Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૨૩ઃ
છે પણ અજ્ઞાની તે શક્તિ પ્રગટ કરતો નથી, તેને તે શક્તિ અનાદિથી બીડાઈ ગયેલી છે.
આવા અજ્ઞાનને લીધે જ તે પોતાને અને પરને એકમેક માને છે, જ્ઞાનને અને રાગને
એકમેક અનુભવે છે. ‘હું ચૈતન્ય છું’–એવો સ્વાનુભવ કરવાને બદલે ‘હું ક્રોધ છું, હું
રાગ છું’ એમ તે અનુભવે છે. અહો, દિવ્યધ્વનિ ચૈતન્યના એકત્વ સ્વભાવનો ઢંઢેરો
વગાડે છે. ગણધરો સંતો અને ચારે અનુયોગના શાસ્ત્રો ભેદજ્ઞાનનો ઢંઢેરો પીટીને કહે છે
કે, ચૈતન્યસ્વભાવ તો અનાદિ અનંત, અકૃત્રિમ, નિર્મળ, વિજ્ઞાનઘન છે, ને
રાગાદિભાવો તો ક્ષણિક, નવા, પરાશ્રયે ઉત્પન્ન થયેલા મલિનભાવો છે, તેમને એકતા
કેમ હોય? ન જ હોય. પણ અજ્ઞાની આવા વસ્તુસ્વભાવથી ભ્રષ્ટ થઈને વારંવાર અનેક
વિકલ્પરૂપે તદ્રૂપ પરિણમતો થકો તેનો કર્તા પ્રતિભાસે છે.
અહીં તો તે કર્તાપણું છૂટવાની વાત સમજાવવી છે. “રાગાદિનું કર્તાપણું
અજ્ઞાનથી જ છે”–એમ જે જીવ જાણે છે તે જીવ તે રાગાદિનાં કર્તૃત્વને અત્યંતપણે
છોડે છે. મારા ચૈતન્યસ્વભાવમાં રાગનું કર્તૃત્વ છે જ નહિ. રાગની ખાણ મારા
ચૈતન્યમાં નથી. મારી ચૈતન્યખાણમાં તો નિર્વિકલ્પ અનાકુળ શાંતરસ ભર્યો છે.
શાંતરસનો સ્વાદ તે જ મારો સ્વાદ છે, જે આકુળતા છે તે મારો સ્વાદ નથી, તે તો
રાગનો સ્વાદ છે–એમ બન્નેના સ્વાદને અત્યંત ભિન્ન જાણતો થકો જ્ઞાની, ચૈતન્યને
અને રાગને એકસ્વાદપણે નથી અનુભવતો, પણ ચૈતન્યના સ્વાદને રાગથી જુદો જ
અનુભવે છે. ચૈતન્યના આનંદના નિધાનને પહેલાં અજ્ઞાનથી તાળાં દીધા હતા તે
તાળાંને ભેદજ્ઞાનરૂપી ચાવી વડે ખોલી નાખ્યા, ચૈતન્યના આનંદનિધાનને ખુલ્લા
કરીને તેનું સ્વસંવેદન કર્યું. જ્યાં પોતાના નિજરસને જાણ્યો ત્યાં વિકારનો રસ છૂટી
ગયો, તેનું કર્તૃત્વ છૂટી ગયું. પહેલાં નિરંતર વિકારનો સ્વાદ લેતો તેને બદલે હવે
નિરંતર સ્વભાવના આનંદનો સ્વાદ લે છે.
જુઓ, આ ચોથા ગુણસ્થાનવાળા સમકિતી ધર્માત્માની દશા! જે સાધક થયો, જે
મોક્ષના પંથે ચડયો, અંતરમાં જેને ચૈતન્યના ભેટા થયા, એવા ધર્માત્માજ્ઞાની મુનિ
શ્રુતજ્ઞાનથી ચૈતન્યના અતીન્દ્રિય આનંદનું સ્વસંવેદન કરે છે. અહા, જગતના રસથી
જુદી જાતનો ચૈતન્યનો રસ છે. ઇન્દ્રપદના વૈભવમાં પણ તે રસ નથી. સમકિતી ઇન્દ્ર
જાણે છે કે અમારા ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદ પાસે આ ઇન્દ્રપદ તો શું! આખા
જગતનો વૈભવ પણ તૂચ્છ છે. ચૈતન્યનો રસ અત્યંત મધુર અત્યંત શાં....ત! અત્યંત
નિર્વિકાર....જેના સંવેદનથી એવી તૃપ્તિ થાય કે આખા જગતનો રસ ઊડી જાય.
શાં...ત...શાંત ચૈતન્યનું મધુરું વેદન થયું ત્યાં આકુળતાજનક એવા કષાયોનું કર્તૃત્વ કેમ
રહે? કષાયોથી અત્યંત ભિન્નતાનું ભાન થયું. જુઓ, સ્વસન્મુખ થઈને આવા સ્વાદનું
સ્વસંવેદન કરવાની મતિ–શ્રુતજ્ઞાનની તાકાત છે. મતિ–શ્રુતને સ્વસન્મુખ કરીને
ધર્માત્મા આવા ચૈતન્યસ્વાદનું પ્રત્યક્ષ સ્વસંવેદન કરે છે.