: ૧૮ : આત્મધર્મ: ૨૪૦A
હા, એટલું ખરું કે ઉપયોગને અંતર્મુખ કરીને સ્વભાવસામર્થ્યથી પોતાને સિદ્ધસમાન પ્રતીતમાં લેવો તે
બરાબર છે, અને એવી પ્રતીત થતાં પોતામાં કેવળજ્ઞાન પ્રગટાવાનું સામર્થ્ય છે–તે પણ અનુભવમાં
આવે છે. પણ એવી પ્રતીત હોવા છતાં સાધક ધર્માત્મા પર્યાયમાં તો પોતાને પામર સમજે છે, અરે?
ક્યાં કેવળજ્ઞાનની અગાધ અચિંત્ય તાકાત, ને ક્યાં મારી અલ્પતા!!
કેવળજ્ઞાન તો પ્રગટ છે પણ કર્મના આવરણને લીધે ઢંકાયેલું છે–એમ માનવામાં શો દોષ છે?
એમ માનવામાં નિમિત્તાધીન દ્રષ્ટિ છે. ઉપાદાનના અપરાધથી જ કેવળજ્ઞાન અટક્યું છે તેને
બદલે કર્મના નિમિત્તને લીધે અટક્યું છે–એમ માન્યું ને ઉપાદાનનો જે અપરાધ છે તેને ન જાણ્યો તેની
દ્રષ્ટિ ઊંધી છે. કેવળજ્ઞાન તો પ્રગટ છે પણ કર્મે તેની શક્તિને રોકી છે, એટલે જીવનો તો કાંઈ અપરાધ
નથી જે કર્મનો જ અપરાધ છે–એમ માનવું તે ભ્રમ છે. એને દ્રવ્ય–ગુણ–પર્યાયની ખબર નથી.
કેવળજ્ઞાનની એવી અતીન્દ્રિય તાકાત છે કે ગમે તેવા આવરણ આડાં હોય તો પણ પદાર્થને પ્રત્યક્ષ
જાણે. જે કેવળજ્ઞાનને વજ્રપટલ જેવા જાડાં પડ પણ રોકી ન શકે તેને કર્મનાં પાતળાં પડ કેમ રોકી
શકે? માટે, જેમ વાદળાંની પાછળ સૂર્ય પ્રગટ છે તેમ કાંઈ કર્મની નીચે કેવળજ્ઞાન નથી.
કેવળજ્ઞાન તે ક્યો ભાવ છે?
કેવળજ્ઞાન તે ક્ષાયિકભાવ છે. સમ્યગ્દર્શનાદિ મહા પ્રયત્ન વડે ઘાતિ કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન
પ્રગટે છે, તેથી તે ક્ષયિકભાવે છે; જો પર્યાયમાં કેવળજ્ઞાન પહેલેથી (અનાદિનું) પ્રગટ હોય તો તો તેને
પારિણામિકભાવે કહેવું જોઈએ. જ્ઞાનગુણ પારિણામિકભાવે છે પણ કેવળજ્ઞાનપર્યાય તો ક્ષાયિકભાવે છે,
તે સાદિ અનંત છે.
હું મારા સ્વભાવમાં અંતર્મુખ એકાગ્ર થાઉં તો કેવળજ્ઞાન થાય–એમ જ્ઞાની જાણે છે, તેને બદલે
અજ્ઞાની એમ માને છે કે કર્મે કેવળજ્ઞાન રોકયું છે ને કર્મ ખસે તો કેવળજ્ઞાન થાય, મારી પર્યાયમાં તો
કાંઈ અપરાધ છે નહિ–એ તેનો મોટો ભ્રમ છે. પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયને જેમ છે તેમ બરાબર જાણે.
ગુણને ગુણ જાણે, દોષને દોષ જાણે, તો સ્વભાવ સાધનવડે ગુણ પ્રગટ કરીને દોષને ટાળવાનો ઉદ્યમ
કરે પણ જે પોતાની પર્યાયના દોષને જાણે જ નહિ–તે તેને ટાળવાનો ઉદ્યમ ક્યાંથી કરે? અને
સ્વભાવના ગુણને જાણે નહિ–તો તે ગુણ ક્યાંથી પ્રગટ કરે? પોતાના ગુણને બહારમાં શોધવા જાય તો
તો મિથ્યાત્વ જ રહે.
આત્માની પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટે છે ને
ના; આત્માની પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટે છે ને કેવળજ્ઞાનાવરણે તેને આચ્છાદન કર્યું છે. એમ
નથી; પણ આત્માની શક્તિમાં જે કેવળજ્ઞાન છે તે પર્યાયમાં પ્રગટ નથી, તે કેવળજ્ઞાનને પ્રગટ થવા ન
દેવામાં નિમિત્તરૂપ કેવળજ્ઞાનાવરણ કર્મ છે. જેમ પાણીનો શીતળસ્વભાવ કહેવાય છે પણ જ્યારે તે
અગ્નિના નિમિત્તે ઊનું થયું છે ત્યારે કાંઈ તેની અવસ્થામાં શીતળતા નથી, તેમ કેવળજ્ઞાન તે જીવનો
સ્વભાવ છે. એમ સ્વભાવ સામર્થ્ય અપેક્ષાએ કહેવામાં આવે છે. પણકાંઈ અલ્પજ્ઞતા વખતે કેવળજ્ઞાન
પ્રગટ નથી. જો કેવળજ્ઞાન પ્રગટ હોય તો તો કેવળજ્ઞાનાવરણ કર્મ રહે જ નહિ.
અલ્પજ્ઞતા હોવા છતાં પોતાને કેવળજ્ઞાની માને તો શું વાંધો?
જેમ પાણી ઉષ્ણ હોવા છતાં તેને ઠંડું માનીને કોઈ પીવા માંડે તો શું થાય? –તેને દાઝવું જ થાય.
તેમ પોતાની પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં કેવળજ્ઞાની માનીને અનુભવવા જાય તો ભ્રમથી પોતે દુઃખી
જ થાય–તે જીવે કેવળજ્ઞાનનું ખરું સ્વરૂપ ઓળખ્યું