? જે જીવ
પર્યાયથી પણ પોતાને સિદ્ધસમાન જ માને તે મોક્ષનો ઉદ્યમ કેમ કરે? એવા નિશ્ચયાભાસી જીવો શુષ્ક
અને પ્રમાદી થઈ જાય છે.
જીવની અવસ્થામાં કેવળજ્ઞાનની શક્તિ પ્રગટ છે
ના; જીવના સ્વભાવનાં શક્તિરૂપે કેવળજ્ઞાન છે, પણ અવસ્થામાં અત્યારે તે પ્રગટ નથી.
અવસ્થામાં તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સાધન કરે ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટે છે. પર્યાયમાં
કેવળજ્ઞાન પ્રગટ હોય ને કેવળજ્ઞાનાવરણ કર્મ તેને આવરે–એમ બને નહિ. કેવળજ્ઞાનાવરણકર્મનો ક્ષય
કરીને કેવળજ્ઞાન થાય છે. જો અત્યારે કેવળજ્ઞાન પ્રગટ હોય તો તો લોકાલોકને કેમ ન જાણે? જે
કેવળજ્ઞાનને વજ્રપટલ પણ રોકી ન શકે તે કેવળજ્ઞાનને લોકાલોક જાણવામાં કર્મરજકણ કેમ આડાં
આવે? માટે નીચલીદશામાં કેવળજ્ઞાન પ્રગટરૂપ નથી પણ સ્વભાવની શક્તિરૂપ છે. માટે ‘નીચલી
દશામાં કેવળજ્ઞાન પ્રગટરૂપ છે પણ કર્મ તેને આવરે છે’ –એમ માનવું તેભ્રમ છે. જેમ નીચલી દશામાં
અશુદ્ધતા હોવા છતાં પોતાને પર્યાયથી સિદ્ધ માનવે તે ભ્રમ છે, તેમાં દ્રવ્યની પર્યાયસંબંધી ભૂલ છે, તેમ
અજ્ઞાનદશામાં પણ પોતાને કેવળજ્ઞાનનો સદ્ભાવ માનવો–તે ગુણની પર્યાયસંબંધી ભૂલ છે.