Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 42

background image
ઃ ૨૪ઃ આત્મધર્મઃ ૨૪૧
અહા, જુઓ તો ખરા...કેવા શાંતભાવો આચાર્યદેવે ભર્યા છે! અમૃતના સાગર
કેમ ઊછળે–તે વાત અમૃતચંદ્રાચાર્યદેવે આ સમયસારમાં સમજાવી છે. સાધકની અંદરની
શું સ્થિતિ છે તેની જગતના જીવોને ખબર નથી; તેના હૃદયના ગંભીર ભાવો
ઓળખવાનું સાધારણ જીવોને મુશ્કેલ પડે તેવું છે. સમજવા માગે તો બધું સુગમ છે. આ
ભાવો સમજે તો અમૃતના સાગર ઊછળે ને ઝેરનો સ્વાદ છૂટી જાય. ભેદજ્ઞાનનો આ
મહિમા છે. ભેદજ્ઞાન થતાં જ જીવની આવી દશા થાય છે. જ્ઞાની ધર્માત્મા ચૈતન્યરસના
સ્વાદ પાસે જગતના બધા સ્વાદ પ્રત્યે સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો છે. રાગાદિને
પણ અત્યંત ઉદાસીન અવસ્થાવાળો રહીને માત્ર જાણે જ છે; પણ તેનો કર્તા થતો નથી.
આ રીતે જ્ઞાયકસ્વભાવને જ સ્વપણે અનુભવતો જ્ઞાની નિર્વિકલ્પ અકૃત્રિમ એક
વિજ્ઞાનઘનપણે પરિણમતો થકો અન્યભાવોનો અત્યંત અકર્તા જ છે. આવી અદ્ભુત
દશાથી સાધક ઓળખાય છે.
(સ. ગા. ૯૭ ના પ્રવચનમાંથી)
પ્રસિદ્ધ થઈ ચૂકયું છેઃ મંગલ તીર્થયાત્રા
જિજ્ઞાસુઓ જેની રાહ જોતા હતા તે પુસ્તક “મંગલ
તીર્થયાત્રા” ગત આસો વદ અમાસના રોજ પ્રસિદ્ધ થઈ ગયું છે.
૧પ૦ જેટલાં આર્ટપેપરના પેઈજ સહિત કૂલ ૬૦૦ ઉપરાંત પાનાં
અને ૩પ૦ ઉપરાંત તીર્થયાત્રાનાં વિવિધ પ્રકારના ભક્તિપ્રેરક
ચિત્રો–જોતાં જ તીર્થોનાં પવિત્ર સ્મરણો તાજા થાય છે. (લેખક
બ્ર. હરિલાલ જૈન) સુંદર ચૌરંગી જેકેટ; જેનું ચિત્ર આ અંકની
સાથે મોકલવામાં આવ્યું છે. આ જેકેટ મુંબઇના જેચંદ તલકશી
એન્ડ સન્સ તરફથી ભેટ આપવામાં આવ્યું છે. (કિંમત
રૂા. આઠ)
સુચનાઃ–
[આ ચૌરંગી જેકેટની ફક્ત બે હજાર નકલો છે એટલે
બે હજાર સુધીના ગ્રાહકોને જ તે મળી શકશે. V. P. ના અંકોની
સાથે આ ચિત્ર નહિ મોકલાય.]
પ્રાપ્તિસ્થાનઃ જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ