Atmadharma magazine - Ank 240a
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 22

background image
: ૬ : આત્મધર્મ: ૨૪૦A
અરે જીવ! આવો સ્વભાવ સાંભળીને એકવાર તો ઉલ્લાસથી ઊછળ! એકવાર કુતૂહલ કરીતે
અંતરમાં આ ચીજને જો તો ખરો! સર્વજ્ઞો અને સંતો જેનો આટલો બધો મહિમા કરે છે તે ચીજ
અંદરમાં કેવી છે? તેને પ્રગટપણે દેખ. જ્ઞાનપ્રકાશ જ્યાં ધર્માત્માને પ્રગટ્યો ત્યાં તે નિઃશંકપણે કહે છે કે
અમને મહાન જ્ઞાનપ્રકાશ પ્રગટ્યો છે, હવે અમને ફરીને મોહ થવાનો નથી. કોઈને પૂછવું પડતું નથી,
પોતાને જ નિઃશંક પોતાની ખબર પડે છે.
જેને આત્માનો અનુભવ થયો છે તે ધર્માત્મા સંતબીજાને પ્રમોદથી કહે છે કે અહો જીવો! આ
ચૈતન્યઆત્મા શાંતરસનો દરિયો છે. શાંતરસનો દરિયો ઉલ્લસી રહ્યો છે. એ ચૈતન્યના શાંતરસમાં તમે
નિમગ્ન થાઓ. વિભ્રમરૂપી ચાદરને દૂર કરીને આ શાંતરસના સમુદ્રને દેખો. પોતાને જે અનુભવ થયો
તેવા અનુભવની પ્રેરણા આપે છે કે જગતના બધાય જીવો આવા આત્માને અનુભવો. “આ ભગવાન
જ્ઞાનસમુદ્ર વિભ્રમ દૂર કરીને સર્વાંગ પ્રગટ થયો છે.. વિભ્રમ તે તેનું અંગ ન હતું, તેને દૂર કર્યું, અને
સ્વાનુભવમાં સર્વાંગ પ્રગટ થયો; શુદ્ધતાનું સ્વસંવેદન થતાં આખોય ભગવાન આત્મા પ્રસિદ્ધિમાં આવી
ગયો. અહા, શાંતિ રસમાં ઝુલતા સંતો તેનો આ માર્ગ જગતને ચીંધી રહ્યા છે કે અરે જીવો! તમે આ
માર્ગે આવો, સાગમટે નોતરું આપે છે કે અમે ભ્રમના પડદા દૂરકરીને આ ભગવાન જ્ઞાનસમુદ્રને પ્રગટ
કર્યો છે તેને જગતના બધાય જીવો દેખો. જેમ નાટકમાં પડદો દૂર થતાં દશ્ય પ્રગટ થાય ત્યાં બધાય
જોનાર એકસાથે તેમાં નિમગ્ન થાય છે. તેમ અહીં ભ્રમરૂપી પડદો દૂર કરીને ભિન્ન ચૈતન્યતત્ત્વને પ્રગટ
બતાવ્યું. તેને જોવામાં બધાય જીવો અત્યંત નિમગ્ન થાઓ... શાંતરસથી ભરેલો ચૈતન્યસમુદ્ર તમારા
અંતરમાં જ ઊછળી રહ્યો છે.
ऐष’ આ ભગવાન આત્મા–એમ સ્વાનુભવ પ્રત્યક્ષ કરીને આચાર્યદેવ તેની પ્રેરણા કરે છે. જેમ
હાથમાં લઈને કોઈ વસ્તુ સાક્ષાત્ બતાવે, તેમ ચૈતન્યતત્ત્વને સ્વાનુભવમાં લઈને આચાર્યદેવે સ્પષ્ટ
બતાવ્યું છે કે જુઓ! આ ચૈતન્યસમુદ્ર ભગવાન આત્મા શાંતરસથી ભરપૂર છે. તરણાં ઓથે આખો
ડુંગર છે, તે તરણાંને દૂર કરતાં આખો શાંતરસનો પિંડ ચૈતન્ય ડુંગર દેખાય છે.
મહાન ચૈતન્ય સરોવરમાં વિવેકી–સમ્યગ્દ્રષ્ટિ હંસલા આનંદરૂપ મોતીના ચારા ચરે છે. રાગના
ચારા તે ચરતા નથી.
સ્વાનુભવના ઉત્કૃષ્ટરસથી–ઉત્કૃષ્ટ મહિમાથી સંતો કહે છે કે એકસાથે અને સર્વ લોક આવા શાંત
ચૈતન્યરસમાં મગ્ન થઈને તેનો અનુભવ કરો. અંતર્મુખ–સ્વભાવ સિવાય બહારમાં બીજું કોઈ આલંબન
છે જ નહીં. આમાં ખરેખર પોતાના સ્વાનુભવની પ્રસિદ્ધિ છે. આવો સ્વાનુભવ પ્રગટ કરવો તે જ ધર્મ છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા બીજાને પણ સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે.
જુઓ, આ આત્મખ્યાતિના ખેલ! ચૈતન્યના શાંતરસનું નૃત્ય! સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ચૈતન્યના
આવા નાટકને સ્વાનુભવથી જોનારા છે, અને બીજા સુપાત્ર મિથ્યાદ્રષ્ટિ જીવોને પણ જીવ–અજીવની
ભિન્નતા દેખાડીને, ભેદજ્ઞાન કરાવીને, ભિન્ન ચૈતન્યનો અનુભવ કરાવે છે. આ રીતે ચૈતન્યને જોનારા
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા બીજાને સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે. વાહ, જુઓ તો ખરા! શૈલી કેવી છે! સમ્યગ્દ્રષ્ટિ
બીજાને પણ સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે. બીજો જીવ પણ એવો જ છે કે જે જરૂર યથાર્થ સમજીને સમ્યગ્દ્રષ્ટિ
થઈ જાય છે. તેથી એમ કહ્યું કે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા બીજા જોનારાને (એટલે કે ચૈતન્યને જોવાની ખરી
જિજ્ઞાસા થઈ છે તેને) યથાર્થ સ્વરૂપ બતાવી, ભ્રમ મટાડી, શાંત રસમાં લીન કરી સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે.
અરે જીવો! આ ચૈતન્યતત્ત્વને તમે દેખો, અંદરમાં કુતૂહલ કરીને લગની લગાડીને આ
આત્મતત્ત્વને અનુભવો, મરીને પણ એટલે મરણપર્યંતની ગમે તેટલી પ્રતિકૂળતા જગતમાં આવે તોપણ
તેની દરકાર છોડીને આ ચિંદાનંદ તત્ત્વને દેખો અને તેના