કારતકઃ ૨૪૯૦ઃ ૨૧ઃ
કેમ પ્રવર્તે? ચારિત્રદશા રહિત હોય તો પણ સમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગમાં જ છે, કેમકે તેને
ચારિત્રની ભાવના છે ને રાગની ભાવના નથી, ચૈતન્યને ધ્યેય બનાવીને રાગથી
ભિન્નતાનું ભાન થયું છે. આવા ભાન વગર રાગથી લાભ માને ને પ્રરૂપે તે તો
ઉન્માર્ગમાં છે, તેનો જ્ઞાનનો ઉઘાડ પણ બધોય નિરર્થક છે, ભગવાનના માર્ગને તેણે
જાણ્યો નથી, ભગવાન કઈ રીતે મોક્ષ પામ્યા તેની તેને ખબર નથી. સમકિતીને
અસ્થિરતાને લીધે બાહ્ય વિષયો સંપૂર્ણ ન છૂટે તો પણ તેનું જ્ઞાન બગડતું નથી, દ્રષ્ટિના
વિષયમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવને પકડયો છે તે કદી છૂટતો નથી, તે સ્વ–ધ્યેયના આશ્રયે
તે સમ્યક્માર્ગમાં વર્તે છે, મોક્ષના માણેકસ્તંભ તેના આત્મામાં રોપાઈ ગયા છે.
પૂર્ણતારૂપ પરિનિર્વાણ મંગલરૂપ છે. ને
તેની શરૂઆતરૂપ સમ્યક્ત્વ પણ મંગળરૂપ છે.
એ બંનેની વાત આજે માંગળિકમાં આવી છે; આ રીતે દિપાવલીનું માંગળિક કર્યું.
ઉપકાર
અંતરસ્વભાવની સન્મુખતા કરાવે ને પરથી વિમુખતા–ઉપેક્ષા કરાવે,
એવો હિતોપદેશ જે સંતોએ આપ્યો તે સંતોના ઉપકારને મુમુક્ષુ–સત્પુરુષો
ભૂલતા નથી.
“હે જીવ! સ્વભાવ તરફ જવાથી જ તને શાંતિ થશે, બહારના લક્ષે
શાંતિ નહિ થાય; પરદ્રવ્ય તને શાંતિનું દાતાર નથી, સ્વદ્રવ્ય જ તને શાંતિનું
દાતાર છે....માટે પરથી પરાંગ્મુખ થઈને સ્વમાં અંતર્મુખ થા..........”
અહા! આવો ઉપદેશ ઝીલીને જે અંતર્મુખ થયો. તે મુમુક્ષુ તે ઉપદેશના
દેનારા સંતોના ઉપકારને ભૂલતો નથી.