આસો: ૨૪૮૯ : ૧૯ :
જ નથી. જો કેવળજ્ઞાનનું સ્વરૂપ ઓળખે તો અજ્ઞાનમાં ને અલ્પજ્ઞતામાં પોતાને કેવળજ્ઞાન માને નહીં.
જીવને કેવળજ્ઞાન પ્રગટ તો નથી. છતાં તે કેવળજ્ઞાનને આવરણ કરનારું કર્મ
(કેવળજ્ઞાનાવરણીકર્મ) કેમ કહ્યું? જે વસ્તુહોય તેના માથે આવરણ કહેવાય, પણ જે વસ્તુ ન
ચૈતન્યશક્તિમાં કેવળજ્ઞાન પ્રગટ થવાની તાકાત છે. તે કેવળજ્ઞાનને પ્રગટ થવા ન દે તે
અપેક્ષાએ તેને કેવળજ્ઞાનાવરણકર્મ કહયું છે. આમ છતાં જે ત્રિકાળી શક્તિ છે તે શક્તિ ઉપર કાંઈ
આવરણ નથી, તેમ જ જે જ્ઞાન પ્રગટ છે તેના ઉપર પણ આવરણ નથી; પણ જે શક્તિ છે તે શક્તિનું
વ્યક્તપરિણમન ન થવા દ્યે તેને આવરણ કહેવાય છે. જ્ઞાનગુણમાં કેવળજ્ઞાન થવાની તાકાત હોવા છતાં
તે કેવળજ્ઞાન પ્રગટતું નથી. તેમાં નિમિત્તરૂપ કર્મને કેવળજ્ઞાનાવરણ કર્મ કહ્યું. શક્તિને આવરણ શું?
અને જે વ્યક્ત છે તેને પણ આવરણ શું? શક્તિમાં પૂર્ણ હોવા છતાં પર્યાયમાં જેટલું વ્યક્ત નથી તેટલું
આવરણ છે. પર્યાયમાં ઓછું વ્યક્ત હોય તેથી કાંઈ શક્તિમાં ઓછું થઈ જતું નથી. ધર્મીને પર્યાયમાં
ઓછું જ્ઞાન વ્યક્ત હોય તો પણ પૂર્ણ જ્ઞાનસ્વભાવની પ્રતીત તેને વર્તે છે. ને તે સ્વભાવના અવલંબને
પૂર્ણતા તરફનો પુરુષાર્થ પણ વર્તે છે. અને અજ્ઞાની તો, પર્યાયમાં કેવળજ્ઞાન વ્યક્ત છે. પણ કર્મે તેને
આવર્યું છે. એમ માનીને પુરુષાર્થ હીનપણે સ્વચ્છંદે પ્રવર્તે છે. એવા નિશ્ચયાભાસીને મિથ્યાદ્રષ્ટિ જ
જાણવા.
અમે પણ પરમાત્મા છીએ, કેમકે બધા આત્મા
પરમાત્મા છે–એમ કોઈ કહે તો શું વાંધો!
આત્મા શક્તિરૂપે પરમાત્મા છે–એ વાત સાચી, પણ જેને એવી પરમાત્મશક્તિનું ભાન થયું હોય
તેને પોતાની પર્યાયનો કેટલો વિવેક હોય? હજી પર્યાયમાં રાગ–દ્વેષ થતા હોય છતાં પર્યાયથી પોતાને
પરમાત્મા માનીને પ્રવર્તે તો તેમાં પરમાત્માની અસાતના થાય છે, પરમાત્મશક્તિને પણ તેણે ખરેખર
જાણી નથી. પરમાત્મશક્તિને જે જાણે તે આમ સ્વચ્છંદે પ્રવર્તે નહિ, અને જેને પરમાત્મશક્તિ પ્રગટી
હોય તે કાંઈ બીજાના મોઢે એમ કહેવા ન જાય કે હું પરમાત્મા છું,
રાગદ્વેષ હોવા છતાં અમે તો આત્માને શુદ્ધ જ
અરે ભાઈ, આ રાગદ્વેષ થાય છે તે કોના અસ્તિત્વમાં થાય છે? તારા પોતાના અસ્તિત્વમાં જ
થાય છે કે કોઈ બીજા દ્રવ્યમાં થાય છે? તે રાગાદિભાવો કાંઈ શરીરમાં નથી થતા, કર્મ પણ અચેતન છે
તેમાં કાંઈ એ ભાવો થતાં નથી; તે રાગાદિભાવો તો ચૈતન્યના જોડાણપૂર્વક જીવની અવસ્થામાં જ થાય
છે; ને તે કાર્ય જીવનું જ છે. માટે પોતાની પર્યાયમાં રાગદ્વેષ થતા હોવા છતાં એમ માનવું કે રાગદ્વેષ
થતાં જ નથી–એ તો ભ્રમ છે. જ્ઞાની ચિદાનંદસ્વભાવમાં લીન થાય તેટલે અંશે તેને રાગાદિ થતા જ
નથી, અને તેટલે અંશે તે પોતાની શુદ્ધતાને અનુભવે છે. અને પર્યાયમાં જેટલા રાગાદિ થાય છે તેટલી
અશુદ્ધતા પણ છે–એમ તે જાણે છે.