Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 42

background image
૨૦ઃ આત્મધર્મઃ ૨૪૧
જેણે ચૈતન્યમાં જ ઉપયોગ જોડીને બાહ્યધ્યેયથી ઉપયોગને પાછો વાળ્‌યો છે
એટલે વિષયોથી વિરક્ત થઈને ચૈતન્યના આનંદના દૂધપાકનો સ્વાદ લ્યે છે, આનંદના
અનુભવને ઉગ્ર કરીને સ્વાદમાં લ્યે છે, એવા પુરુષ નિયમથી ચોક્કસ ધ્રુવપણે નિર્વાણને
પામે છે; તેમને સુમાર્ગશાળી કહ્યા છે.
જુઓ આ નિર્વાણનો ધ્રુવમાર્ગ! દર્શનશુદ્ધિપૂર્વક દ્રઢ ચારિત્ર વડે જે જીવ
ચૈતન્યમાં એકાગ્ર થાય છે તેને બાહ્યવિષયોથી વિરક્તિ થઈ જાય છે. એનું નામ જ શીલ
છે, ને એવા સમ્યક્શીલવાળો જીવ જરૂર નિર્વાણ પામે છે. ચૈતન્યધ્યેયને ચૂકીને જેણે
પરને ધ્યેય બનાવ્યું છે તે જીવને શીલની રક્ષા નથી, શરીરથી ભલે બ્રહ્મચર્ય પાળતો હોય
પણ જો અંદરમાં રાગની રુચિ છે તો તેને શીલની રક્ષા નથી, તેને દર્શનશુદ્ધિ નથી.
ચૈતન્ય સ્વભાવની રુચિ જેણે પ્રગટ કરી છે ને રાગની રુચિ છોડી છે તેને ચૈતન્યધ્યેયે
બાહ્યવિષયોનું ધ્યેય છૂટી જાય છે; આવું શીલ તે નિર્વાણમાર્ગમાં પ્રધાન છે. આ બે
ગાથામાં તો દર્શનશુદ્ધિ ઉપરાંત ચારિત્રની વાત કરીને સાક્ષાત્ નિર્વાણમાર્ગ કહ્યો.
હવે એક બીજી વાત કરે છેઃ કોઈ જ્ઞાની ધર્માત્માને કદાચ વિષયોથી સંપૂર્ણ
વિરક્તિ ન થઈ હોય પણ શ્રદ્ધા બરાબર છે, માર્ગ તો વિષયોની વિરક્તિરૂપ જ છે–એમ
યથાર્થમાર્ગ પ્રતિપાદન કરે છે, તો તે જ્ઞાનીને માર્ગની પ્રાપ્તિ કહેવામાં આવે છે.
સમ્યક્માર્ગનું પોતાને ભાન છે ને સમ્યક્માર્ગનું બરાબર પ્રતિપાદન કરે છે પણ હજી
વિષયથી અત્યંત વિરક્તિરૂપ મુનિદશા વગેરે નથી, અસ્થિરતા છે, તોપણ તે જ્ઞાની
ધર્માત્મા મોક્ષમાર્ગના સાધક છે. તેને ઇષ્ટમાર્ગની પ્રાપ્તિ છે અને તે યથાર્થ માર્ગ
બતાવનારા છે તેથી તેના ઉપદેશથી બીજાને પણ સમ્યક્માર્ગની પ્રાપ્તિ થાય છે. પણ જે
જીવ વિષયોથી–રાગથી લાભ મનાવે તેને તો સમ્યક્માર્ગની શ્રદ્ધા જ નથી, તે તો
ઉન્માર્ગે છે, અને ઉન્માર્ગનો બતાવનાર છે. ધર્મીને રાગ હોય પણ તેને તે બંધનું જ
કારણ જાણે છે; તેથી રાગ હોવા છતાં તેની શ્રદ્ધામાં વિપરીતતા નથી, તેને માર્ગની પ્રાપ્તિ
છે ને તેના ઉપયોગથી બીજા જીવો પણ માર્ગની પ્રાપ્તિ કરી શકશે.
અજ્ઞાની રાગથી પોતે લાભ માને છે, ને રાગથી લાભ થવાનું મનાવે છે, તો તે
પોતે માર્ગથી ભષ્ટ છે ને તેની પાસેથી માર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી. અહા, ચૈતન્યના
શ્રદ્ધા જ્ઞાન અને તેમાં લીનતારૂપ વીતરાગતા તે જ મોક્ષનો માર્ગ છે. મોક્ષાર્થીએ એવી
વીતરાગતા જ કર્તવ્ય છે, ક્યાંય જરાપણ રાગ કર્તવ્ય નથી. રાગનો એક કણિયો પણ
મોક્ષને રોકનાર છે, તે મોક્ષનું સાધન કેમ થાય? આમ જ્ઞાનીને શ્રદ્ધા છે; અહા, જ્યાં
પુણ્યભાવને પણ છોડવા જેવો માને છે ત્યાં જ્ઞાની પાપમાં તો સ્વચ્છંદે