Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page  


PDF/HTML Page 42 of 42

background image
ઃ ૩૮ઃ આત્મધર્મઃ ૨૪૧
ATMDHARM Reg. no. G. 82
_________________________________________________________________
“આત્મધર્મ” (માસિક)
આપણું “આત્મધર્મ” માસિક વીસ વર્ષ પૂરા કરીને એકવીસમા વર્ષનો શુભ
પ્રારંભ કરી રહ્યું છે. આ પ્રસંગે પંચપરમેષ્ઠી ભગવંતોને, સર્વ ઉપકારી સન્તોને અને શ્રુત
દેવીમાતાને ભક્તિ–વિનયથી પ્રણમન કરીએ છીએ. અને સર્વ વડિલો તથા સાધર્મી
પાઠકબન્ધુઓ પાસે વાત્સલ્યભર્યા સહકારની આશા રાખીએ છીએ.
“આત્મધર્મ” શુદ્ધ આધ્યાત્મિક પત્ર છે....જીવોમાં આત્માર્થિતા જાગે અને એ
આત્માર્થિતાને પોષણ મળે–તે આ માસિકનો ઉદ્દેેશ છે. એ ઉદે્શને અનુલક્ષીને
આત્મધર્મનું લેખન–સંપાદન કરવાનો પ્રયત્ન થાય છે.
પૂ. ગુરુદેવ હંમેશા જે આત્માર્થપોષક ઉપદેશ આપી રહ્યા છે તેમાંથી દોહન કરીને
આત્મધર્મમાં આપવામાં આવે છે, એ રીતે આ “આત્મધર્મ” ગુરુદેવના અધ્યાત્મસન્દેશને
ઘેરઘેર પહોંચાડે છે.–આપના ઘરે પણ જરૂર એ સન્દેશ પહોંચતો હશે;–નહિતર આજે જ
ગ્રાહક બનીને આપ એ પાવન સન્દેશ મેળવશો. વાર્ષિક લવાજમ ચાર રૂપીઆ છે.
ગયા વર્ષ પ્રસિદ્ધ થયેલા કેટલાક ખાસ અંકો ખલાસ થઇ જવાથી પાછળથી
સેંકડો ગ્રાહકોએ તે અંક વગર નિરાશ થવું પડયું હતું. આ વર્ષે ગુરુદેવની દક્ષિણદેશમાં–
પોન્નૂર અને બાહુબલી જેવા તીર્થધામોની યાત્રા, ગુજરાત–સૌરાષ્ટ્રના અનેક પ્રસંગો,
મુંબઇનગરીનો(દાદર–જિનમંદિરનો) અનેરો મહોત્સવ અને ગુરુદેવની ૭પમી
જન્મજયંતિનો રજતજયંતિમહોત્સવ–એવા એવા અનેક પ્રભાવશાળી પ્રસંગોના સચિત્ર
અહેવાલ અને બીજા અનેક વિષયોનું મહત્વનું સાહિત્ય લઇને આત્મધર્મ આવશે–તે
મેળવવા શરૂઆતથી જ ગ્રાહક થઇ જવું ઉત્તમ છે. ગ્રાહકોને આ વર્ષે એક સરસ
ભેટપુસ્તક પણ આપવાનો વિચાર છે.
આપનું અને આપના સ્નેહી જિજ્ઞાસુઓનું લવાજમ તુરત મોકલીને ‘આત્મધર્મ’
વહેલાસર મેળવો. હજી V.P. શરૂ થયા નથી. V.P. ની રાહ જોવાથી એકાદ મહિનો મોડું
થવા સંભવ છે, ને V.P. માં ૮૧ N.P. નું વધુ ખર્ચ આવે છે તથા કાર્યાલયને પણ
વ્યવસ્થા બાબતમાં મુશ્કેલી પડે છે. V.P. તા. ૧પ–૧૨–૬૩ પછી શરૂ થશે. તો V.P. શરૂ
થયા પહેલાં જ આપના લવાજમની સૂચના મોકલી દેવા વિનંતિ છે. સરનામું– જૈન
સ્વાધ્યાય મંદિર સોનગઢ
(સૌરાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રકઃ અનંતરાય હરિલાલ શેઠ આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર