પાસે આખા જગતનો વૈભવ તુચ્છ છે....ચૈતન્યનો રસ અત્યંત
મધુર....અત્યંત શાં...ત...અત્યંત નિર્વિકાર...એના સંવેદનથી એવી
તૃપ્તિ થાય કે જગત આખાનો રસ ઊડી જાય. સાધકહૃદયના
ગંભીરભાવો ઓળખવાનું સાધારણ જીવોને મુશ્કેલ પડે તેવું છે.
જાણનારા જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે આત્મા અજ્ઞાનથી જ વિભાવનો કર્તા થાય છે.
જ્યાં ભિન્ન ચૈતન્યસ્વભાવનું ભાન થયું ત્યાં પોતાના શુદ્ધ ચૈતન્ય સિવાય બીજે ક્યાંય
આત્મવિકલ્પ થતો નથી. એટલે તે જ્ઞાની સમસ્ત પરભાવને પોતાના સ્વભાવથી ભિન્ન
જાણતો થકો તેનું કર્તૃત્વ છોડી દે છે.
કષાયોમાં આત્મબુદ્ધિ કેમ થાય? રાગાદિ ભાવો મારા સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલા છે–
એમ જ્ઞાનીને જરા પણ ભાસતું નથી. શુદ્ધજ્ઞાનમય સ્વભાવના આધારે તેને નિર્મળ
જ્ઞાનભાવોની જ ઉત્પત્તિ થાય છે અને તેનો જ તે કર્તા થાય છે વિકલ્પની ઉત્પત્તિ જ જ્યાં
મારા જ્ઞાનમાં નથી તો પછી તે વિકલ્પ વડે જ્ઞાનની પુષ્ટિ થાય એ વાત ક્યાં રહી? આથી
જ્ઞાનથી ભિન્ન સમસ્ત વિકલ્પોનું કર્તૃત્વ છૂટી ગયું છે.
ભિન્નતાની વાત તો સ્થૂળમાં ગઈ, અહીં તો અંદરના અરૂપી વિકલ્પોથી પણ ચૈતન્યની
ભિન્નતા બતાવવી છે. અજ્ઞાનીને ભેદજ્ઞાનની શક્તિ બીડાઈ ગઈ છે, ભેદજ્ઞાન કરવાની
શક્તિ તો દરેક આત્મામાં